Union Budget 2024: યુનિયન બજેટ 2024 કૃષિ ક્ષેત્રે ખેડૂતો માટે કેટલી સહાય

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Nirmala Sitharaman LIVE Budget 2024 : દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટમાં મોટી જાહેરાતો કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે તેમનું પ્રથમ વચગાળાનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આજે બજેટ રજૂ થતાની સાથે જ નાણામંત્રી નિર્મલા સીતારમણના નામે એક નવો રેકોર્ડ બનશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત છઠ્ઠું બજેટ રજૂ કરશે. આ સાથે સીતારમણ સતત પાંચ પૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કરીને પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની ક્લબમાં સામેલ થશે.

Budget 2024 LIVE : આ બજેટ યુવા ભારતની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.

વડાપ્રધાને બજેટ અંગે જણાવ્યુ કે, આ બજેટ યુવા ભારતની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. ઉત્તમ બજેટ માટે નાણામંત્રીને અભિનંદન. યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવશે. સ્ટાર્ટઅપ્સને પણ છૂટની જાહેરાત કરવામાં આવી છે. આ એક મજબૂત ભવિષ્યની ગેરંટી છે.

Budget 2024 LIVE : આ બજેટ દેશના ભવિષ્યના નિર્માણનું બજેટ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને દેશના ભવિષ્યના નિર્માણનું બજેટ ગણાવ્યુ છે. તેમણે જણાવ્યુ કે આ બજેટ ચાર સ્તંભોને મજબૂત બનાવશે. યુવા, મહિલા, ખેડૂતો, ગરીબોનો વિકાસ થશે. બજેટથી વિકસિત ભારતનો પાયો મજબૂત થશે. વડાપ્રધાને આ બજેટ રજૂ કરવા માટે નાણાંપ્રધાન નિર્મલા સીતારમણનો આભાર માન્યો હતો.

Budget 2024 Speech LIVE : જાહેર પરિવહન માટે ઈ-વાહનો ઉપલબ્ધ કરાવવાની જાહેરાત

બજેટમાં જાહેર પરિવહન માટે ઈ-વાહનો ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરવામાં આવી છે. સરકાર-વાહન રચનાઓ અને ઈ-વાહન રચનાને સહાય પ્રદાન કરશે. ઈ-વાહન ઈકોસિસ્ટમનો વિસ્‍તાર અને સુદ્રઢીકરણ કરશે. જાહેર પરિવહન નેટવર્ક માટે વધુ સંખ્યામાં ઈ-બસનો ઉપયોગ કરવા અંગે નિર્મલા સીતારમણે બજેટમાં વાત કરી છે.

Health Sector Budget 2024-2025 : સર્વાઇકલ કેન્સર રોકવા રસીકરણ, માતૃત્વ અને બાળ સંભાળ અંગે જાહેરાત

સર્વાઇકલ કેન્સર રસીકરણ 46. ​​સર્વાઇકલ કેન્સરને રોકવા માટે અમારી સરકાર 9 થી 14 વર્ષની છોકરીઓને રસીકરણને પ્રોત્સાહિત કરશે. માતૃત્વ અને બાળ સંભાળની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે સંકલન કરવા માટે, આને એક વ્યાપક કાર્યક્રમ હેઠળ લાવવામાં આવશે. “સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0” હેઠળ આંગણવાડી કેન્દ્રોના અપગ્રેડેશનને સારુ પોષણ, પ્રારંભિક બાળપણની સંભાળ અને વિકાસ માટે ઝડપી બનાવવામાં આવશે. રસીકરણનું સંચાલન કરવા માટે રચાયેલ નવું U-WIN પ્લેટફોર્મ અને મિશન ઇન્દ્રધનુષના સઘન પ્રયાસો ઝડપથી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવશે. આયુષ્માન ભારત યોજના હેઠળ, તમામ આશા વર્કર, આંગણવાડી કાર્યકરો અને સહાયકોને પણ આરોગ્ય સંભાળ સુરક્ષામાં સામેલ કરવામાં આવશે.

Medical Sector Budget 2024-2025 : વધુ મેડિકલ કૉલેજ સ્થાપવાની સરકારની જાહેરાત

નાણાંપ્રધાને કહ્યુ કે, ડૉક્ટર બનવું એ ઘણા યુવાનોની મહત્વાકાંક્ષા છે. તેમનો ઉદ્દેશ્ય સારી આરોગ્ય સંભાળ સેવાઓ દ્વારા આપણા લોકોની સેવા કરવાનો છે. વિવિધ વિભાગો હેઠળના હૉસ્પિટલના હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને વધુ મેડિકલ કૉલેજ સ્થાપવાની સરકારે યોજના જાહેર કરી છે. આ હેતુ માટે બાબતોની તપાસ કરવા અને સંબંધિત ભલામણો કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે.

