Gujarat Rain ashok patel weather forecast: સૌરાષ્ટ્ર – કચ્છ મા વરસાદ વિરામ લેશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં બે સપ્તાહથી સતત ધમરોળી રહેલા મેઘરાજા હવે ધીમા પડશે, અમુક દિવસે માત્ર ઝાપટા-હળવો વરસાદ થશે, હવે ભારે વરસાદની શકયતા નહિવટ. ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો હિમાલયની તળેટીમાં આગામી દિવસોમાં સરકી જશે એવી આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલ વાતચીતમાં જણાવ્યું કે પખવાડીયા પુર્વે વરસાદની 50 ટકા ઘટ હતી તેના બદલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧ થી ૧૫ જુલાઈ સુધી સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં સરેરાશ કરતા 118 ટકા વધુ વરસાદ થઈ ગયો છે. કચ્છની ગણતરી કરવામાં આવે તો 15 જુલાઈ સુધીમાં એવરેજ કરતા ૨૭૭% વધુ વરસાદ થયો છે.


ગુજરાત રિજિયનમાં સરેરાશ કરતા ૬૪% વધુ વરસાદ પડ્યો છે, સમગ્ર રાજયમાં રેલમછેલ અને સરેરાશથી વધુ વરસાદ છતાં ગાંધીનગર તથા દાહોદ જીલ્લામાં વરસાદની અનુક્રમે ૩૨% તથા ૨૭% વરસાદની ઘટ્ટ જોવા મળી છે.

ચોમાસુ વરસાદી સીસ્ટમની વાત કરતા જણાવે છે કે અરબી સમુદ્રમાં સૌરાષ્ટ્રના પશ્ચિમ દરિયાકિનારા નજીક વેલમાર્ક લો-પ્રેસર હતુ. તે મજબૂત બનીને ડિપ્રેસનમાં પરિવર્તિત થઈ છે. જેનું લોકેશન પોરબંદરથી ૭૦કી.મી. છે. હવામાન ખાતાના રીપોર્ટ પ્રમાણે આવતા દિવસોમાં ઉતર-ઉતર પશ્ચિમ તરફ ગતિ કરશે, ટૂંકમાં સૌરાષ્ટ્ર – ગુજરાતથી દુર થશે.

લો-પ્રેસર નોર્થ ઓડીશા અને પશ્ચિમ બગાળના દરિયા કિનારા નજીક બંગાળની ખાડીમાં લો પ્રેશર છે. તેને સંલગ્ન અપર એર સાયકલોનીક સરકયુલેશન ૫.૮ કિલોમીટરની ઉંચાઈએ છે. જે અરબી સમુદ્રમાં ડિપ્રેશન છે ત્યાંથી શરૂ થઈ ભાવનગર, ઈન્દોર, જબલપુર, જારસુગુડા અને ત્યાંથી બંગાળની ખાડી સુધી જાય છેં.


ચોમાસુધરીનો પશ્ચિમ છેડો હાલ સૌરાષ્ટ્રમાંથી પસાર થાય છે, એક ઓફશોર ટ્રફ ગુજરાતથી મહારાષ્ટ્રના દરિયાકિનારા સુધી છવાયો છે. 18 જુલાઈના ચોમાસુધરી અને ત્યારેબાદ હિમાલયન ક્ષેત્ર તરફ સરકી જશે.

વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે તા.16 થી 22 જુલાઈની આગાહી કરતા તેઓએ કહ્યું કે સૌરાષ્ટ્ર-કચ્છમાં આગાહીના સમય દરમિયાન અમુક દિવસે છૂટો છવાયો હળવો વરસાદ પડશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે ભારે વરસાદમાંથી રાહત મળવાની શકયતા છે.


સૌરાષ્ટ – ક્ચ્છ સરખામણીએ ઉત્તર ગુજરાત અનં મધ્ય ગુજરાતમાં આગાહીના સમય દરમિયાન વરસાદની કુલ માત્રા ૨૦ થી ૪૦ મી.મી.ની રહેશે. આગળ અશોકભાઈ પટેલ કહે છે કે ચોમાસા વરસાદ સીસ્ટમ વિશે હવામાત વિભાગની સૂચનાને અનુસરવું. source: Weather Gujarat Ashok Patel

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment