ગુજરાત સૌરાષ્ટ્રમાં મગફળીની વેચવાલી ઘટતા, મગફળી ના ભાવમાં આવ્યો વધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીનો બજારમાં ભાવ મજબૂત રહ્યાં હતાં.સૌરાષ્ટ્રમાં શનિવારે મગફળીની વેચવાલીને બ્રેક લાગ હતી. ગોંડલ યાર્ડમાં તો હરાજી બંધ હતી. ગોંડલમાં રવિવારની આવકો ઉપર જ બજારનો આધાર રહેલો છે. ઉત્તર ગુજરાતમાં શનિવારે ફરી આવકો સારી થઈ હતી.

commodity news today of peanut sales declining agriculture in Gujarat Saurashtra groundnut price came higher
ગુજરાત સૌરાષ્ટ્રમાં મગફળીની વેચવાલી ઘટતા, મગફળી ના ભાવમાં આવ્યો વધારો

સૌરાષ્ટ્રમા મગફળીની બજાર

સૌરાષ્ટ્રનાં એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે મગફળની વેચવાલી હાલ ઘટી છે અને નીચા ભાવને કારણે દાણામાં પડતર લાગી હોવાથી દાણાબર મગફળીનાં ભાવમાં ખાંડીએ રૂ.૩૦૦ થી ૪૦૦નો સુધારો થયો હતો. આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે.

રાજકોટ મગફળીના ભાવ

રાજકોટમાં શનિવારે મગફળીનાં ૧૦ હજાર ગુણીનાં વેપાર થયા હતા અને યાર્ડમાં હજી ૪૩ હજાર ગુણી પેર્ન્ડિંગ પડી છે. ર૪ નંબર રોહીણીમાં રૂ.૮૫૦થી ૧૧૦૦, ૩૭ નંબરમાં રૂ.૮૫૦ થી ૧૦૬૦, ૩૯ નંબરમાં રૂ.૮૦૦ થી ૧૨૩૦ જી-૨૦માં રૂ.૬૯૫૦ થી ૧૧૪૦નાં ભાવ હતાં. જ્યારે ૬૬ નંબરમાં રૂ.૧૩૦૦ થી ૧૪૦૦નાં ભાવ હતાં.

આ પણ વાંચો :

મગફળીના ભાવ સાવરકુંડલા

સાવરકુંડલામાં પાંચ હજાર ગુણીની આવક થઈ હતી. ડીસામાં ૯ર હજાર ગુણોની આવક હતી અને ભાવ રૂ.૧૦૦૦ થી ૧૧૯૧નાં ભાવ હતાં.

ઉત્તર ગુજરાત મગફળીના ભાવ

હિમતનગરમાં ૧૪થી ૧૫ હજાર ગુણીની આવક થઈ હતી અને ભાવ રૂ.૧૦૧૫ થી ૧૩૯૫નાં ભાવ હતાં. પાલનપુરમાં ૩૦ હજાર ગુણી, પાથાવાડામાં ૪૦ હજાર ગુણી અને ઈડરમાં ત્રણ હજાર ગુણીની આવક થઈ હતી.

સીંગદાણાના ભાવ અને બજાર

સીંગદાણાના ભાવ કોમર્સિયલમાં ટકેલા રહ્યાં હતા. સરારશ રૂ.૮૧,૦૦૦ પ્રતિ ટનના ભાવ હતાં. એચપીએસ સૌંગદાણામાં થોડા-થોડા વેપારો થઈ રહ્યાં છે. સીંગદાણામાં નવા નિકાસ વેપારો થશે તો બજારમાં સરેરાશ ટેકો મળે તેવી સંભાવનાં છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment