સીંગતેલના ભાવમાં ઉછાળો આવતા મગફળીના ભાવ માં તેજી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીની બજારમાં મજબૂતાઈ હતી. સીંગતેલ લુઝનાં ભાવમાં સોમવારે એક જ દિવસમાં રૂ.૨પનો ઉછાળો આવતાં મગફળીની બજારને પણ ટેકો મળ્યો હતો. આગામી દિવસોમાં સીંગતેલની બજારમાં સરેરાશ લેવાલી કેવી રહે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. વર્તમાન સંજોગોમાં બજારનો ટોન સરેરાશ મિશ્ર દેખાય રહ્યો છે.

માર્કેટયાર્ડ ડીસામાં ૪૮ હજાર ગુણીની આવક, અન્ય સેન્ટરમાં ઉનાળુ મગફળીની આવકો ઘટી…

રાજકોટ મગફળીના ભાવ :

રાજકોટ માર્કેટ યાર્ડ માં ૩૫૦૦ ગુણીની આવક થઈ હતી અને વેપારો પણ એટલા જ થયા હતાં. ભાવ ૨૪ નં. રોહીણી ૩૭ નંબરમાં ભાવ રૂ.૧૧૩૦થી ૧૨૪૦, ૩૯ નંબરમાં રૂ.૧૦૮૦થી ૧૧૫૦, જી-ર૦માં રૂ.૧૧૮૦થી ૧૩૪૫ અને બીટી ૩રમાં રૂ.૧૧૦૦થી ૧૨૬૦ના ભાવ હતાં. નવી મગફળીની ૧૫૦ બોરીની આવક હતી અને ભાવ રૂ.૧૧૦૦થી ૧૨૬૦નાં હતાં.

ગોંડલ મગફળીના ભાવ :

ગોંડલ યાર્ડ માં ઉનાળુની ૩૫૦૦ ગુણી સહીત કુલ ૧૦ હજાર ગુણીની આવક થઈ હતી. યુ.પી.ની મૈનપુરીની પાંચથી છ ગાડી એટલે કે આશરે ૧૫૦૦ ગુણીની આવક હતી અને તેનાં ભાવ રૂ.૧૧૯૦થી ૧રરપનાં હતાં. લોકલનીં ભાવ જી-ર૦માં રૂ.૧૧૦૦થી ૧૩૦૫, ૩૭ નંબરમાં રૂ.૧૧૫૦થી ૧૨૫૦, ૩૯ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૨૫૦ અને ર૪ નંબરમાં રૂ.૧૧૫૦થી ૧૨૫૦નાં ભાવ હતાં. ઉનાળુ મગફળીનાં ભાવ રૂ.૯૪૦ થી ૧૩૨પનાં હતાં.

હિંમતનગર મગફળીના ભાવ :

હિંમતનગર માર્કેટ યાર્ડ માં ૧૦૦૦ ગુણીની આવક સામે ભાવ રૂ.૧૨૩૦ થી ૧૫૯૦નાં ભાવ હતાં.

ડીસા મગફળીના ભાવ :

માર્કેટયાર્ડ ડીસા માં ૪૯ હજાર ગુણીની આવક થઈ હતી અને ભાવ ર્‌.૧૧૦૦થી ૧૩૪૫નાં રહ્યાં હતાં.

સીંગદાણાના ભાવ :

સીંગદાણાની બજારમાં ભાવ મજબૂત રહ્યાં હતાં. અષાઢ મહિનાનાં તહેવારોની માંગ નીકળે તેવી આશા છે, જોકે આજે બજારમાં સુષ્ક વેપારો હતા, પંરતુ મગફળીની બજારો વધી હોવાથી દાણામાં પાંખા વેપારો હોવા છત્તા ભાવ ટકી રહ્યાં હતાં. કોમર્શિયલનાં ભાવ રૂ.૯૫,૦૦૦ની સપાટી પર ટકેલા રહ્યાં હતાં. આગામી દિવસોમાં મગફળીમાં ભાવ વધશે તો દાણામાં સુધારો આવી શકે છે.

Web Stories

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment