હાલ ધાણા વાવેતરમાં ઘટાડો નોંધાતા ધાણા વાયદા બજાર ભાવમાં તેજી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જીરૂ બાદ હવે ધાણાની બજારમાં સક્ટોડિયા એન્ટર થયા છે અને બજારમાં ઝડપી તેજી આવી રહી છે. ધાણાના વાવેતર ૬૦થી ૭૦ ટકા ઘટવાની સંભાવના વચ્ચે વાયદામાં સતત તેજી આવી છે અને તાજેતરમાં નોન સ્ટોપ રૂ.૧૦૦૦ પ્રતિ ક્વિન્ટલ વધી ગયા છે. ધાણામાં બજારો હજી વધે તેવી બજારમાં ચર્ચા ચાલી રહી છે.

ગોંડલનાં રજવાડી ટ્રેડિંગએ જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્રમાં જીરૂ અને મરચાનાં ભાવ ઊંચા હોવાથી ખેડૂતો એ તરફ વળ્યા છે જેને પગલે ધાણાના વાવેતર ૩૦થી ૩પ ટકા માંડ થાય તેવં અત્યારે લાગી રહ્યું છે, જેને પગલે ધાણાની બજારમાં તેજીનો માહોલ છવાયો છે. આગામી દિવસોમાં વાવેતર પૂર્ણ થયા બાદ બજારનો ટ્રેન્ડ જાણવા મળશે.

ધાણામા વાવેતર ૬૦-૪૦ ટકા ઘટવાનાં અંદાજે હાજર-વાયદામાં તેજી: ધાણા વાયદો વધીન રૂ.૮૨૦૦ની ઉપર પહોંચ્યો, હજી વધવાની ચર્ચા…

ધાણામાં નિકાસ ભાવ ઈગલ ક્વોલિટીમાં મશીનક્લીનનો ભાવ રૂ.૮૩૫૦ અને શોર્ટિક્સનો ભાવ રૂ.૮૫૦૦ હતો. સ્પીલ્ટ ક્વોલિટીમાં રૂ.૭૭૦૦ અને રૂ.9૮૫૦ હતાં. ભાવમાં ક્વિન્ટલે રૂ.૨૦૦થી ૨૫૦ વધ્યાં હતાં.

ધાણાની આવક ગોંડલમાં ત્રણ હજાર, જુનાગઢમાં ૬૫૦ બોરી, જેતપૂરમાં ૧૫૦ બોરી, રાજકોટમાં ૧૦૦૦ બોરી અને જામજોધપુરમાં ૩૦૦ બોરીની આવક હતી. અન્ય સેન્ટરમાં ૬૦૦થી ૭૦૦ બોરીની આવક હતી. ભાવ ૨૦ કિલોનાં સરેરાશ રૂ.૧૪૫૦થી ૧૪૧૦ હતાં.

રાજકોટમાં ડંખી માલ રૂ.૧૦૫૦થી ૧૩૦૦, ઈગલમાં રૂ.૧૪૦૦થી ૧૪૫૦, ઈગલ પ્લસમાં રૂ.૧૪૭૫થી ૧૫૨રપ, સ્કુટરમાં રૂ-.૧૫૫૦થી ૧૬૦૦, કલરવાળી ધાણીમાં રૂ.૧૬૪૦થી ૧૭૦૦ હતા. એક્સ્ટ્રા કલર ધાણીમા રૂ.૧૮૦૦થી ૧૮૫૦ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close