Gujarat Rain Ashok Patel Weather Forecast : તા.૨૫ થી 30 જૂન સુધીની વરસાદની આગાહી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નૈેઋત્ય બાજુ ચોમાસુ ઝડપભેર આગળ વધી રહ્યું છે, દક્ષિણ પશ્ચિમ ચોમાસાની અરબીની પાંખ સ્થગિત હોવા છતાં વરસાદી માહોલમાં સુધારો જોવા મળશે દક્ષિણ ગુજરાતની સાથોસાથ સૌરાષ્ટ્રમાં માંગરોળ,ચોરવાડના દરિયાકાંઠા પર એન્ટ્રી લઇ લીધી હોવાનો મહત્વનો નિર્દેશ, હજુ બે દિવસ ચોમાસુ આગળ ચાલશે અને સૌરાષ્ટ્રનાં ભાગોને કવર કરી શકે છે. એવું જાણીતા હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલે આપ્યો હતો.

વધુમાં તેઓએ વાતચીતમાં જણાવ્યું હતું કે ૨૨ જૂન સુધી સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં ઓવરઓલ અત્યાર સુધી વરસાદની ઘટ્ટ રહી છે. માંગરોળ અને ચોરવાડ નજીકની દરિયાઈ પટ્ટીમાં દાખલ થઇ ગયું છે. જ્યાંથી ચોમાસુ રેખા દીવ, સુરત થઇને નંદુરબાર, જલગાંવ, પરભાણી,તિરુપતિ, પોંડેચેરી થઇને પશ્ચિમ બંગાળ તરફ એ હજુ બે દિવસ ચોમાસુ આગળ ધપતું રહેશે.

સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં ઓવરઓલ અત્યાર સુધી વરસાદની ઘટ્ટ રહી છે. ઘટ્ટની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૫૩%, ગુજરાત રીજનમાં પર% અને ફક્ત કચ્છની વાત કરીએ તો ૨૩ જૂન સુધીમાં ૭૭% ઘટ્ટ છે. ૫૪ તાલુકાઓમાં ૧૦ મી.મી. કે તેનાથી વધુ વરસાદ થયેલ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં ૧૦૩ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

ચોમાસુ દક્ષિણ પશ્ચિમ ગત ૧૬મીથી અરબી પાંખ પોરબંદરમાં સ્થગિત થયેલ છે, આમ, અરબીની પાંખ છેલ્લા ૭ દિવસથી આગળ વધી નથી. જયારે બંગાળની પાંખ નોર્થ એમ.પી. અને યુ.પી. નજીક પહોંચી છે. ચોમાસુ ૨૨ ડિગ્રી નોર્થ ત્યાથી પોરબંદર, વડોદરા, શિવપુરી અને રેવા સુધી છે.

ચોમાસુ માંગરોળ-ચોરવાડના દરિયાકાંઠે આવી ગયું : હજુ બે દિવસ આગળ ચાલશે ચોમાસાને વેગ આપતા બે પરિબળો સક્રિય : વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલનો નિર્દેશ…

ચોમાસાને આગળ ધપવા માટે અનુકુળ બે પરિબળો પણ સક્રિય છે. એક ઓફસોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી છે. એક અપરએર સાયકલોનીક સરકયુલેશન 3.૧ કિ.મી.ના લેવલે ઝારખંડ, દક્ષિણ પૂર્વે યુ.પી. અને ઓડીશાના આસપાસના વિસ્તારમાં છે. તેનો ટર્ફ મહારાષ્ટ્ર થઇને ઉતર પૂર્વ મધ્યપ્રદેશ સુધી ફંલાયેલો છે. જેને આનુસાંગિક સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે.

વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે તા. ૨૩ થી ૩૦ જૂન સુધીની આગાહી કરતાં જણાવ્યુ છે કે, સમગ્ર રાજ્યમાં ગાજવીજનો ચોમાસુ માહોલ છે જો કે સાર્વત્રિક વરસાદ નથી. દક્ષિણ ગુજરાતમાં હળવો – મધ્યમ – ભારે, અમુક દિવસે છૂટોછવાયો તો અમુક દિવસે સાર્વત્રિક વરસાદ પડશે.

વરસાદનું આગોતરૂ એંધાણ : અષાઢના આરંભ સાથે વરસાદી ગતિવિઘી વધશે, તા.૧ થી ૫ જુલાઈ દરમિયાન ચોમાસાના માહોલમાં સુધારો જોવા મળશે…

આગાહી મુજબ સમયની કુલ માત્રા ૫૦ થી ૭૫ મી.મી. મોટા વિસ્તારોમાં અતિ ભારે વરસાદવાળા સેન્ટરોમાં ૧૫૦ મી.મી. સુધીની શકયતા છે, સૌરાષ્ટ્ર માં ૫૦% અને મધ્ય ગુજરાતમાં આગાહીના સમયગાળા દરમિયાન છૂટોછવાયો, કુલ રપ થી ૫૦ મી.મી. સૂધી તેમજ એકલ – દોક્લ સેન્ટરોમાં ૭૫ મી.મી. થી વધુ વરસાદ પડશે.

હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલ આગળ વધુમાં કહે છે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો, હળવો મધ્યમ વરસશે જેની કુલ માત્રા રપ મી.મી., મધ્ય ગુજરાતને લાગુ ઉત્તર ગુજરાતમાં વરસાદની માત્રા થોડી વધુ જોવા મળશે. કચ્છમાં છૂટોછવાયો હળવો મધ્યમ વરસાદ પડશે, આગાહી ના સમયમાં કુલ માત્રા રપ મી.મી. સુધીની રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment