Gujarat Weather Today : ગુજરાત વિસ્તારમાં ભારે અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા મધ્યમ વરસાદ ની સંભાવના

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઉત્તર ગુજરાત લાગુ રાજસ્થાનના વિસ્તાર ઉપર સક્રિય સિસ્ટમની અસરથી આજે પણ ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, ભરૃચ, નવસારી, તાપી અને નર્મદા જિલ્લામાં ઘણા સ્થળોએ હળવા ભારે ઝાપટા તો કેટલાક સ્થળોએ હળવો મધ્યમ અને એકાદ બે સ્થળે ભારે વરસાદ પડી શકે.

ગુજરાતમાં વરસાદ ના સમાચાર :

મધ્યપ્રદેશ સરહદ લાગુ રાજ્યના જિલ્લાઓ પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર અને દાહોદ જિલ્લા તથા તેને લાગુ વિસ્તારોમાં ઘણા સ્થળે હળવા ભારે ઝાપટા તો કેટલાક સ્થળે મધ્યમ થી ભારે વરસાદ પડવાની શકયતા.

ગુજરાતમાં વરસાદ ની આગાહી :

ગુજરાતમાં વડોદરા, અમદાવાદ ,આણંદ, ખેડા જિલ્લા તથા ઉત્તર પૂર્વ ગુજરાત ના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાં ઘણા સ્થળે હળવા ભારે ઝાપટા તથા અમુક સ્થળે મધ્યમ થી ભારે વરસાદની શક્યતા. બનાસકાંઠા, પાટણ અને આસપાસના વિસ્તારમાં ઘણા સ્થળે હળવા ભારે ઝાપટા તો કેટલાક સ્થળે ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ તથા અમુક સ્થળે ભારે વરસાદની સંભાવના.

સૌરાષ્ટ્ર વરસાદ ના સમાચાર :

સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ તથા ગિરસોમનાથ જિલ્લામાં ઘણા સ્થળોએ હળવા ભારે ઝાપટા તથા કેટલાક સ્થળોએ હળવો મધ્યમ અને એકાદ બે સ્થળે ભારે વરસાદ પડવાની સંભાવના. રાજકોટ, પોરબંદર, જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘણા સ્થળોએ હળવા ભારે ઝાપટા અને અમુક સ્થળે હળવા મધ્યમ વરસાદની સંભાવના.

કચ્છ વરસાદ ના સમાચાર :

કચ્છમાં ઘણા સ્થળે ઝાપટા અને અમુક હળવો મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment