મહુવા યાર્ડમાં ફરી ડુંગળીની હરાજી શરૂ થતાની સાથે ડુંગળીના ભાવમાં ઉછાળો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

કેન્દ્ર સરકાર ડુંગળીની નિકાસ ઉપર ગત સપ્તાહે પ્રતિબંધ મૂક્યાં બાદ ગુજરાતમાં હજી તમામ સેન્ટરમાં ડુંગળીની હરાજી પુર્વવત થઈ નથી. મહુવામાં આજે હરાજી ચાલુ થઈ હતી અને ભાવ ઊંચામાં રૂ.૫૦૦ની નજીક પહોંચ્યાં હતાં.

બીજી તરફ ગોંડલમાં આવકો પુષ્કળ બે દિવસથી થઈ રહી છે, પંરતુ બાયરો નથી અને બીજી તરફ ખેડૂતોએ સતત બીજા દિવસે રસ્તા રોકો અને હરાજી અટકાવવી સાહેતનાં પગલા લઈને પોતાનો વિરોધ પ્રદ્શન વ્યક્ત ક્યાં હતો. આ તરફ કોંગ્રેસ દ્રારા પણ રાજ્ય સરકારને ઓનલાઈન-ઈમેઈલ કરીને નિકાસ પ્રતિબંધ દુર કરવા માટે રજૂઆત કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં ડુંગળીની નિકાસનો મુદ્દો આ વખતે વધારો ચગ્યો છે અને ખેડૂતોમાં રોષ વધારે છે. ખેડૂતોએ ગોંડલમાં રસ્તા રોકવા ટોળું આવ્યું હતું, પરંતુ પોલિસ આવતા મામલો થાળે પાડીને એકાદ કલાક બાદ રસ્તો પુનઃ શરૂ થયો હતો. યાર્ડમાં પણ અનેક ચીજોની હરાજી અટકી હતી.

ડુંગળીની નિકાસબધીનો ભારે વિરોધ : ઠેર ઠેર હરાજી બંધ: છ દિવસથી ડુગળીની હરાજી અટકે છેઃ મહુવા યાડમાં હરાજી શરૂ થઇ…

ગોંડલનાં સુત્રો કહે છેકે વેપારીઓને જૂના સૌદા કયાં હતા તે પૈકી હજી વેપાર નથી. બે-ત્રણ નિકાસકારોની ગાડીઓ બાંગ્લાદેશ માટે રવાનાં થઈ હતી અને નિકાસબંધી આવતા તેને પણ પેમેન્ટ કટોકટી ઊભી થઈ છે.

મહુવામાં લાલ ડુંગળીની ૧૫ હજાર કટ્ટાનાં વેપાર હતા અને ભાવ રૂ.૧૦૦થી ૪૮૬ હતા. સફેદમાં ૨૭૦૦ કટ્ટાનાં વેપારો હતા અને ભાવ રૂ.રરપથી ૪૫૧ હતાં. મહુવામાં હવે નિયમીત આવકો શરૂ કરવાની યાર્ડ જાહેરાત કરી છે.

ડુંગળીની અચાનક નિકાસબંધીના ઘેરા પડઘા ખેડૂત આલમમાં પડ્યાં છે. કેન્દ્ર સરકારે ગયા શુક્વારે અચાનક જાહેરાત કરીને માર્ચ ર૦ર૪ સુધી ડુંગળી નિકાસ નહીં કરવાનો પરિપત્ર ડીજીએફટી મારફતે બહાર પાડ્યો છે. ઠેર ઠેર એનો વિરોધ થઈ રહ્યો છે.

મહુવા યાર્ડમાં હરાજી શરૂ થતાની સાથે ડુંગળીના ભાવમાં ઊંચામાં રૂ.૪૮૬નાં ભાવ બોલાયાં…

ગોંડલ યાર્ડમાં ગઇકાલે ખેડૂતોએ દરવાજા બંધ કરીને હરાજી અટકાવી દીધી હતી અને હાઇવે પર ચક્કાજામ સર્જ્યો હતો. શુક્રનારે પણ આ સિલસિલો ચાલુ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. જોકે શુક્રવારે મહુવા યાર્ડમાં હરાજી થઈ હતી.

ભાવનગરમાં આવતીકાલથી હરાજી શરૂ કરવાનું નક્કી થયું છે. સરકારના પરિપત્રને કારણે ખેડૂતોને હવે નવા પાક નીકળવાના સમયે મંદીનો ફફડાટ પેસી ગયો છે. મહા મહેનતે પકવેલી ડુંગળીનો ભાવ નહીં મળે તેવા ભયના ઓથાર હેઠળ ઠેર હેર વિરોધ ઉઠ્યો છે.

ડુંગળીમાં મંદી વખતે સરકાર હાથ ઝાલતી નથી અને તેજી થાય ત્યારે તે ઠારીને ખેડૂતોના ભોગે લોકોને સસ્તી ડુંગળી આપવાની જાહેરાતો કરે છે. એનો ભારે વિરોધ ખેડૂત આલમમાં ઉઠ્યો છે.

માર્કેટ યાર્ડોમાં શુક્વારથી હરાજી બંધ થઈ ગઈ છે. જે ગુરુવારે શરૂ કરવાની જાહેરાત થઈ હતી પણ કિસાનોના વિરોધ વચ્ચે હરાજી થઈ ન હતી. ખેડૂતોની એક જ માગ છે કે નિકાસબંધી હટાવો.

સરકારની અચાનક જાહેરાતથી ખેડૂતોની માઠી બેઠી છે. કપાસના ભાવ મળતા નથી. બે વર્ષના તળિયે છે અને હવે ડુંગળીનો પાક બજારમાં આવવાનું શરૂ થયું છે ત્યાં નિકાસ બંધ કરી દેવાતા મંદી થઈ ગઈ છે.

નિકાસ બંધી પૂર્વે મહુવામાં ડુંગળીનો ભાવ સૌરાષ્ટ્રમાં મણે રૂ. ૧૦૦-૫૫ર હતો તે ઘટીને રૂ. ૧૦૦-૪૮૬ થઇ ગયો હતો. મહુવામાં હરાજી શુક્રવારથી કરવામાં આવી હતી અને આવક ૧૪૬૮૬ ગુણી હતી.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખરીફ સીઝન વખતે નાસિક્ના બિયારણ છાંટીને ડુંગળી વવાય છે. અત્યારે તેની આવક થતી હોય છે. નવો માલ નીકળવા લાગ્યો છે એટલે ખેડૂતોને ચિંતા છે. ખરીફમાં પાકેલી ડુંગળીનું આયુષ્ય દસેક દિવસનું જ હોય છે. જો એનો નિકાલ ન થાય તો એ બગડી જાય છે અને વજન ઘટ પડે છે. એટલે ખેડૂતો લાંબો સમય હરાજી બંધ રાખશે તો પણ નુક્સાની જશે એમ જાણકારો કહે છે.

જોકે નિકાસબંધીની મોટી ચિંતા તો શિયાળુ પાક માટે પણ છે. શિયાળુ વાવેતર હજુ સંપન્ન થયા નથી અને પીળી પત્તીની રોપલીનું વાવેતર મોઘું બિયારણ ખરીદીને ખેડૂતોએ ૫૦ હજાર હેક્ટરમાં કરી દીધું છે. આ માલ ફેબ્રુઆરીમાં બજારમાં આવશે ત્યારે ભાવની સ્થિતિ અતિ ખરાબ હશે એટલે ખેડૂતોને મોટાં ફટકાં પડશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment