Gujarat Rain News: આ તારીખથી ગુજરાતમાંથી ચોમાસુ લેશે વિદાય

WhatsApp Group Join Now
Telegram Group Join Now

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે નોર્થ ગુજરાત, કચ્છ અને નોર્થ સૌરાષ્ટ્રમાંથી ચોમાસાઅ વિદાય લીધી છે. તે સિવાય દેશના અન્ય ભાગો જેમ કે ઉતરાખંડના થોડાભાગ પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ મધ્યપ્રદેશના થોડા વધુ ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે.

જયારે સમગ્ર રાજસ્થાનમાંથી ચોમાસાએ વિદાય લીધું છે. ચોમાસા વિદાય રેખા હાલ પોરબંદર, વડોદરા કે ઈન્દોર, પીલીભીત, મુક્તેશ્વર, ધર્મશાલા, ગુલમર્ગ થઈ કાશ્મીર સુધી જાય છે.

હાલમાં પવનો મુખ્યત્વે પશ્ચિમના રહેશે. વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવેલ કે હાલ વાતાવરણ મુખ્યત્વે તા.૩ થી ૯ ઓકટોબર સૌરાષ્ટ્ર-ગુજરાત, કચ્છમાં સુકુ રહેશે. જયારે દક્ષિણ ગુજરાતમાં આગાહીના એકાદ બે વસ છુટોછવાયો વરસશે.

અશોકભાઈ પટેલની આગાહી: બે – ત્રણ દિવસમાં આખા ગુજરાતમાંથી ચોમાસુ પાછુ ખેંચાશે: હવે તાપમાન નોર્મલથી ઉંચુ રહેશે…

આ ચોમાસુ રેખા પોરબંદર-વડોદરા-ઈન્દોર-પીલીભીત-ધર્મશાળા તથા ગુલમર્ગથી પસાર થાય છે. બે-ત્રણ દિવસમાં સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શકય છે. ચોમાસુ પાછુ ખેંચાવા માટેના સાનુકુળ પરિબળો છે. રાજયમાં મહતમ તાપમાન પણ નોર્મલ કરતા બે ડીગ્રી ઉંચુ રહ્યું છે. રાજકોટમાં 37 ડીગ્રીનું તાપમાન નોર્મલ કરતા બે ડીગ્રી ઉંચુ હતું તેવીજ રીતે અમદાવાદનું 36.4 ડીગ્રી તાપમાન પણ બે ડીગ્રી વધુ હતું.

સમગ્ર કચ્છ, ઉત્તર ગુજરાત, પશ્ચિમ-ઉત્તર સૌરાષ્ટ્ર (પોરબંદર થી ભાવનગર લાઈનની ઉત્તર તરફના વિસ્તારો) અને વડોદરાથી ઉત્તર તરફના મધ્ય પૂર્વે ગુજરાતના ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ હોવાની અધિકારીક જાહેરાત કરતું હવામાન વિભાગ…

જયારે તાપમાન નોર્મલથી એક- બે ડીગ્રી ઉચુ રહે છે. જે બે દિવસ તાપમાન નોમલથી ઉચુ રહેશે. હાલમાં નોમલ તાપમાન ૩૫ ડીગ્રી ગણાય.

તેઓએ તા.3 થી 9 ઓકટોબર સુધીની આગાહીમાં જણાવ્યું હતું કે, રાજયના મોટાભાગના વિસ્તારોમાં આ સમયગાળા દરમ્યાન વાતાવરણ સુકુ જ રહેવાની સંભાવના છે. જો કે, દક્ષિણ ગુજરાતમાં કયાંક-કયારેક છુટાછવાયા ઝાપટા પડવાની સંભાવના છે.

આગામી સીઝનમાં સીંગતેલના ભાવ ભડકે બળશે : મગફળીનું વાવેતર 86 ટકા : વરસાદ ખેંચતા ખરીફ પાક મગફળી, મગ, જુવાર, તલના વાવેતરમાં ઘટાડો…

દેશના કેટલાંક ભાગોમાં ચોમાસાનો વરસાદ નોર્મલ કરતા ઓછો થયો હોવા છતાં ગુજરાતમાં 104 ટકાથી વધુ થઈ ગયો છે. જો કે, કેટલાક જીલ્લામાં સરેરાશ કરતા ઓછુ જ પાણી વરસ્યુ હોવાનું ઉલ્લેખનીય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment