ગુજરાતમાં સફેદ ચણાનાં ઊંચા ભાવને કારણે ચણાના વાવેતરમાં ધટાડો નોંધાયો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત સહિત દેશભરમાં ચણાની બજારમાં મુવમેન્ટ અટકો ગઈ છે અને બજારમાં લેવાલી પણ ઓછી છે. સરકારની નજર કઠોળ બજાર ઉપર સતત હોવાથી કોઈ મોટી તેજીનાં અણસાર દેખાતા નથી. દેશમાં દેશી ચણાનાં વાવેતરમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલે છે પરંતુ સફેદ ચણાનાં વાવેતર ઊંચા ભાવને કારણે વધી શકે છે.

ગુજરાતમાં શણાનાં વાવેતર અંગે રાજકોટનાં સિરવ એન્ટરપ્રાઈઝનાં [નિરવ સંઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સફેદ ચણાનાં વાવેતરમાં મોટો વધારો જોવા મળશે. ખેડૂતોને આ વર્ષે વિક્રમી ભાવ મળ્યાં હોવાથી અને બીજા પાકોની તુલનાએ સફેદ ચણામાં વળતર સારૂ મળ્યું હોવાથી ખેડૂતો તેના તરફ વધારે વળ્યા છે. સરકાર સફેદ અને દેશી ચણાનું વાવેતર અલગ બતાવતી નથી, પરતુ સફેદમાં વધારો થયો છે અને દેશીમાં ઘટાડો થયો છે.

ગુજરાતમાં સફેદ ચણાનાં ભાવમાં ઘરાકી ઓછી હોવાના કારણે સફેદ ચણાનાં ભાવમાં કોઈ મોટી મુવમેન્ટનો જોવા મળી નથી…

રાજકોટ યાડમાં દેશી ચણાની ૯૦૦ ગુણીની આવક હતી અને ભાવ ગુજરાત ૩માં રૂ.૧૧૫૦થી ૧૧૮૦, ગુજરાત ૩ સુપરમાં રૂ.૧૧૮૦થી ૧૨૦૦, કાટાવાડામાં રૂ.૧૨૫૦ થી ૧૫૫૦, એવરેજ રૂ.૧૦૩૦થી ૧૧૩૦ અને મૌસમી રૂ.૧૨૦૦થી ૧૩૦૦ હતાં.

કાબલી ચણાની ૫૦ ગુણીની આવક સામે ભાવ બીટકોમાં રૂ.૧૨૦૦થી ૧૬૦૦, બી રમાં રૂ.૨૨૦૦થી ૨૫૫૦, છોલે રૂ.૨૬૦૦થી ૩૦૫૦ હતાં. રાજકોટમાં વેરહાઉસનાં ભાવ રૂ.૫૯૦૦-૫૯૨પ અને કોલ્ડનાં માલ રૂ.૬૦૦૦-૬૦૨૫ હતાં.

ઈન્દોરમાં કાબુલી ચણામાં રૂ.૧૦૦નો ઘટાડો થયો હતો. ૪૨-૪૪ કાઉન્ટમાં રૂ.૧૬,૧૦૦ અને ૬૨-૬૪ કાઉન્ટમાં રૂ.૧૪,૦૦૦નાં ભાવ હતાં. ઈન્દોરમાં કાટેવાળા ચણાનો ભાવ રૂ.૬૨૫૦ હતા.

નવી દિલ્હીમાં રાજસ્થાન લાઈનનાં નવા ચણાનો ભાવ રૂ.૬૪૦૦ અને એમ.પી. લાઈનનો ભાવ ર્‌. ૬૩૫૦ હતો.

સફેદ ચણાના વાવેતર અહેવાલ:
રાજસ્થાનમાં ચણાનું વાવેતર ૧૪.૪ ટકા ઘટીને ૧૬૯.૯૨ લાખ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૨૦.૨૫ લાખ હેકટરમાં થયું હતું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment