તુવેર અને તુવેરદાળમાં નવી આવકો વધતા તુવેરના ભાવમાં સ્થિરતાનો માહોલ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

તુવેર અને તુવેરદાળમાં સતત તેજીએ આખરે ખમૈયા કર્યા છે. ક્ણાટક્ના ગુલબર્ગના મથકે નવી તુવેરની ર૦ થી રપ ગૂણીની આવકોનો પ્રારંભ થયો હતો. આથી મનોવૃત્તિ બદલાતા બજાર આ સપ્તાહમાં રૂ. ર૦૦ ઘટી આવી હતી. જોકે આવકો વધતાં હજી એક મહિનો થશે. લેવાલી મધ્યમ રહી હતી.

દેશી તુવેર ગુલબર્ગા, લાતુર અને જાલના દરેકના ભાવ ઘટીને પ્રતિ ક્વિન્ટલ રૂ. ૧ર,૦૦૦ થી ૧ર,ર૦૦ તેમ જ આયાતી તુવેર બ્માંના રૂ. ૧૧,૪૦૦ થી ૧૧,૬૦૦, આફ્રિકન તુવેરના રૂ.૯૨૦૦ થી ૯૪૦૦ હતા.

તુવેરદાળ લાતુરના ઘટીને રા.૧૬,૦૦૦ થી ૧૬,૨૦૦, મહારાષ્ટ્ર કોરીના રૂ.૧૫,૪૦૦ થી ૧૫,૬૦૦, જાલના પાણી ક્લરના રૂ. ૧૭,૦૦૦ થી ૧૭,૨૦૦, ગુજરાત પાણી કલરના રૂ. ૧૮,ર૦૦ થી ૧૮,૪૦૦, ગુજરાત કોરીના રૂ. ૧૬,૪૦૦ થી ૧૬,૬૦૦ના મથાળે હતા.

બ્રાન્ડેડ તુવેરદાળમાં ચિત્રલેખાના રૂ. ૧૬,૪૦૦ અને માધુરીના રૂ. ૧૬,૬૦૦ના મથાળે રહ્યા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment