Commodity market Castor seeds : ગુજરાતના ખેડૂતોને રેકોર્ડ બ્રેક એરંડાના ભાવ મેળવા આ બાબતનું રાખવું પડશે ધ્યાન, વધુ જાણો…

WhatsApp Group Join Now
Telegram Group Join Now

છેલ્લા ચાર મહિનાથી એંરડાના ખેડૂતોને અહીથી કહેવામાં આવો રહ્યું છે કે એરંડાના ભાવ આ વર્ષે ખેડૂતોને અત્યાર સુધી ન જોયા હોવા તેવા જોવા મળશે. એરંડાના ભાવ હાલ ગુજરાતના પીઠામાં મણના ૧૫૦૦ રૂપિયા બોલાય રહ્યા છે. એંરડાના ઉત્પાદન અને સ્ટોક વિશે ઉત્તર ગુજરાતના ખેડૂત અગ્રણી મગનભાઇ પટેલની વાત દરેક ખેડૂતોએ સાંભળવી જોઈએ.

ખેડૂત અગ્રણી મગનભાઈએ કહે છે કે એરંડાનો પાક ઓણ ચાલુ ૧.૮૬ કરોડ ગુણી થવાનો અંદાજ છે. આટલા પાકમાંથી એરંડાની આવકનો તાળો મેળવીએ તો તા.૩૧મી માર્ચ સુધીમાં પપ લાખ બોરી, એપ્રિલ મહિનામાં ૪૨ લાખ બોરી અને તા.૧૫મી મે સુધીમાં ૧૮ લાખ બોરીની આવક થઈ છે.

મે મહિનાના બાકીના દિવસોમાં ૧૩ લાખ બોરી એરંડાની આવક થવાની ધારણા હોઇ મે મહિના અંત સુધીમાં ૧.૨૮ લાખ બોરી આવક થઇ જશે જે એરંડાના કુલ ક્રોપની ૭૦ ટકા આવક હશે. એરંડાના જે ખેડૂતોને નાણાની જરૂરત ધરાવતાં મોટાભાગના ખેડૂતોએ એરંડા વેચી નાખ્યા છે.

હવે મોટાભાગના ખેડૂતોએ એરંડાના ભાવ વધીને પ્રતિ મણના ૨૦૦૦ રૂપિયા ત્યારે જ એરંડા વેચવાનું નક્કી કયું છે. એપ્રિલમાં એરંડાની રોજિંદી આવક ર.રપ થી ર.૪૦ લાખ ગુણી હતી જે ઘટીને મે મહિનામાં રોજિંદી ૧.૪૦ થી ૧.૬૦ લાખ ગુણી રહી છે ગયા અઠવાડિયે આવક ઘટીને એક થી સવા લાખ ગુણી જ રહી હતી.

ખેડૂત અગ્રણી મગનભાઇ એરંડાની ખેતી વર્ષોથી કરે છે અને ગુજરાતના ખુણે ખુણે રહેલા એરંડાના ખેડૂતો સાથે રોજેરોજનો સંપર્ક ધરાવે છે. એરંડાના પાક-પાણી, જરૂરિયાત વિગેરે વિશે તેમનો વર્ષોનો અભ્યાસ હોઇ મગનભાઇની વાત એવી છે કે દિવાળી પહેલા એરંડાના ભાવ એક વખત મણના ૨૦૦૦ રૂપિયા સો ટકા થવાના છે.

ગુજરાતના એરંડાના ખેડૂતો વર્ષોથી લૂંટાઇ રહ્યા છે જ્યારે પણ ખેડૂતોને સારા ભાવ મળવાના શરૂ થાય ત્યારે પૈસાના જોરે રાતોરાત વાયદા બંધ કરાવીને ખેડૂતોના એરંડા પાણીના ભાવે લૂટી લેવાના કાવત્રા એક વખત નહીં અનેક વખત થયા છે.

ખેડૂતો પાસે પાણીના ભાવે એરંડા ખરીદીને તેમાંથી કરોડો અને અબજો કમાનારાઓને આ વર્ષે ખેડૂતોને એરંડાના ઊંચા ભાવ દેવાના વખત આવ્યો છે ત્યારે ધોળે દિવસે તારા દેખાવા માંડ્યા છે પણ હવે ખેડૂતોએ જાગૃત બનીને એક અવાજે સસ્તા એરંડા કોઈ કાળે ન વેચવા તેની ગાંઠ બાંધી લેવી પડશે.

ગુજરાતનો દરેક ખેડૂત નક્કી કરે કે એરંડાના ભાવ મણનો ૨૦૦૦ રૂપિયા થાય ત્યારે જ એરંડા વેચવા. જો ગુજરાતનો દરેક ખેડૂત એકસાથે સંગઠિત થઇને એરંડા નહીં વેચે તો જેમ કપાસના ભાવ મણના અત્યારે ૨૫૦૦ થી ૨૮૦૦ રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે તે જ રીતે આગામી ત્રણ થી ચાર મહિનામનાં ખેડૂતોને એરંડાના પણ ૨૦૦૦ રૂપિયાથી વધુ ભાવ મળશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment