ગુજરાતમાં મગફળી ના ભાવ સ્થિર, મગફળી ઉત્પાદક વિસ્તારોમાં વરસાદ રહી જત્તા પાકને મોટો ફાયદો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીની બજારમાં ભાવ સરેરાશ ટકેલા રહ્યાં હતાં. ગણેશ ચતુથીને કારણે કેટલાક યાર્ડો બંધ રહ્યા હતાં, પરંતુ રાજકોટ-ગોંડલ આજે ચાલુ હતું. શનિવારે ગોંડલ યાર્ડ બંધ રહેવાનું છે. મગફળીની આવકો બંને યાર્ડમાં હજી ખાસ કંઈ થતી નથી.

agri commodity market of Peanut price stable agriculture in gujarat groundnut farming areas benefit crops due to rainfall
agri commodity market of Peanut price stable agriculture in gujarat groundnut farming areas benefit crops due to rainfall

ગુજરાતમાં મગફળીની બજાર :

વેપારીઓ કહે છે કે સરેરાશ મગફળીની બજારમાં હાલનાં તબક્કે વેચવાલી પણ નથી અને લેવાલી પણ ઓછી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં સરેરાશ વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. હાલ છૂટક આવકોથી મગફળીની બજારમાં કોઈ મુવમેન્ટ જોવા મળતી નથી.

ગોંડલ મગફળીના ભાવ :

ગોંડલમાં મગફળીનાં કુલ ૧૫૦૦ ગુણીનાં વેપાર હતા. જેમાં નવી મગફળી ૮૦૦ ગુણી જેવી આવી હતી. નવી મગફળીનાં ભાવ રૂ.૯૦૦થી ૧૪૦૦ વચ્ચે ક્વોટ થયાં હતાં. જૂની મગફળીમાં જી-ર૦માં રૂ.૧૩૦૦થી ૧૩૫૦ સારી ક્વોલિટીનાં હતાં. જ્યારે નબળી રૂ.૮૦૦થી ૧૦૦૦ વચ્ચે બોલાતી હતી.

રાજકોટ મગફળી ના ભાવ :

રાજકોટમાં મગફળીની કુલ ૧૨૦૦ ગુણીની આવક હતી. ર૪ નંબર રોહીણીમાં રૂ.૧૨૦૦થી ૧૨૫૦નાં ભાવ હતાં. જી-૨૦નાં ભાવ રૂ.૧૨૦૦થી૧૪૦૦ વચ્ચે હતાં.

ગુજરાતમાં મગફળીના ભાવ :

નવી મગફળીમાં રોહીણીની ૭૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૩૦૦થી ૧૩૨૦નાં હતાં. ર૪ નંબરની ૧૨૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૬૬નાં હતાં. જ્યારે ૩૭ નંબરમાં ૧૫૦ ગુણીની આવક સામે ભાવ રૂ.૮૧૫થી ૧૦૧૫નાં હતાં. ૩૯ નંબરમાં ૧૫૦ ગુણીની આવક સામે ભાવ રૂ.૧૦૧૭નાં હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment