ગુજરાતમાં સફેદ તલ ના ભાવમાં ઘટાડો થતા કાળા તલના ભાવમાં આવ્યો ઉછાળો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હાલમાં અનિશ્ચિતતાના દૌર વચ્ચે તલ બજાર બન્ને તરફ અથડાઇ હતી. શુક્રવારે સફેદ અને કાળા તલમાં મણે રૂ. રપનો ઘટાડો થયા બાદ શ નિવારે સફેદ તલમાં વધુ રૂ. ૩૦ તૂટયા હતા, તો કાળા તલમાં ડિમાન્ડને પગલ રૂ. ૨૦ વધી ગયા હતા. જોકે, યાર્ડા ઠંડા હતા, અને કોરિયાના શીપમેન્ટની બાકી લેવાલીની અસરે બજારમાં કામકાજનો કરંટ દેખાયો હતો.

today agri commodity market news of white sesame price down agriculture in Gujarat black sesame price hike
today agri commodity market news of white sesame price down agriculture in Gujarat black sesame price hike

અગ્રણી બ્રોકરોના મતે તલ બજારમાં હજુ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા છે. સોમવારથી નવા સપ્તાહમાં નવા તલની આવકોનું પ્રમાણ કેવું રહે છે તેમજ ડિમાન્ડ કેવી રહે છે તેના પર બજારનો મદાર છે.

એમપી અને યુપીમાં નવા તલની સાત થી આઠ હજાર ગુણીઓની આવકો થવા લાગી છે. દરમિયાન કાળા તલમાં પ્રમાણમાં ઘરાકી સારી છે, એક તબક્કે સારા માલની અછત પણ છે. એટલે માગ વધતા કાળા તલમાં આજે વધુ રૂ.૨૫નો સુધારો જોવાયો હતો.

ગત સપ્તાહે પીઠાઓમાં સફેદ તલની કુલ ૨૮૬૦૦ ગુણીની અને કાળા તલની ૧૧૫૦૦ ગુણીનૌ આવકો નોંધાઇ હતી. એવરેજ પ્રતિ મણના ભાવ અનુક્રમે સફેદમાં રૂ. ૧૯૦૦ થી ૨૦૭૦ અને કાળામાં રૂ. ૨૧૫૦ થી ૨૬૦૦ ના રહ્યા હતા.

આ પણ વાંચો :

આખા અઠવાડિયા દરમિયાન બન્ને તલોમાં વિવિધ કારણો અનુસાર રૂ.૧૦ થી લઇ રૂ. ૫૦ સુધીની વધઘટ જોવા મળી હતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment