નાસિકમાં કાંદા વેપારીઓની હડતાળ બાદ સરકાર નાસિકના ખેડૂતો પાસેથી બે લાખ ટન કાંદા ખરીદશે

WhatsApp Group Join Now

Telegram Group Join Now

કાંદાના ભાવ અને વેચાણના મુદે નાશિકમાં હડતાલ પર ઉતરેલા વેપારીઓના વિરોધ વચ્ચે કેન્દ્ર સરબારે નાફેડ અને એન.સી.સી.એક જેવી સરકારી એજન્સીઓ મારકતે નાસિક પચકમાંથી બે લાખ ટન કાંદા ખરીદીને બજારમાં વેચવાનો નિર્ણય કર્યો હોવાના સમાચાર આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી નાસિક વિસ્તારનાં કાંદાના વેપારીઓએ ૧૫ જેટલા હોલસેલ લિલામી કેન્દ્રો ખાતે કામકાજ અટકાવીને હડતાળ પાડી હતી.

દેશમાં વધતી મોંઘવારીને કાબૂમાં રાખવા માટે સરકારે કાંદાની નિકાસ ઉપર લગાડેલી ૪૦ ટકા નિકાસ ડ્યુટી હટાવવાની વેપારીઓની માંગણી છે પરંતુ સરકારે જણાવ્યું છે કે આમ જનતાનાં બજેટને ધ્યાનમાં રાખીને સરકાર બજારમાં કાંદાનુ વેચાણ કરીને પુરવઠો જાળવી રાખવા મક્કમ છે. વપારીઓની એક માગણી એ પણ હતી કે સરકારે ખેડૂતો પાસેથી સીધા કાંદા ખરીદવાને બદલે એજન્સીઓ દ્વારા વેપારીઓ મારફતે ખરીદવા જોઇએ.

ગત એક સપ્તાહથી કારોબાર બંધ હોવાથી ખેડૂતોની કમાણી બંધ થઇ જતા ખેડૂતોમાં નારાજગી છે. સામાપલ્ષે લ્િલામી બંધ થઈ જતા કાંદાનો પુરવઠો અટકી ગયો હોવાથી સ્થિતિ તંઞ છે. માથે ચૂંટણીઓ આવી સહી હોવાથી સરકાર ખેડૂતો અને ઉપભોક્તાઓ બમ ને ખુશ રાખવાનાં પ્રયાસ કરી રહી છે. મહારાષ્ટ્રનાં માર્કેટિંગ મંત્રી અબ્દુલ સત્તારે જણાવ્યું છે કે ૪૦ ટકા નિકાસ ડમુટી દુર કરવાની માગણી ઉપર સરકાર વિચાર કરી રહી છે. ત્યાં સુધી વેપારીઓ અને ખેડૂતોએ સરકારને સહયોગ આપવો જોઇએ.

બીજીતરફ અખબારી અહેવાલો એવા સંકેત આપ્યા છે કે કેન્દ્ર સરકાર નિકાસ ડ્યુટી ઘટાડવા કે દુર કસવા તૈયાર નથી. કારણ કે સરકારની દલીલ એવી છે કે દેશમાં રેશનની દુકાનો મારફતે કાંદાનું વેચાણ કરવાની કોઇ યોજના કે જોગવાઇ નથી.

તેથી અન્પ કોઇ વિકલપ્‌ દ્વારા કાંદાના ભાવને કાબૂમાં રાખવા મૃણેલ છે. બેશક રાજ્ય સરકારો કેન્દ્ર સરકારના બફર સ્ટોકમાંથી કાંદા ખરીદીને પોતાનાં રાજ્યોમાં પોતાના ભાવે વેચી શકે છે. પરંતુ જો આ વિકલ્પ અપનાવાય તો કાંદાનાં ભાવના ફરકનો બોજ રાજ્ય સરકારોને પણ ભોગવવો પડી શકે છે.

