Gujarat weather forecast: અશોકભાઈ પટેલની આગાહી બુધવાર સુઘી ઠંડીમાં ઘટાડો જોવા મળશે

WhatsApp Group Join Now

Telegram Group Join Now

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શિયાળાની જમાવટ થતી નથી ત્યારે હજુ એકાદ સપ્તાહ ઠંડી વધે તેમ નથી. વિપરીતપણે તાપમાનમાં વધારો થવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે આવતી ર૦ ડીસેમ્બર સુધી ઠંડીમાં ઘટાડો જોવા મળશે. ન્યુનતમ તાપમાન ૧૬ થી ૧૮ ડીગ્રી વચ્ચે રહેશ.

તેઓએ જણાવેલ હાલ સામાન્ય ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે સવારે ન્યુનતમ તાપમાન નોર્મલ અથવા નોર્મલથી ઉચુ રહે છે.જયારે મહત્તમ તાપમાન નોર્મલ નજીક છે. જેમ કે રાજકોટ ૧૪.૫ (નોર્મલ), અમરેલી ૧૬ (૩ ડિગ્રી પ નોર્મલથી ઉચુ), અમદાવાદ ૧૬.૫ (૩ ડીગ્રી નોર્મલથી ઉચુ), વડોદરા ૧૬.૪ (નોર્મલથી ૩ ડીગ્રી ઉચુ), ભુજ ૧૪.૬ (નોર્મલથી ૩ ડીગ્રી ઉચૂ), ડીસા ૧૩.૪ (નોર્મલથી ૧ ડીગ્રી ઉચુ) જયારે મહત્તમ તાપમાન દરેક સેન્ટરોમાં ૨૯ થી ૩૦ ડીગ્રી આસપાસ નોંધાય છે.

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી: દિવસનું મહતમ તાપમાન 31 થી 33 ડીગ્રીની રેન્જમાં પહોંચશે…

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા.૧૪ થી ૨૧ ડીસેમ્બર સુધીની આગાહી કરતા જણાવેલ કે સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં વધૂ દિવસો તાપમાન નોર્મલથી ઉંચુ જ રહેશે. આગાહી સમયમાં પવનો મૂખ્યત્વે ઉત્તર-પુર્વ અને પૂર્વના રહેવાની શકયતા છે. એક-બે દિવસ પવન અલગ-અલગ દિશામાંથી ફૂંકાશે તા.૧૮ થી ૨૧ દરમ્યાન પવન નોર્મલથી પાંચથી ૧૦ કિ.મી.ની ઝડપ વધુ રહેશે. તેમજ વાદળો થવાની શકયતા છે.

હાલમાં નોર્મલ ન્યુનતમ તાપમાન મોટા વિસ્તારોમાં ૧૩ થી ૧૪ ડીગ્રી ગણાય તેમજ કચ્છ અને રાજસ્થાનને લાગુ નોર્થ ગુજરાતમાં ૧૨ થી ૧૩ ડીગ્રી ગણાય. આગાહી સમયમાં ન્યુનતમ તાપમાન તા.૨૦ સુધી નોર્મલથી વધુ રહેશે.

માત્ર તા.૧૮ ડીસેમ્બર અને ૨૧ ડીસેમ્બરના તાપમાનમાં બે એક ડીગ્રીનો ઘટાડો જોવા મળશે. નોર્મલ મહત્તમ તાપમાન હાલ ૨૯ થી ૩૦, ડીગ્રી ગણાય આગાહી સમયમાં મહત્તમ તાપમાન બે થી ત્રણ ડીગ્રી ઉચુ રહેશે એટલે કે ૩૧ થી ૩૩ ની રેન્જમાં રહેશે.

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Leave a Comment