ક્મોસમી માવઠાએ અનેક ખેડૂતોના પાકને અને ખેતીએ પાયમાલ કરતા સરકાર દ્વારા નુકસાન માટેના સર્વેના આદેશ આપવામાં આવ્યા છે છતાં અમુક વિસ્તારોના ખેડૂતોને સહાય મળવાની સંભાવના નથી.
જેમ કે સાબરકાંઠા જિલ્લામાં આજથી ૮ ટીમો દ્વારા નુકસાનીનો સર્વે શરૂ થઇ ગયો છે. ઘણા વિસ્તારોમાં ૩૩ ટકાથી વધુ નુકસાન ન હોવાના કારણે સહાયની સંભાવના નહીંવત્ જોવાઈ રહી છે. માવઠા પછી કપાસ, તુવેર, ચણા અને દિવેલામાં રોગચાળો વકરવાની દહેશત ઊભી થતા ખેતી વિભાગ દ્વારા ખેડૂતો માટે રોગચાળાની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.
સાબરકાંઠામાં માવઠાં બાદ પાક નુકસાની સર્વે : 33 ટકાથી ઓછું નુક્સાત હશે તો ખેડૂતો કઈ નહિ મળે…
ખેતી નિયામકે જાહેર કરેલી માર્ગદર્શિકા અનુસાર જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ હાલપૂરતો ટાળવો જોઈએ. તેમજ ખાતર અને બિયારણના વિક્તાઓએ પોતાનો જથ્થો પલળે નહી તે રીતે ગોડાઉનમાં સુરક્ષિત રાખવો જોઈએ.આ અંગેની વધુ માહિતી માટે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૮૦૧૫૫૧ પર સંપર્ક કરવો જોઈએ.
આ ઉપરાંત નજીકના વિસ્તારના ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, તાલુક અમલીકરણ અધિરાકીર, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી કે નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરી શકાશે.
સાબરકાંઠાના ખેતી અધિકારીએ જણાવ્યું હતુ કે ગત શનિ- રવિવારે રાજ્ય સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. પરતુ કોઈ પણ ખેતરોમાં પાણી ભરાયા ન હોવાથી તૈયાર ખેતી પાકને નુક્સાનની સંભાવના નહીંવત્ છે.
આમ છતા પણ હહિંમતનગર, તલોદ, પ્રાંતિજ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા,પોશીના તાલુકામાં ૮ ટીમો દ્વારા પાક નુકસાનીનો સર્વે કરવામાં આવી રહ્યો છે અને તેનો સમગ્ર અહેવાલ સરકારને મોક્લવામાં આવશે.
તેમણે જણાવ્યું હતુ કે વર્તમાન પરિસ્થિતિમાં માવઠાને કારણે કેટલાક પાકો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમ કે કપાસમાં રૂ ભીનું થવાના કારણે તેની ગુણવત્તા પર અસર થશે જેથી ખેડૂતોએ રૂને વહેલી તકે વીણી લેવું જોઈએ અને પિયત આપવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.
તેવી જ રીતે તુવેરમાં વાદળછાયા અને ભેજવાળા હવામાનના કારણે સીંગમાખીનો ઉપદ્રવ વધી શકે છે, જેથી હવામાન કોરું થયા પછી એમાક્ટીન બેન્ઝોઈડ દવાનો છંટકાવ ખેતી તજશ્ઞની સલાહ મુજબ કરવો જોઇએ. ચણામાં વાવણી કરી હોય તો પાક ઉગવા પર માઠી અસર અને લીલી ઇંયળનો ઉષદ્રવ વધી શકે છે.
આ સાથે નવેમ્બરના અંતમાં વરસેલા માવઠાએ ખડૂતોની સાથે વેપારીઓના ગણિત પણ ઊંધા કરી નાખ્યા છે. બાગાયત પાકમાં પણ રોગચાળો પ્રસરે તેવો ભય વ્યક્ત થયો છે. પપૈયા, કેળના છોડ નમી જઈ શકે છે. જ્યારે રાયડો, જીરુ, વરિયાળી વગેરના પાકમાં પણ બીજ ન ઉગવાથી માંડીને ભેજવાળા હવામાનના કારણે રોગ, જીવાતનો ઉપદ્રવ વધવાની સંભાવના ખેતી વિભાગે વ્યક્ત કરી છે.