જીરુંના પાક પર હવામાનની સીધી અસર થતા જીરુંના બજાર ભાવમાં મંદી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જીરૂમાં એતિહાસિક તેજીના વર્ષ પછી રેકોર્ડબ્રેક વાવેતર થઈ રહ્યું હોવાથી બજારમાં મંદી શરૂ થઈ ગઈ છે. ઉપલા સ્તરેથી ૩૫ ટકા કરતા વધારે મંદી થઈ ચૂકી છે અને હજુ વાવેતરના અહેવાલો અને પાકની સ્થિતિ અંગેના સમાચારો ફેલાતા ભાવમાં ભારે ઉથલપાથલ થઇ રહી છે. નવો પાક આવે ત્યા સુધી મોટી અફડાતફડી જોવા મળશે એમ ઉંઝાના અભ્યાસુઓએ કહ્યું હતુ.

જીરૂમાં હવે મંદીના દિવસો શરૂ થશે એમ મોટો વર્ગ કહી રહ્યો છે. જીરૂની ભાવ હાજર બજારમાં મણે રૂ.૧૩૦૦૦ સુધી વધ્યા પછી અત્યારે રૂ. ૮૦૦૦ સુધી નીચે આવી ચૂક્યો છે. જોરદાર મંદો વાવેતરના બમ્પર આંકડાઓને લીધે થઈ રહી છે. ગુજરાતમાં બેથી અઢી ગણું અને રાજસ્થાનમાં દોઢું વાવેતર થવાના સંયોગ છે. આ કારણોને લીધે બજાર તૂટી પડી છે. વાયદા બજારમાં અતિભારે વધઘટ છે. જોકે અહીંથી બજાર ક્યાં

ગુજરાત રાજ્યમાં જીરુની બમણાંથી વધુ વાવેતરથી મંદી : જીરુંના પાક પર હવામાનની સીધી અસર થતા ભાવમાં પણ ઘટાડો નોંધાયો…

જાય તે જીરૂ બજારમાં ચર્ચાનો વિષય છે. ઉંઝાના એક જાણકારે કહ્યું કે, સારાં માલનો ભાવ અમને રૂ.૬૦૦૦ સુધી ઘટે એમ લાગે છે. વાવેતર અને પાકની પ્રગતિના અહેવાલો ઉપર ભાવ ધીરે ધીરે ઘટતા રહે તેમ અમને લાગે છે. વાવેતરના કારણોને લઈને બજાર ખાસ્સી ઘટાડી દેવાઈ છે અને હજુ દબાણ રહેશે.

જીરૂનો પાક અતિ સંવેદનશીલ છે એટલે વાતાવરણ ચોક્કસપણે મોટી અસર છોડશે. ઠંડી, ગરમી, માવઠાં કે ઝાકળની અસર ઉભા પાક પર દર વર્ષે પડે છે.

આ વખતે ય માર્ચ સુધીનું વાતાવરણ મહત્વની ભૂમિકામાં હશે. તેમના કહેવા પ્રમાણે આ સીઝનમાં વાતાવરણ વધારે ખરાબ થઇ જતા પાક એતિહાસિક નીચો ૫૦-પર લાખ ગુણી થયો હતો. જોકે સામાન્ય સ્થિતિમાં ૬૫-૭૦ લાખ ગુણી પાક્તી જ હોય છે.

આ વર્ષે જબરજસ્ત વાવેતર જોતા બગાડ વધારે આવે તો પણ પાક સારો રહે તેમ દેખાય છે. ભાવની વધઘટ એ કારણે સતત રહેશે. અમદાવાદના એક મોટાં નિકાસકાર કહે છે, જીરૂ વાયદામાં રૂ. ૩૫૦-૩૭૫ સુધીનો ઘટાડો થાય એવી પૂરતી શક્યતા છે.

મંદીનો દોર હાલના રૂ. ૪૧૪થી એ સ્તર સુધી લંબાઇ શકે છે. જોકે દર વર્ષની માફક વેધર બહુ મહત્વનું બનશે. જબરજસ્ત વાવેતરના સમયમાં હવામાન સલામત રહે તો બમ્પર ઉત્પાદન અણધારી મંદી લાવી શકે છે. બગાડ થાય તો પણ ગયા વર્ષ જેટલું ઓછું ઉત્પાદન નહીં મળે એવું લાગે છે. છતાં ચાલુ સીઝનનો કેરી ઓવર સ્ટોક ખૂબ ઓછો કે નહીવત છે એ કારણથી થોડો ટેકો મળી શકે છે. એકંદરે બમ્પર વાવેતર બજારને નડશે. હવેના સમયમાં હવામાન અને ઉતારા ઉપર સતત નજર રાખવી પડશે.

ગુજરાત સરકારના છેલ્લાં આંકડાઓ પ્રમાણે ૩.૭૬ લાખ હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે. પાછલા વર્ષમાં તે ૧.૪૪ લાખ હેક્ટર હતુ. સરકારી ચોપડે બમણું વાવેતર અત્યારથી જ દેખાય છે. ડિસેમ્બરમાં હજુ ઠેકઠેકાણે જીરૂ વવાશે. પાણી ઓછું છે એવા વિસ્તારોમાં ય જીરૂનો વિકલ્પ ખેડૂતોએ અપનાવ્યો છે.

કેટલી જીરુંની નિકાસ થશે?

જીરુંની તેજી અતિ નબળો ૫૦-પર લાખ ગુણીનો પાક થવાથી અને નિકાસ સારી રહેવાથી સર્જાઈ હતી. જોકે બાદમાં ઉંચા ભાવને લીધે નિકાસ અસરગ્રસ્ત થઈ હતી છતાં ૧.૮૦થી ૧.૮૫ લાખ ટનની નિકાસ દેશમાંથી થઈ હોવાની ધારણા નિકાસકારોએ બતાવી છે. ગયા વર્ષમાં ર લાખ ટનની નિકાસ થયાનો અંદાજ હતો.

વૈશ્વિક બજારમાં અગાઉ ભારતીય જીરૂના ભાવ ૫૫૦૦ ડોલર થયા હતા તે ઘટીને ૫૦૦૦ ડોલર સુઘી નીચે આવી ગયા છે અને વધુ મંદી દેખાય છે એ કારણે નિકાસ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠીક ઠીક સારી રહી શકે છે. નિકાસકારોના મતે બધા જ વપરાશી દેશો અને મથકોમાં પાઈપલાઈન ખાલી છે એટલે નવા માલમાં ઘરાકી સારી રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

1 thought on “જીરુંના પાક પર હવામાનની સીધી અસર થતા જીરુંના બજાર ભાવમાં મંદી”

Leave a Comment