ગુજરાતમાં એરંડા નો સ્ટોક ઘટતા દિવાળી પછી એરંડા ના ભાવમાં આવશે જોરદાર ઉછાળો

એરંડાના ભાવ અત્યારે મણના ૧૨૦૦ રૂપિયાને પાર કરી ગયા છે. એરંડાનો વાવેતરનો સમય હજુ બાકી હોઇ આ ભાવે એરંડાનું વાવેતર ગયા વર્ષ કરતાં વધશે તે નક્કી છે પણ વાવેતર કદાચ ગમે તેટલું થાય પણ નવા એરંડા બજારમાં ફેબ્રુઆરી-માર્ચ પહેલા આવવાના નથી.

ગુજરાતમાં એરંડા નો સ્ટોક :

જૂના એરંડાનો સ્ટોક અત્યારે સાવ તળિયાઝાટક છે. આ વર્ષે એરંડાના ભાવ સતત વધતાં રહ્યા હોઇ મોટાભાગના ખેડૂતોએ એરંડા વેચી નાખ્યા છે હવે ગણ્યાગાંઠયા શક્તિશાળી ખેડૂતો પાસે એરંડા બચ્યા છે આ ખેડૂતો પણ વધતાં ભાવે ધીમે ધીમે વેચીને હળવા થતાં રહેશે આથી દિવાળી પછી બજારમાં એરંડા મળવા એકદમ મુશ્કેલ બનશે.

એરંડા ના બજાર સમાચાર :

એરેડાનું તેલ દિવેલ ની નિકાસ ગયા વર્ષે ચીનમાં ઢગલામોઢે થઇ હતી અને આ વર્ષે પણ અત્યાર સુધી ઢગલામોઢે થઈ છે. ચીન ઉપરાંત જે દેશો ભારતથી દિવેલ ખરીદે છે તેઓને કોરોનાની ત્રીજી લહેરની મોટી બીક છે આથી તેઓ અત્યારે દિવેલ ખરીદવા માટે ઉતાવળા બન્યા છે પણ ભાવ વધી રહ્યા હોઇ તેઓ દિવેલ ખરીદવા માટે ભાવ ઘટવાની રાહ જુએ છે જો ભાવ ઘટશે તો તેઓ દિવેલ મોટેપાયે ખરીદશે પણ તેઓની ધારણા પ્રમાણે ભાવ નહીં ઘટે તો તેઓને ફરજિયાત ઊંચા ભાવે દિવેલ ખરીદવા એક-બે મહિના પછી આવવું પડશે.

એરંડા નો આજનો ભાવ :

વચ્ચે થોડો સમય વિદેશી ખરીદારો દિવેલ નહીં ખરીદે તો એરંડાના ભાવ થોડા ઘટી શકે છે અને એરંડાનું વાવેતર વધ્યાના રિપોર્ટ તેમજ આંધ્રપ્રદેશ-તેલંગાનામાં નવા એરંડાની આવક થશે ત્યારે અહીં એરડાના ભાવ ઘટી શકે છે પણ ત્યારબાદ એરંડાના ભાવ ફરી વધશે આથી જ દિવાળી સુધી જે ખેડૂતો એરંડા સાચવશે તેને એરંડાના ભાવ મણના ૧૩૦૦ રૂપિયા, ૧૪૦૦ રૂપિયા કે ૧૫૦૦ રૂપિયા પણ મળી શકે છે.

કયારે વેચવા એરંડા :

જેમ કપાસના ખેડૂતોને છેલ્લે છેલ્લે ૧૭૦૦ રૂપિયા મળ્યા તે જ રીતે એરંડામાં પણ દિવાળી પછી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બહુ જ સારા ભાવ મળવાની ધારણા છે. આથી ખેડૂતો એરંડાની રોજિદી આવક, દિવેલની નિકાસની પ્રગતિ અને વાવેતરના આંકડા પર ખાસ નજર રાખે જેથી એરડાના વધુ સારા ભાવ મેળવી શકે.

Leave a Comment