Tourism Sector Budget 2024-2025 : પ્રવાસન ક્ષેત્રના વિકાસને વેગ અપાશે, લક્ષદ્વીપના વિકાસનો પણ ઉલ્લેખ

પ્રવાસન કેન્દ્રોના વિકાસને વેગ આપશે. પ્રવાસન ક્ષેત્રે વિકાસ ઝડપી બની રહ્યો છે. રાજ્યોને વ્યાજમુક્ત લોન આપવામાં આવી રહી છે. લક્ષદ્વીપ અને અન્ય ટાપુઓ પર સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપશે. નાણામંત્રી નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે લક્ષદ્વીપ સહિતના અમારા ટાપુઓ પર પોર્ટ કનેક્ટિવિટી, પ્રવાસન માળખાકીય સુવિધાઓ અને સુવિધાઓ માટેના પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવશે.

Budget 2024-2025 LIVE : રાજકોષીય ખાધ 5.1% રહેવાનો અંદાજ

નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 25 માં ટેક્સની આવક રૂ. 26.02 લાખ કરોડ થશે, સરકાર નાણાકીય વર્ષ 25 માં માર્કેટમાંથી કુલ રૂ. 14.13 લાખ કરોડ ઉધાર લેશે. રાજકોષીય ખાધ 5.1% રહેવાનો અંદાજ છે. ખર્ચ રૂ. 44.90 કરોડ અને અંદાજિત આવક રૂ. 30 લાખ કરોડ છે.

Income Tax Sector Budget 2024-2025 : ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં

ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલમાં આવકવેરા ભરનારાઓને કોઈ રાહત આપવામાં આવી નથી. 7 લાખ સુધીની આવક પર ટેક્સ લાગતો નથી. આવકવેરો ભરવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. રિફંડ પણ ઝડપથી જારી કરવામાં આવે છે. GST કલેક્શન બમણું થયું છે. GST સાથે પરોક્ષ કર પ્રણાલીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, રાજકોષીય ખાધ 5.1 ટકા રહેવાનો અંદાજ છે. ખર્ચ રૂ. 44.90 કરોડ અને અંદાજિત આવક રૂ. 30 લાખ કરોડ છે. 10 વર્ષમાં આવકવેરાની વસૂલાત ત્રણ ગણી વધી છે. ટેક્સ રેટમાં ઘટાડો કર્યો છે. 7 લાખની આવક ધરાવતા લોકો પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. 2025-2026 સુધીમાં ખાધમાં વધુ ઘટાડો થશે. પહેલા ઇન્કમ ટેક્સ રિફન્ડ 90 દિવસમાં આવતુ હતુ, હવે માત્ર 10 દિવસમાં આવે છે.

Agriculture Budget 2024-2025 : કૃષિ ક્ષેત્રે ખેડૂતો માટે ઘણી જાહેરાત

બજેટમાં જણાવવામાં આવ્યુ કે ડેરી ખેડૂતોને મદદ કરવા માટે એક યોજના બનાવવામાં આવશે. તેલીબિયાંમાં આત્મનિર્ભરતા માટે વ્યૂહરચના બનાવવામાં આવશે. ઝડપી વિકાસ માટે નવી આર્થિક નીતિઓ બનાવવામાં આવી રહી છે. પીએમ સંપદા યોજનાથી 38 લાખ ખેડૂતોને ફાયદો થયો છે. પીએમ મત્સ્ય યોજના 55 લાખ નવી નોકરીઓ આપશે.

Energy Sector Budget 2024-2025 : સૌર ઉર્જા અને ગરીબોના ઘર મામલે જાહેરાત

કોરોના કાળમાં પડકાર છતાં કેન્દ્ર સરકારે ગરીબોને મકાનો આપ્યા હોવાનું નાણાંપ્રધાને જણાવ્યુ, તેમણે કહ્યુ કે અમે 3 કરોડ ઘરોના લક્ષ્યાંકને હાંસલ કરવાની નજીક છીએ. રૂફટોપ સોલાર એનર્જી માટે 1 કરોડ ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવશે. પીએમ મોદીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે આ જાહેરાત કરી હતી.

Energy Sector Budget 2024-2025 : બજેટમાં દર મહીને 300 યુનિટ વીજળી ફ્રી આપવાની જાહેરાત

દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત વચગાળાના બજેટમાં કરવામાં આવી છે.

Budget 2024-2025 LIVE: નાણાંપ્રધાને ખેડૂતો માટે સરકારનું કામ જણાવ્યું

PM પાક વીમા યોજના દ્વારા 4 કરોડ ખેડૂતોને તેનો લાભ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ઘણું કામ કરી રહી છે. 2014 પહેલા મોટા પડકારો હતા.

Budget 2024-2025 LIVE : ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર ભાર મુકાયો

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, સરકાર ગરીબી દૂર કરવા માટે કામ કરી રહી છે. સરકારે પડકારોનો હિંમતપૂર્વક સામનો કર્યો છે. ગ્રામીણ વિકાસ માટેની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. પાણી યોજના દ્વારા દરેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. 78 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને મદદ આપવામાં આવી છે. ખેડૂતોને સશક્ત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. 4 કરોડ ખેડૂતોને PM પાક વીમા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. PM કિસાન યોજનાથી 11.8 કરોડ લોકોને આર્થિક મદદ મળી છે. સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. યુવાનોના સશક્તિકરણ પર પણ કામ કરવામાં આવ્યું છે. ત્રણ હજાર નવી આઈટીઆઈ ખોલવામાં આવી છે. 54 લાખ યુવાનોને તાલીમ આપવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment