ગુજરાતમાં કપાસની નવી સિઝનમાં કપાસ બિયારણની અછત થવાની સંભાવના

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ભારતમાં આગામી સિઝનમાં કપાસના બિયારણની તીવ્ર અછત જોવા મળી શકે છે કારણ કે ઉધોગના અનુમાન મુજબ આ વર્ષે ઉત્પાદનમાં ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. નુકસાનને સરભર કરવા માટે વધારે સરપ્લસ નથી. નિવારક નીતિ પગલાં આવતા વર્ષે ઘટતા વાવેતરને ટાળવામાં મદદ કરી શકે છે, નિષ્ણાતોએ જણાવ્યું હતું.

ખરીફ ૨૦૨૩ દરમિયાન, લગભગ ૪.૮ કરોડ પેકેટોની ઉપલબ્ધતા સામે વાસ્તવિક વેચાણ ૪.૪ કરોડ પેકેટ્સ (દરેક ૪૫૦ ગ્રામના) હતા, એમ ફેડરેશન ઓફ સીડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયાના સલાહકાર રામ કોંદિન્યાએ જણાવ્યું હતું. ઉદ્યોગે ખરીફ ૨૦૨૨માં ૪.૨ કરોડ પેકેટથી વધીને ૪.૮ કરોડ પેકેટની માંગની અપેક્ષા રાખી હતી.

ચોમાસાની ત્રકતુ દરમિયાન લાંબા સૂકા સમયગાળાને કારણે બીજ ઉત્પાદનમાં ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. ઘણી જગ્યાએ અંકુરણ પણ સમસ્યા હતી. બિયારણની ગુણવત્તા માટે, કપાસનો પાક દરેક રીતે સારો હોવો જોઈએ કોંદિન્યાએ કહ્યું.

ભારતમાં ૨૦૨૩ માં બીટી કપાસ હેઠળ ૧૧૬.૭૯ લાખ હેક્ટર અને નોન-બીટી જાતો હેઠળ ૬.૬૪ લાખ હેક્ટર વાવેતર નોંધાયું હતું.

બે એકર માટે સરેરાશ ત્રણ પેકેટ બિયારણની જરૂર પડે છે અને ગયા વર્ષના ૧૧૭ લાખ હેકટર વાવેતર વિસ્તારને સરખાવવા માટે, બીટી કપાસના લગભગ ૪.૩ કરોડ પેકેટની જરૂર છે, જે પૂરતી માત્રામાં મળવું અશક્ય છે, એક ઉદ્યોગ નિષ્ણાતે જણાવ્યું હતું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close