ઊંઝા બજારમાં જીરુ, વરિયાળી અને ઈસબગુલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતમાં થયેલા સારા વરસાદ, કોમોડિટીના ઊંચા ભાવ, ઘરાકીના અભાવને પગલે વિતેલા સપ્તાહમાં ગંજબજારમાં મોટા ભાગની કોમોડિટી ઘસારા તરફી રહી હતી. જીરું તથા વરિયાળીમાં ચાલુ વર્ષે જોવા મળેલી આગઝરતી તેજીને કારણે આગામી સિઝનમાં જીરું તથા વરિયાળીનું બમણું ઉત્પાદન થવાની શક્યતા છે.

ઊંઝા ગંજબજાર ખાતે જીરુંની આશરે ૧૦૦૦ થી ૧૨૦૦ બોરીની આવકો નોંધાઈ હતી. જ્યારે વેપાર ૩ થી ૪ હજાર બોરીના રહ્યા હતા. હલકા માલના રૂ. ૯૦૦૦ થી ૯૧૦૦, મીડિયમના ર્‌।. ૯૫૦૦ થી ૯૬૦૦ અને સારા માલના રૂ।. ૧૧,૦૦૦ થી ૧૧,૪૦૦ રહ્યા હતા. કચ્છના બોલ્ડ માલના રૂ।. ૧૧,૬૦૦ થી ૧૨,૪૦૦ સુધીના રહ્યા હતા.

જીરુંમાં કોઈ નિકાસ કામકાજ નહીં હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. સામાન્ય રીતે દિવાળી પહેલા ઘરાકી નીકળતી હોય છે તે છેલ્લા બે વર્ષથી જોવા મળતી નથી. ચાલુ વર્ષે બિયારણ માટે ખેડૂતોએ પોતાની પાસે જીરું રાખી મૂક્યું હોવાથી તેની પણ ઘરાકી દેખાતી નથી.

જીરુંનું વાવેતર નવરાત્રિથી શરૂ થશે ત્યારે ગુજરાત અને રાજસ્થાન બન્નેમાં સારું થવાની આશા છે. જીરાનો પાક બહાર આવતા ૯૦ દિવસનો સમય ગાળો લાગે છે. તેમાં પિયત પણ ઓછું જરૂર પડે છે. તો બીજી બાજુ વરિયાળી ઈસબગુલને ચાર મહિના લાગે છે.

વરિયાળીમાં ઘરાકીનો અભાવ રહ્યો હતો. વરિયાળીમાં ૮૦૦ બોરીના વેપાર થયા હતા. તેમાં હળવદ ક્વોલિટીના રૂ. ૩૫૦૦ થી ૪૦૦૦ અને સાબરકાંઠાના રૂ. ૪૦૦૦ થી ૪૫૦૦ રહ્યા હતા. જ્યાર આબુરોડના રૂ. ૫૦૦૦ થી ૬૫૦૦ રહ્યા હતા.

દિવાળી પહેલા મુખવાસની ઘરાકી નીકળવાની આશા સેવાય છે. વેપારીઓના અનુસાર વરિયાળીમાં રૂ. ૧૦૦ થી ૧૫૦ અને જીરુંમાં રૂ. ૧૦૦નો ઘટાડો થયો છે.

ઈસબગુલમાં ઊંચા ભાવને લીધે વેચવાલીનું માનસ છે. તેમાં રાજસ્થાનથી ૧૫૦૦ થી ર૦૦૦ બોરીની આવક થાય છે. ઈસબગુલનું વાવેતર નવેમ્બરમાં થશે અને ફેબ્રુઆરીમાં ઉતારા લેવાશે અને માર્ચમાં માલ બજારમાં આવશે. તેમાં ૩થી ૪ હજાર બોરીના વેપાર રહ્યા હતા.

ઈસબગુલના જનરલ ભાવ રૂ. ૪૫૦૦ થી ૫૨૦૦ સુધીના રહ્યા હતા. તેમાં પણ રૂ. ૧૦૦થી ઉપરનો ઘટાડો થયો છે. ઈસબગૂલમાં ફોરેન કંપનીઓની ઘરાકી નથી.

તલમાં ૭૦૦ થી ૮૦૦ના વેપાર સામે ધુઆંબરના રૂ. ૩૦૦૦ થી ૩૧૦૦ અને કરિયાણાબરના રૂ।. ૩ર૦૦ બોલાયા હતા. ચોમાસું તલની નવરાત્રિમાં શરૂ થશે. મહિના સુધી તેની આવકો રહેવાની ધારણા છે.

સૂત્રોના અનુસાર એરંડામાં પાણી ભરાતા અનેક ખેડૂતોને ભારે નુક્સાન થયુ છે. ત્યારે આગામી વર્ષે અન્ય કોમોડિટીના ભાવ ઊંચા હોવાના કારણે રાયડાનું વાવેતર ઘટવાની ધારણા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment