Gujarat weather news : આ તારીખ સુધી સૂકું હવામાન રહેશે અશોકભાઇ પટેલ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આગામી સપ્‍તાહમાં રાજયમાં વાતાવરણમાં કોઈ ફેરફાર નથી. સૂકુ વાતાવરણ રહેશે. તાપમાન ૩૫, ૩૬ ડિગ્રી આસપાસ રહેશે. ગૂજરાતનાં જાણિતા વેધર એનાલિસ્ટ અશોકભાઇ પટેલ કહે છે કે ૧૯, ઓક્ટો.નાં રોજ સમગ્ર દેશમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ વિદાય લીધી છે. ગઈકાલે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં એક લો પ્રેસર હતું. એ ડિપ્રેશન સિસ્ટમ હાલ ભારતથી દૂર છે.

ગઈકાલે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં એક લો પ્રેસર હતું. એ ડિપ્રેશન સિસ્ટમ હાલ ભારતથી દૂર છે. બંગાળની ખાડીમાં પણ એપરએર સાયક્લોનીક સરક્યુલેશન હતું. આ બંને સિસ્ટમ ગુજરાતથી દૂર હોવાથી અસરકતાં રહેશે નહીં. તા.૨૦ થી ૨૭, ઓક્ટોમ્બરનાં સપ્તાહ દરમિયાન હવામાન સૂકું રહેશે.

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું કે ગઈકાલે સમગ્ર દેશમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ વિદાય લીધી છે. ગઈકાલે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર હતું. તે મુખ્યત્વે પશ્ચિમ તરફ ગતિ કરી ગઈકાલે વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયુ હતું જે આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયુ છે.

આવતા ૨૪ કલાકમાં આ ડિપ્રેશન મજબૂત બની વાવાઝોડામાં પરિવર્તિત થશે અને મુખ્યત્વે પજમિ ઉત્તર પ*મિ (દક્ષિણ ઓમાન) તરફ ગતિ કરશે. આવતા દિવસોમાં હજુ આ સિસ્ટમ્સ વધુ મજબૂત બનવાની શકયતા છે.

દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં એક અપરએર સાયકલોનીક સરકયુલેશન હતુ તે લો પ્રેશરમાં પરિવર્તિત થયુ છે. આ લો પ્રેશર દક્ષિણ પ”મિ બંગાળની ખાડી ઉપર હાલ છે. આ સિસ્ટમ્સ પણ આવતા દિવસોમાં હજુ વધુ મજબૂત બનશે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૨૦ થી ર૭ ઓકટોબર સુધીની આગાહી કરતા જણાવેલ કે આગાહી સમયમાં મુખ્યત્વે સૂઝકુ વાતાવરણ રહેશે. સૂર્યપ્રકાશ અને કયારેક વાદળો છવાશે મહત્તમ તાપમાન નોર્મલ ૩૫/૩૬ કે તેનાથી થોડું ઉંચુ રહેશે.

એકાદ દિવસ તાપમાન નોર્મલથી થોડુ નીચુ રહેશે. પવન મુખ્યત્વે નોર્થ વેસ્ટ, નોર્થ, નોર્થ ઈસ્ટના રહેશે. અરબી સમુદ્રમાં ઉદ્દભવેલ ડિપ્રેશન સિસ્ટમ્સ હાલ ભારતથી દૂર છે અને હજુ વધુ દૂર જાય છે એટલે આ સિસ્ટમ્સ ગુજરાતને અસરકર્તા નથી તેમ છતાં ફોરકાસ્ટ વેબની રેગ્યુલર અપડેટ થયા રાખશે. વાવાઝોડા જેવી મજબૂત સિસ્ટમ્સ હોય હવામાન ખાતાની સુચનાને અનુસરવુ.

અશોકભાઇ પાછલા વર્ષોનાં ઠંડીની ઝલકનાં ડેટા ફંફોળીને કહે છે કે નવેમ્બરનાં પ્રારંભથી તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. એ મુજબ કહીએ તો નવેમ્બરનાં બીજા સપ્તાહથી તાપમાનનો પારો ૩૦ ડીગ્રીથી નીચે ગયા પછી મસાલા પાકનાં સારા ઉગાવા માટે જીરૂ કે ધાણા વાવેતરનો યોગ્ય સમય ગણાશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment