Gujarat weather ashok patel : તા. 25 થી 30 સપ્ટેમ્બર સુધીની વરસાદની આગાહી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત વેધર એનાલીસ્ટ અશોક પટેલે જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદનો દોર હજુ યથાવત જ રહે તેમ છે. સવા ઈચથી માંડી પ ઈચ કે તેનાથી વધુ વરસાદ વરસી જશે. ૩૦ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ જ રહેશે અને સાર્વત્રીક વરસાદ થવાની આગાહી.

forecast Gujarat weather ashok patel ni agahi from 25 to 30 September rain in gujarat
forecast Gujarat weather ashok patel ni agahi from 25 to 30 September rain in gujarat

ગુજરાત હવામાન સમાચાર

ગુજરાત વેધર અશોક પટેલે જણાવ્યું હતું કે ચોમાસું ધરી નોર્મલથી દક્ષિણે જ છે અને હજુ આવતા પાંચ દિવસ પશ્ચિમ છેડો નોર્મલથી દક્ષિણે જ રહેવાની શક્યતા છે. જે સપ્ટેમ્બર મહિનામોવરસાદી ઘટ્ટ ફકત ૨% જ રહી છે. ગુજરાત લેવલે ૧૪% ની ઘટ્ટ છે.

વરસાદની હજુ ત્રણ સિસ્ટમ સક્રિયઃ આ મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે…

સૌરાષ્ટ્ર હવામાન સમાચાર

સૌરાષ્ટ્ર – કચ્છ ઝોનમાં ૪%નો વધારો થયો છે. ગુજરાત રીજનના ૩પ થી ૩૮% જીલ્લા ઘટ્ટવાળા છે. જિલ્લાઓમાં ઘટ્ટ ની વાત કરીએ તો ગાંધીનગર, અમદાવાદ,દાહોદ,અરવલ્લી, વડોદરા અને તાપી માં ઘટ્ટ છે. જયારે સૌરાષ્ટ્ર – ક્રચ્છમાં ફકત સુરેન્દ્રનગર જીલ્લામાં ૩૫% ઘટ્ટ છે.

ગુજરાતમાં વરસાદની સિસ્ટમ

હજુ આ સિવાય ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. ચોમાસુધરી હાલ નોર્મલથી દક્ષિણ તરફ છે. જે આવતા પાંચ દિવસ નોર્મલથી દક્ષિણે જ રહેશે. જે ગઈકાલે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન સુધી પહોંચ્યુ હતું અને આજે સૌરાષ્ટ્રના આસપાસના વિસ્તારોમાં ૪.૫ કિ.મી.ના લેવલમાં છે.

સૌરાષ્ટ્રમા વરસાદની ખાધ પુરાઈ ગઈ: ગુજરાતમાં હજુ 14 ટકા અને દેશમાં 2 ટકા ની ઘટ્ટ…

નોર્થ ઈસ્ટ બંગાળની ખાડી પર ૫.૮ કીમીનાં લેવલે અપર એર સરક્યુલેશન હતું, જે આજે લો પ્રેશરમાંપરિવર્તિત થયું છે, તે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝૂકે છે. અને આગામી ૪૮ કલાકમાં પશ્ચિમ ઉતર પશ્ચિમની દિશામાં ઓડીશાનાં દરીયા કિનારે તરફ ગતિ કરી શકે છે.


ગુજરાત વેધર એનાલીસ્ટ અશોક પટેલની આગાહીઃ આગાહી સમય દરમિયાન બંગાળની ખાડીની એક સિસ્ટમ વધુ મજબુત થઈ શકે છેઃ દરરોજ ૫૦% તાલુકાઓમાં વરસાદની સંભાવના: રાજસ્થાનમાં ચોમાસાની વિદાયના સંકેત નથી….

અશોક પટેલ ની આગાહી

અશોક પટેલે તા. ૨૪ થી ૩૦ સપ્ટેમ્બર એટલે કે શુક્રવાર થી ગુરૂવાર સુધીની આગાહી કરતાં કહ્યું છે કે સૌરાષ્ટ – ક્રચ્છ – ગુજરાતમાં વરસાદી માહોલ આ મહિનાના અંત સુધી જળવાઈ રહેશે. વધુ ભારે વરસાદવાળા સેન્ટરોમાં વરસાદની માત્રા ૧૨૫ મીમીથી પણ વધુ રહેવાની સંભાવના છે. છેલ્લા દસ દિવસથી બંગાળની ખાડી સક્રિય છે. ૩૦ મી સપ્ટેમ્બર પછી ઓકટોબરનાં પ્રથમ સપ્તાહમાં પણ તે સક્રિય રહેવાની શકયતા છે.

આગોતરૂ એધાણ: ગુજરાતમાં આગામી મહિનો ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં પણ બંગાળની ખાડી સક્રિય રહેશે તો વરસાદની પુરેપુરી સંભાવના…

અશોક પટેલ વરસાદનો અહેવાલ

અશોકભાઈ પટેલના કહેવા પ્રમાણે સપ્ટેમ્બરના વરસાદે માત્ર સૌરાષ્ટ્ર-ગુજરાત જ નહી : દેશ લેવલે વરસાદની ઘટ ઘટાડી નાખી છે. આજે ૨૪ મી સપ્ટેમ્બરની સ્થિતિમાં અડધા ભારતમાં વરસાદની ઘટ એ માત્ર બે ટકાની જ રહી છે. જયારે સમગ્ર ગુજરાતની વરસાદી ખાધ ૧૪ ટકા રહી છે.

ગુજરાતમાં કેટલો પડ્યો વરસાદ

ગુજરાતમાં જોગવાઈ સૌરાષ્ટ્રમાં ખાધ સંપૂર્ણ સરભર થઈ ગઈ છે એટલુ જ નહી ૪ ટકા વધ વરસાદ થઈ ગયો છે જયારે બાકીના ગજરાતની વરસાદી ખાધ ૧૪ ટકા થઈ. સાત જિલ્લાઓમાં ૩૫ ટકાની વધુની ઘટ છે. અમરેલી, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, તાપી તથા સુરેન્દૂનગર જિલ્લાઓમાં હજુ ૩૫ ટકાથી પણ વધૃની વરસાદી ખાધ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment