ગુજરાત લઘુતમ ટેકાના ભાવ ખરીદી ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર મગ, અડદ, તલ, મગફળી અને કપાસની ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત સરકારે બુધવારે ખરીફ પાકોના ટેકાના ભાવની જાહેરાત કરી છે. આજે ગાંધીનગરમાં રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક યોજાઈ હતી, જેમાં કૃષિ મંત્રી રાઘવજ પટેલ, અને નાગરીક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ કૃષિ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં ટેકાના ભાવની જાહેરાત કરાઈ છે.

વિવિધ ટેકાના ભાવમાં ગત વર્ષ કરતાં આ વર્ષે ૮થી ૧૦ ટકાનો વધારો કરેલી દરખાસ્ત કેન્દ્ર સરકારને ભલામણ માટે મોકલાશે. કૃષિ મંત્રી રાઘવજઝ પટેલે જણાવ્યું કે, દર વર્ષ ખેડૂતો વાવેતર કરે તે પહેલાં જ કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે.

ગુજરાત રાજ્ય કૃષિ મંત્રી રાઘવજ પટેલ, અને નાગરીક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ કૃષિ રાજ્ય મંત્રી દ્રારા ટેકાના ભાવમાં ૮ થી ૧૦ ટકાના વધારાની જાહેરાત કરાઈ…

રાજ્ય કૃષિ ભાવપંચની બેઠકમાં વિવિધ પાક મુજબનો ખેતી ખર્ચ, કૃષિ ઇનપુટના ભાવો બાબતે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી, જેમાં રાજ્ય કૃષિ ભાવપંચ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટેના ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર, મગ, અડદ, મગફળી, તલ અને કપાસ(લંબતારી) પાકના નક્કીર કરાયેલા ભાવની ભલામણ કેન્દ્ર સરકારના કુષિ ખર્ચઅને ભાવપંચને સમયસર મોકલી આપવાનો નિર્ણય કરાયો છે.

ખેડૂતો નિશ્ચિતપણે વાવણી શરૂ કરી શકે અનેતેમને પાકના યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકાર ટેકાના ભાવની પોલિસી અંતર્ગત ૬ર વર્ષે ટેકાના ભાવ જાહેર કરી ખરીફ અને રવિ પાકોની ખરીદી કરતી હોય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૨૪-૨૫માં ટેકાના ભાવ અંગે કેન્દ્ર સરકારને ભલામણ મોકલાશે. ભાવપંચ દ્વારા ડાંગર માટે રૂ.૨૮૦૦ પ્રતિ ક્વિન્ટલ, બાજરી રૂ.૩૩૫૦ પ્રતિ ક્વિન્ટલ, જુવાર રૂ.૫૫૦૦ પ્રતિ ક્વિન્ટલ, મકાઈ રૂ.૪૫૦૦ પ્રતિ ક્વિન્ટલ, તુવેર રૂ.૯૦૦૦ પ્રતિ ક્વિન્ટલ, મગ રૂ.૯૫૦૦ પ્રતિ ક્વિન્ટલ, અડદ રૂ.૯૨૫૦ પ્રતિ ક્વિન્ટલ, મગફળી રૂ.૮૦૦૦ પ્રતિ ક્વિન્ટલ, તલ રૂ-૧૧,૫૦૦ પ્રતિ ક્વિન્ટલ, કપાસ (લંબતારી) માટે રૂ.૧૦,૦૦૦ પ્રતિ ક્વિન્ટલ ભાવ નકકી કરાયા છે.

લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો આવતીકાલ એટલે કે ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૪ થી ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી ગ્રામીણ કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમ ગોડાઉન ખાતેથી ઓનલાઇન નોંધણી કરાવી શકશે. અને ખરીદી નીચે દર્શાવેલ તારીખ મુજબ કરવામાં આવશે.

લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ઘઉં, બાજરી, જુવાર અને મકાઈની ખરીદી 15 માર્ચથી ખરીદ કેન્દ્રો અથવા ગોડાઉન પરથી શરૂ કરવામાં આવશે.

આ ભાવની ભલામણ સમયસર કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે ગત વર્ષના ભાવ કરતા લગભગ ૮થી ૧૦ ટકાનો વધારો નવી દરખાસ્તમાં સચવાયો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

1 thought on “ગુજરાત લઘુતમ ટેકાના ભાવ ખરીદી ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર મગ, અડદ, તલ, મગફળી અને કપાસની ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ”

Leave a Comment

close