માવઠાંથી મોટા નુકસાનનો ખેડૂતોનો દાવો, વધુ સરકારી સહાયની માગ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નવેમ્બરના અંતે માવઠાને કારણે રાજ્યભરમાં અનેક પાકોને નુકસાન થયુ છે. પરંતુ ૩૩ ટકાથી નીચેનું નુકસાન ખેડૂતોને ભોગવવાનો વારો આવશે. સમગ્ર રાજ્યમાં વિવિધ પાકને થયેલું નુકસાન મહત્તમ રપ ટકાની આસપાસ છે. જ્યારે સરકારે ૩૩ ટકા ઉપરનું નુકસાન હોય તો જ રાહત આપવાની હૈયાધારણા આપી છે આ સંજોગોમાં નાના ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડશે.

પાટણ જિલ્લામાં તાજેતરમાં ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન થયું હતુ. પાટણ જિલ્લાના ખેતીવાડી વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ આશરે ૫૦ હજાર હેક્ટર વિસ્તારમાં કમોસમી માવઠાથી પાકોને માઠી અસર થઈ હોવાનું તારણ વ્યક્ત કરવામાં આવ્યુ છે. પાટણ જિલ્લામાં ખેતીવાડી વિભાગે હવે પાક નુકસાનીનો સર્વે હાથ ધર્યો છે.

જેમાં ગ્રામ સેવકોની ર૧ જેટલી ટીમો હાલમાં રાધનપુર, સાંતલપુર તાલુકા વિસ્તારમા સર્વે કરી રહી હોવાનુ સૂત્રોએ જણાવ્યું હતુ. પાટણ પંથકમાં વરસાદના કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી પાકોને નુક્સાન થયું હતું, પરિણામે તેમજ ખેતી અટકી જવા પામી હતી. વાવણી કરાયા બાદ કરા પડવાથી જીરાના ઊભા પાક્ને પણ નુકસાન પહોંચ્યુ હતું જ્યારે નુકસાન પહોંચેલ અન્ય પાકોમાં વરિળી, અજમો, સવા જેવા તમામ મસાલા પાકોને નુકસાન થયું હતું.

કમોસમી વરસાદને પગલે ખેતીના પાકોને મોટુ નુકસાન થતા ખેડૂતો દ્વારા સર્વે કરાવીને યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી ઉઠી હતી. પાટણ જિલ્લામાં ચાલુ શિયાળુ સિઝનમાં અત્યાર સુધીમાં દોઢ લાખ ઉપરાંત હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં ઘઉં, ચણા, રાઈ, જીરુ, સવા, અજમો અને ઘાસચારોજેવા પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે. મળતી માહિતી અનુસાર પાટણ જિલ્લામાં ચણાનું ૩૪,૬૨૦, રાયડાનુ ર૮,૮૬૯, જીરાનુ ર૫,૯૦૯, સવાનું ૧૦,૬૦૫, ઘઉંનું ૧૭,૦૧૫, ઘાસચારાનું ર૭૭૦૫, વરિયાળીનું ર,૦૯૩, અજમાનુ ૫,૦૬૭, ઇસબગૂલનુ ૧,૩૮૦ અને વિવિધ શાક્ભાજીનં ૧,૩૦૬ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યુ હતું.

દરમિયાનમાં ભૌલડી પંથકમાં વાદળછાયા વાતાવરણને કારણે એરંડા અને ઘાસચારામાં લીલી ઇયળોનો ઉપદ્રવ થતા પાકના લીલા પાન કોરી ખાઈ રહી છે. જેના કારણે એરંડાનું વાવેતર નિષ્ફળ ગયુ છે અને ખેડૂતોને એરંડો પશઓને ખવડાવી દેવાની નોબત આવી છે.

જોકે બનાસકાંઠાના ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતુ કે સતત વાદળછાયુ વાતાવરણ રહેવાના કારણે ઈયળો પડી છે. જેનો સમયગાળો ૧૫ દિવસનો હોય છે. જો વધુ ઠંડી પડશે ઇંયળો આપોઆપ મરી જશે. આ માટે અમે ખેડૂતોને સાયપરમેથીન દવાનો છંટકાવ કરવાની પણ ભલામણ કરી છે.

કિસાનસંઘના ગુજરાત ચેપ્ટરના વિઠ્ઠલ દૂધાત્રાએ જણાવ્યું હતુ કે તાજેતરમાં આવેલા માવઠાને કારણે બતાવી શકાય એવુ નુક્સાન થયું નથી. એકલ-દોકલ ખેડૂતોને પાકમાં નુકસાન થયું હશે. સૌરાષ્ટ્રમાં જીરામાં, ચણામાં પીળા છોડ પડી ગયા હોય તેવુ બન્યુ છે. તુવેરમાં ફાલ અને ફૂલ ખરી ગયા હોવાથી નુકસાનના સમાચાર છે.

એકંદરે જોઈએ તો પાંચથી દર ટકાનું નુક્સાન થયુ છે. પરંતુ સરકારે ૩૩ ટકાથી ઉપરનું નુક્સાન તેને જ રાહત આપવાનું નક્કી કર્યું છે તેથી સરકારને દબાવી સકાય એટલુ મોટુ નુક્સાન નથી. પરિણામે ઓછુ નુકસાન ખેડૂતોએ જાતે જ ભોગવવું પડશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment