ઘઉંમા વિક્રમના નવા વષમાં ધકજાર ઘટ્યા મથાળે ટકેલી રહી હતી. હાલ ઘરાકી ખપપૂરતી છે. નવી સિઝનમાં વાવેતર વધવાનો આશાવાદ સેવાઈ રહ્યો છે. મધ્યપ્રદેશ, રાજ સ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રમાં સવાર-સાંજે વાતાવરણમાં ઠંડક વર્તાય છે. ડંખની સમસ્યા ઓછી થશે.
બીજી તરફ હાલ વિધાનસભા ચૂંટણીઓના રણમેદાનમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ખેડૂતોને ઊંચા ભાવ આપવાની હોડ મચી છે. કોંગ્રેસે રૂ. ર૬૦૦માં ઘઉં અને ૩૦૦૦ રૂપિયામાં ડાંગર (ધાન)ના ભાવ આપવાની જાહેરાત કરી છે. જ્યારે ભાજપે ઘઉંના રૂ.ર૭૦૦ અને ડાંગરના રૂ. ૩૧૦૦ના ભાવ આપવાની ઘોષણા કરી છે. આથી ધૂમ મચી છે.
સરકાર જો ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ હાલના રૂ. ૨ર૭૫માં વધારો કરે તો આ વર્ષે વાવેતર પર સાનુકૂળ અસર થશે, કારણ કે હજી પણ ઉત્તરના રાજ્યોમાં વાવેતરને સમય છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, હિમાચલ, ઉત્તરાખડ, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં ખેડૂતો ઘઉના વાવેતર મણે ઉત્સાહિત હોવાના સમાચાર છે.
હવામાન સાનુકૂળ રહેશે અને ડિસેમ્બરમાં ઠંડી સારી પડી તો ઉતારા પણ સારા આવી શકે છે. ઘઉંના પાકને સારી ઠંડી જરૂરી છે. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, રશિયા, યુક્રેન, ફાન્સમાં સારી ઠંડીને કારણે જ ઉત્પાદન સારું થાય છે. એફસીઆઈ પાસે ઓછો સ્ટોક જોતાં ઉત્પાદન સારું થાય તો સરકારને રાહત થશે.
ઘઉં ના ભાવ: ઘટયા મથાળે ટકેલું માનસ, ઘરાકી ખપપૂરતી, વાવેતર વધવાનો સંભાવના…
દરમિયાન સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ખેડૂતો વાવેતર બાબત હજી ઉદાસીન જણાય છે, કારણ કે નોકરશાહીની કહેવાતી ઉદાસીનતાને કારણે ગુજરાતમાં ખરીદી કેન્દ્રો ખૂલતા નથી. ઉત્તરનાં રાજ્યોમાં વાવેતરમાં વિવિધતા આવે એવાં લશ્રણો છે. કેન્દ્ર સરકાર રાજ્યો સાથે સંકલન સાધીને ઉતાર વધુ આવે તેવા બિયારણનો ઉપયોગ કરવા કૅમ્પ ચાલુ કરે એવી વકી છે.
ફલોર મિલો દરેક ભાવમાં લેવાલ છે. સ્ટોકિસ્ટો પાસે હવે માલ નથી. સરકાર અને સમૃદ્ધ ખેડૂતો સિવાય માલ નથી તે મંડીઓમાંની આવક પરથી જણાય છે. દરમિયાન સરકાર તરફથી વધુ પાંચ વર્ષ મફત ઘઉં આપવાના નિર્ણયથી વેપારી સંગઠનો ખુશ જણાતા નથી. તે સરકાર સમક્ષ રજૂઆત કરશે.
હકીક્તમાં વેપારીઓની એવી માગણી છે કે ઘઉં-ચોખામાં મફત વિતરણમાં ભ્રસ્ટાચાર થતો હોવાથી ગરીબો અને જરૂરતમંદ લોકોના બૅન્ક ખાતાઓમાં સીધી રોકડ રકમ જમા થવી જોઈએ જે વધુ પારદર્શક પદ્ધતિ છે. પરિણામે ઘઉં-ચોખા જે સીધા બજારોમાં વેચાવા આવી જાય છે તેને અંકુશ લાગે.
નવી સિઝનમાં લોકસભાની ચૂંટણીઓ હોવાથી નવી સરકાર સ્થપાય ત્યાં સુધી વેપારીઓ સાવધાનીથી વેપાર કરશે. રજાઓ પૂરી થતાં બજારમાં મકકમ ઘરાકી જોવા મળશે.
આ સપ્તાહમાં મિલબર ઘઉંના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. ર૮૦૦ રહ્યા હતા. સૌરાષ્ટ્ર ટુકડી બેસ્ટના રૂ.૪૦૦૦થી ૪૨૦૦, સુપરના રૂદ ૪૫૦૦થી ૫૨૦૦ના મથાળે હતા.
ઉત્તર ગુજરાત લોક્વન અને ઉત્તર ગુજરાત ટુકડી દરેકના નીચામાં રૂ. ૩૦૦૦, મિડિયમના ર્।. ૩૩૦૦થી ૩૪૦૦ અને બેસ્ટના રૂપ ૩૫૦૦થી ૩૮૦૦ના મથાળે હતા.
મધ્યપ્રદેશ લોકવન અને મધ્યપ્રદેશ ટુકડી દરેક્ના એવરેજના રૂ।. ૩૧૦૦થી ૩૧૫૦, મિડિયમના ટા. ૩૫૦૦થી ૩૬૦૦, સુપરના ટૂ. ૩૬0૦ અને લક્ઝરી માલના
રૂ૫ ૪૦૦૦થી ૪ર૦૦ના મથાળે રહ્યા હતા.
મધ્યપ્રદેશના માલવરાજના રૂ.૩૦૫૦થી ૩૧૦૦ના મથાળે હતા, એમપી શરબતીના રૂ.૪૫૦૦થી ૫૦૦૦ અને શરબતી બરફના રૂ. ૬૦૦૦થી ૬૨૦૦ના મથાળે હતા.
રાજસ્થાન લોકવનના રૂ।.૩૩૦૦થી ૩૪૦૦ અને રાજસ્થાન ટુકડીના રૂ. ૩૨૫૦થી ૩૩૦૦ના મથાળે રહ્યા હતા.