હાલમાં નાસિક, પિંપળગાવ, નિકાડ તથા આસપાસનાં ૧૫ જેટલા સ્થળોએ કામદાની નિલ્લામી અટકી હતી. વેપારીઓની એવી પણ માગ છે કે જ્યાં વેપારીઓ માલ વેચતા હોય ત્યાં સરકારી એજન્સીઓને કહા વેચવાની પરવાનગી ન હોવી જેઇએ. હાલમાં લાસલગાંવના વિંચુર માર્કેટ યાર્ડનાં વેપારીઓ કાંદાની લિલામી કરી રહ્યા છે.

કાંદા વેપારીઓએ હડતાળ પાછી ખેંચી

નાશિકમાં ભાવને અંકુશમાં લેવા સરકારે કાંદા ઉપર લાદેલા ૪૦ ટકા નિકાસ વેરા સામેના વિરોધમાં એશિયાના સૌથી મોટા કાંદા બજાર નાશિક એપીએમસીના વેપારીઓ ૨૦મી સપ્ટેમ્બરથી હડતાળ ઉપર હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે વિસ્તૃત વાતચીત બાદ સમસ્યાઓનો એક મહિનામાં ઉકેલ લાવવાની તેયાધારણા અપાતાં વેપારીઓએ પોતાની હડતાળ પાછી ખેંચીને મંડીમાં હરાજી કરી શરૂ કરી છે.

છેલ્લા ૧૩ દિવસની હડતાળમાં વિંચુર મડીને બાદ કરતાં નાશિકની લાસલગાંવ અને પિંપળગાંવ સહિત તમામ કાંદા બજારો બંધ હતી, નિફાડ મંડીમાં બીજી ઓક્ટોબરથી, જ્યારે લાસલગાંવ અને અન્ય મડીઓમાં ત્રીજી ઓક્ટોબરથી હરાજી શરૂ કરાઈ હતી.

નાસિક એપીએમસીમાં કાંદાની હરાજી શરૂ

કાંદાની નિકાસજકાત ૪૦ ટકા વધારવાના વિરોધમાં મહારાષ્ટ્ર-નાસિકના કાંદાના લિલામ કેન્દ્રોમાં ૧૩ દિવસથી ચાલતી હડતાળ સમેટાઈ ગઈ છે અને હરાજી ફરી શરૃ થઈ છે.

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના તમામ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપી.એમ.સી) માં ૧૩ દિવસ હડતાળ ચાલી હતી. લાસલગાંવ એપીએમસી જે એશિયાની સૌથી મોટી જથ્થાબંધ કાંદાની માર્કેટ છે ત્યાં મંગળવારે કાંદાનો માલ ધરાવતા ૫૪૫ વાહનોની આવક થઈ હતી. ખૂલતા સત્રમાં ક્વિન્ટલ દોઠ લઘુતમ ભાવ રૂ. ૧૦૦૦ જ્યારે મહત્તમ ભાવ રૂ. ર૫૪૧ થતાં સરેરાશ ભાવ રૂ. ર૧૦૦ નોંધાયા હતા.

જિલ્લાના પાલક પ્રધાન દાદા ભુસે સાથેની મીટિંગ બાદ આ હડતાળ શરતી પાછી ખેંચાઈ છે. વેપારીઓની માગણી અંગે એક સમિતિ નીમવામાં આવશે અને તે બાદ એક મહિનામાં જો સરકાર નિર્ણય નહીં લે તો વેપારીઓ પાછી હડતાળ પાડવાનો નિર્ણય લેશે, એમ નાસિક ડિસ્ટ્રીક્ટ ઓનિયન ટ્રેડર્સ એસોસિયેશનના પ્રમુખ ખંડુ દેવરેએ જણાવ્યું હતું. નંદગાવના વેપારીઓએ હજી હડતાળ પાછી ખેંચી નથી અને ત્યાં હરાજી હજી બંધ રહી છે.

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Leave a Comment