ગુજરાતમાં ઘઉંના ભાવ સ્થિર, હવે ભાવ વધારાને બ્રેક લાગે તેવી સંભાવનાં

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઘઉં બજારમાં ભાવ છેલ્લા ઘણા સમયથી એકધારા વધી રહ્યાં હતાં. ઘરઆંગણે ઘઉંની વેચવાલીનો અભાવ અને વૈશ્વિક બજારમાં સરેરાશ મજબૂતાઈ હોવાથી ઘઉંની બજારમાં હાલનાં તબક્કે ભાવ વધ્યાં હતાં, પંરતુ હવે ભાવ વધુ વધતા અટકી શકે છે.

commodity market of wheat price stable agriculture in Gujarat, now wheat market price hike is break
commodity market of wheat price stable agriculture in Gujarat, now wheat market price hike is break

વૈશ્વિક ઘઉંની બજાર

ઘઉંમાં તેજી અટકવાનાં બે કારણો દેખાય રહ્યા છે. વૈશ્વિક ઘઉનાં ભાવમાં હવે મોટી તેજી નહીં થાય અને ભાવ સ્થિર થવા માટે મથી રહ્યાં છે. બીજી તરફ દેશમાં સરકારી એજન્સી ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા-એફસીઆઈ દ્વારા દર સપ્તાહે સારી માત્રામાં ટેન્ડર આવી રહ્યાં છે અને તેમાં પણ ખરીદી સારી હોવાથી બજારમાં મિલોને પૂરતો માલ મળી રહે છે.

કેવી રહેશે ઘઉંની માર્કેટ

એફસીઆઈનાં ટેન્ડરમાં હજી મલ્ટીનેશનલ કંપનીઓની ઊંચા ભાવથી લેવાલી હોવાથી નાની મિલો કે ટ્રેડરોને પોતાનાં ભાવથી માલ મળતો નથી, પંરતુ સરકાર પાસે પુષ્કળ માલ હોવાથી વેચવાલી ચાલુ રહેશે. પરિણામે ઘઉંની બજારમાં તેજી થાય તેવા કોઈ સંજોગો દેખાતા નથી.

ગુજરાતમાં ઘઉંના ભાવ

ઘઉંના ભાવ ગુજરાતનાં તમામ પીઠાઓમાં ઘટી ગયાં છે. ભાવ મિલોબર ક્વોલિટીનાં રૂ.૩૮૦ થી ૪૦૦ અને સારી ક્વોલિટીનાં ભાવ રૂ.૪૫૦ સુધી બોલાય છે. બહુ સુપર ક્વોલિટીનાં ઘઉં આવ્યાં હોય તો તેમાં રૂ.૫૦૦ સુધીનાં ભાવ પણ એકલ-દોકલ વકલમાં બોલાય રહ્યાં છે.

ગુજરાતમાં ઘઉં ની બજાર

બજારનો ટ્રેન્ડ હાલનાં તબક્કે નરમ અથવા તો સ્થિર રહે તેવી ધારણા છે. ઘઉંની બજારમાં હવે દિવાળી સમયે પણ એક તેજી આવી શકે છે, પંરતુ એ પહેલા ઘટાડો આવે છે કે ભાવ સ્થિર રહે છે તેનાં ઉપર મોટો આધાર રહેલો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close