Ashok Patel Weather : ૧૭મી સુધી ગુજરાત ભરમાં વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ જોવા મળશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં સચરાચર વરસાદ ખાબકયો છે. ત્યારે વેધર એનાલીસ્ટ શ્રીઅશોકભાઇ પટેલે આગામી ૧૭મી સપ્ટેમ્બર સુધી સમગ્ર રાજયમાં મેઘરાજાનો સાર્વત્રીક રાઉન્ડ ચાલુ રહેશે તેમ જણાવ્યુ છે.

Ashok Patel Weather rain in gujarat till 17th September acorrding to ashok patel ni agahi 2021
Ashok Patel Weather rain in gujarat till 17th September acorrding to ashok patel ni agahi 2021

ગુજરાત હવામાન સમાચાર :

ગુજરાત વેધર અશોક પટેલે જણાવ્યું કે ગત તા.૬ સપ્ટેમ્બરના રોજ આપવામાં આવેલી આગાહી મુજબ તા.૭ થી ૧૩ સપ્ટેમ્બર સુરી સૌરાષ્ટ્ર – કચ્છ ગુજરાતમાં ૫૦ થી ૧૦૦ મીમી અને તીવ્ર વરસાદવાળા સેન્ટરોમાં ૨૦૦ મીમીથી વધુ વરસાદ પડશે તેમ જણાવેલ પરંતુ આ વરસાદ તેનાથી પણ વધુ વરસી ગયો કહેવાય.

હવામાન વરસાદની સિસ્ટમ :

બંગાળની ખાડીમાં બે દિવસ પહેલા લો પ્રેસર થયુ હતુ જે ડિપ્રેશન બાદ ડિપડિપ્રેશનમાં પરીવતીત થયુ હતુ. આજે સવારે નોર્થ- ઓડીશા ઉપર હતુ આ સીસ્ટમ્સ મધ્યપ્રદેશ તરફ ગાતિ કરે છે એટલે નોર્થ છત્તીસગઢ ઉપર ૪૮ કલાક રહેશે.

આવતા શુક્રવાર સુધી ર ઇંચથી માંડી ૮ ઇંચને પણ વટાવી જાયઃ જે વિસ્તારોમાં વરસાદની ઘટ છે ત્યાં પણ આ રાઉન્ડમાં પુરી થઇ જશે: ગુજરાત વેધર અશોકભાઇ પટેલની આગાહી…

ગુજરાતમાં ચોમાસા ની સિસ્ટમ :

આ સિસ્ટમ્સ ૨૪ કલાકમાં નબળી પડી ડિપ્રેશનમાં પરીવર્તીત થઇ જશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ જે લોપ્રેસર હતુ જે હાલ નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને લાગુ દક્ષિણ ગુજરાત ઉપર છે. તેના અનુસંગીક અપરએર સાયકલાનીક સરક્યુલેશન ૫.૮ કિલોમીટરના લેવલ હવી છે. વધતી ઉંચાઇએ તેનુ સેન્ટર દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકે છે. ચોમાસુ ધરી પિઢા૪, લોપ્રેસરનુ સેન્ટર અને ત્યાંથી ખડવા, રાયતુર, સમલપુર અન ત્યાંથી નોર્થ ઓડીસ્સાના ડિપડિપ્રેશન સુધી ફેલાયેલ છે. તે સિવાય ગુજરાત પરના લો-અનુસંગીક અપરએર સાયકલોનીક સરકયુલેશન તેમજ ડિપડિપ્રેશનના અપરએર સાયકલોનીક સરકયુલેશન સુધી એક ટ્રફ ૧.૫ કિલોમીટરથી ૫.૮ 1કેલોમીટરના લેવલમાં છે.

અશોક પટેલ ની આગાહી :

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા.૧૩ થી ૧૭ સપ્ટેમ્બર સુધીની આગાહી કરતાં જણાવ્યુ છે કે આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં મોટા વિસ્તારમાં વરસાદનો સાર્વત્રીક રાઉન્ડ આવશે. આ રાઉન્ડમાં જે વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળે છે તે પણ પુરાઇ જશે. આગાહીના સમયગાળા દરમિયાન ૫૦ મીમીથી ૧૦૦મીમી તેમજ અતિભારે વરસાદ વાળા સેન્ટરોમાં ૨૦૦ મીમીને પણ વટાવી જશે.

અતિભારે વરસાદ પડયો હોય અને હજુ વધુ વરસાદ પડવાનો હોય હવામાન ખાતાની સુચનાને અનુસરવું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment