- 2024-2025 ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર મગ, અડદ, તલ, મગફળી અને કપાસની ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ
- 2022-23 ટેકાના ભાવ ખરીદી તારીખ રજીસ્ટ્રેશન
- સરકારે રવિ પાકોમાં વધારો કરાયો, ઘઉં, ચણા, જવ, મસૂર ટેકાના ભાવ ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ
ગુજરાતના મગફળીના ખેડૂત માટે ટેકાના ભાવ રજીસ્ટ્રેશન ખુશ ખબર અને મગફળી ટેકાના ભાવ માટેનું રજીસ્ટ્રેશન તથા ખરીદી અને મહત્વની માહિતી જાણવા માટે અમારે સાથે જોડાયેલા રહો.
gujarat groundnut farmer for tekana bhave or minimum support price magafali registration and date |
મુખ્ય મુદ્દાઓ
MSP (ટેકાના ભાવ) એટલે શું?
MSP (ટેકાના ભાવ) એટલે Minimum support price અથવા લઘુતમ ટેકાના ભાવ કહેવામાં આવે છે. આ ભાવ CACP દ્વારા જયારે પાક નું વાવેતર થવાનું હોય એની પહેલા જ નક્કી કરવામાં આવે છે, ત્યાર બાદ સરકાર તરફથી એક Minimum support price અથવા લઘુતમ ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે, જે ખેડૂતમિત્રોને માર્કેટ યાર્ડ દ્વારા આપવામાં આવે છે, તો ખેડૂતમિત્રોને ફાયદાની વાત કરીએ તો સરકાર દ્વારા નક્કી કરેલા ભાવ થી નીચા ભાવે ખરીદી નો થાય અને ખેડૂત મિત્રોને પાકનો અનુકૂળ ભાવ મળી રહે.
કયારે થશે મગફળી ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન
આગામી તારીખ: 25 સપ્ટેમ્બર થી 16 ઓક્ટોબર 2023 એટલે 22 દિવસ સુધીમાં સરકાર દ્વારા Minimum support price અથવા લઘુતમ ટેકાના ભાવ માટેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. જેમાં ખેડૂતમિત્રોને મગફળી ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન માટે કેટલા દસ્તાવેજ જરૂરી એની માહિતી આપવામાં આવી છે. તથા સરકાર દ્વારા કેટલા પ્રમાણ માં ખરીદી કરવી એની માહિતી આપવામાં આવશે.
ટેકાના મગફળી ભાવ માટે રજીસ્ટ્રેશન
સરકાર દ્વારા ખરીફ સીઝન 2023 માં ખેડૂતમિત્રો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ગુજરાત સરકારની આ એજન્સી તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ની નિમણુંક કરવામાં આવેલ છે.
સરકાર શ્રીએ જણાવેલ વાવેતર તથા ઉત્પાદનના આધારે સમગ્ર રાજ્યમાં તમામ APMC (માર્કેટયાર્ડ) ખરીદી કેન્દ્ર ખાતે મગફળી ખરીદી કરવાની થાય છે. જરૂર જણાએ જે તે APMC (માર્કેટયાર્ડ) ખાતે એક કરતા વધુ કેન્દ્ર ઉભા કરવાના રહેશે.
મગફળીના ટેકાના ભાવ
ગુજરાત મગફળીના ટેકાના ભાવ રૂ. 1275 પ્રતિ 20 કિ.ગ્રા. ભાવ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. અને મગફળીની ટેકાના ભાવે ખરીદી 21 ઓક્ટોબર 2023 ના ખરીદી શરૂ કરવામાં આવશે.
કેવી રીતે સરકાર મગફળીની ખરીદી કરશે
મગફળીનો જથ્થો ભારત સરકારના ધોરણો મુજબ ફેરએવરેજ કવોલિટી (FQ) મુજબ ખરીદી કરવા આવશે. હેક્ટર દીઠ જિલ્લાવાર ઉત્પાદકતા મુજબ ખરીદી કરવામાં આવશે તથા પ્રતિ દિન / પ્રતિ ખેડૂત 63 ગુણી 30 કિલો લેખેની મર્યાદા માં ખરીદી કરવામાં આવશે.
ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન દસ્તાવેજ
- આધાર કાર્ડ
- બેન્ક પાસબુક અથવા કેન્સલ ચેક
- જમીનના 7/12 અને 8-અ ના દાખલા
- તલાટીનો પાણી પત્રકનો દાખલો અથવા 7/12 માં નોંધણી કરાવવી જરૂરી
મગફળી ટેકાના ભાવે રજીસ્ટ્રેશન પોર્ટલ
- આગોતરી નોંધણી માટે – N.I.C. ના પોર્ટલ
- http//ipds.gujarat.gov.in
નોંધ: ઉપર આપેલ પોર્ટલ પર ખેડૂતમિત્રો જાતે અરજી કરી શકતા નથી, એટલે કે અહીં ગામ કે વિસ્તાર મુજબ સરકાર દ્વારા નિમણુંક થયેલા વી.સી. ઓપરેટર દ્વારા ઉપર આપેલ પોર્ટલ પર અરજી કરવામાં આવે છે. માટે ખેડૂતમિત્રોએ APMC (માર્કેટયાર્ડ) પર અથવા eGram Kendra Portal (ગામ પંચાયત કેન્દ્ર) પર જઈ ને ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવી શકો છો.