નાફેડ દ્વારા મગફળીનું વેચાણ શરૂ થતા મગફળીના અને સીંગદાણાના ભાવમાં ઉછાળો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

બજારમાં ખાઘદ્યતેલ-તેલીબિયાં મિશ્ર માહોલ વચ્ચે સીંગતેલનાં ભાવ મજબૂત રહ્યાં હોવાથી મગફળીની બજારમાં પણ શનિવારે સુધારો જોવા મળ્યો હતો.

ઉનાળુ મગફળીની આવકો ખાસ વધતી નથી, પરંતુ ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં મગફળીનાં ભાવમાં સરેરાશ શનિવારે રૂ.૧૦થી ૧૫નો સુધારો થયો હતો.

નાફેડ દ્વારા મગફળીનું વેચાણ થઈ રહ્યું છે એવું મગફળીનાં બ્રોકરોએ જણાવ્યું હતું. જેમાં પણ ખાસ લેવાલી નથી અને ક્વોલિટીનો પણ મોટો ઈશ્યૂ છે. મગફળી ઊંચા ભાવથી ખરીદવામાં આવે તો પણ ડિલીવરી થયા બાદ અમુક નબળી આવતી હોવાથી સરેરાસ પડતર ઊંચી આવે છે.

આવી સ્થિતિમાં ખુલ્લા બજારમાં જે વેચવાલી આવે તેનાં ઉપર જ બજારનો વધારો આધાર રહેલો હોવાથી ભાવ ઊંચકાય રહ્યા છે. જો સીંગતેલ ઘટશે તો મગફળીની બજારમાં પણ ઘટાડો આવી શકે છે.

માર્કેટયાર્ડ રાજકોટમાં મગફળીની નવી આવક નહોંતી, પંરતુ ૪૫૦૦ ગુણી પેર્ન્ડિંગ હતી તેમાંથી વેપારો થયા હતા. ર૪નં.રોહીણીમાં રૂ.૧૧૦૦ થી ૧૨૦૦, ૩૯ નંબરમાં રૂ.૧૦૮૦ થી ૧૧૫૦, જી-ર૦માં રૂ.૧૨૦૦ થી ૧૩૧૧ અને બીટી-૩૨ કાદરીમાં રૂ.૧૧૩૦ થી ૧૨૬૦નાં ભાવ હતાં. જ્યારે બિયારણ ક્વોલિટીનો ભાવ રૂ.૧૩૦૦ થી ૧૩૬૫નો હતો.

ગોંડલમાં માર્કેટ યાર્ડ ૧૫ હજાર ગુણીની આવક હતી અને ૧૮ થી ૧૦ હજાર ગુણીનાં વેપાર હતાં. હવે પેન્ડિંગ ખાસ પડી નથી. ભાવ જી-ર૦માં રૂ.૧૨૦૦ થી ૧૩૫૦, ૩૭ નંબરમાં રૂ.૧૧૫૦ થી ૧૩૦૦, ૩૯ નંબરમાં રૂ.૧૧૦૦ થી ૧૨૫૦ અને ર૪ નંબરમાં રૂ.૧૧૫૦થી ૧૨૫૦નાં ભાવ હતાં. ઉનાળુ મગફળીની ૧૦૦૦થી ૧૧૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૧૫૦થી ૧૩૪૭૧નાં હતાં.

માર્કેટ હિંમતનગર યાર્ડમાં ૧૦૦૦ ગુણીની આવક સામે ભાવ ઊંચામાં ભાવ રૂ.૧૨૦૦ અને નીચામાં રૂ.૧૪૯૦નાં ભાવ હતાં.

શનિવારે સીંગદાણાનાં ભાવ સ્ટેબલ રહ્યાં હતાં. કોમર્શિયલનાં ભાવ રૂ.૯૪,૦૦૦ની સપાટી પર ટકી રહ્યાં હતાં. આગામી દિવસોમાં સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment