ધાણા ના ભાવ : ગુજરાતમાં ધાણાનું જંગી ઉત્પાદન હોવા છતાં ખેડૂતોને સારા ધાણાના ભાવ મળશે

ધાણામાં આ વર્ષે ગુજરાતમાં જંગી ઉત્પાદન થયું હોવા છતાં પણ ખેડૂતોને ધાણાના બહુ જ સારા ભાવ મળ્યા છે પણ છેલ્લા એકાદ મહિના દરમિયાન રશિયાના આયાતી ધાણાના વેપાર ઘણા જ થતાં ભાવ ઘટી રહ્યા છે.

હજુ પણ બે થી ત્રણ સપ્તાહ ધાણાના ભાવ થોડા ઘટી શકે છે પણ ત્યારબાદ ધાણામાં મોટી તેજી થવાના ચાન્સીસ છે કારણ કે આ વર્ષે ધાણાનો પાક ઓછો થયો છે તેમજ શરૂઆતથી ઊંચા ભાવ બોલાતા હોઇ ધાણાનો ઘણો ખરો પાક બજારમાં આવી ચૂક્યો છે.


ગુજરાતમાં ધાણાનું ૪૫ લાખ ગુણી ઉત્પાદન થવાનો અંદાજ હતો તેમાંથી ૩૫ લાખ ગુણી ધાણા આવી ગયા છે. ધાણાની નવી સીઝન છેક માર્ચમાં શરૂ થવાની છે ત્યારે માત્ર ૧૦ લાખ ગુણીમાંથી હજુ પાકા આઠ મહિના કાઢવાના બાકી છે.

આ જ રીતે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ધાણાના ઘણો ખરો પાક બજારમાં નીકળી ગયો છે. ધાણાના ખેડૂતોને મણના ૨૩૦૦ થી ૨૫૦૦ રૂપિયા મળતાં હોવા છતાં ધાણાના ભાવ આ વર્ષે વધીને મણના ૩૦૦૦ થાય તેવી પૂરેપૂરી શકયતા છે પણ ખેડૂતોએ દિવાળીના તહેવારો સુધી રાહ જોવી જોઇએ.


દિવાળી ધાણાના સારા ભાવ મળે ત્યારે ખેડૂતો વેચશે તો વધુ કમાણી થશે તેવું અત્યારે લાગી રહ્યું છે.

Leave a Comment