હાલના વરસાદથી ઉંઝા માર્કેટયાર્ડની કોમોડિટીમાં ઉછાળો આવવાની શક્યતા ઓછી

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

સારાં વરસાદને લીધે હવે બજારની મનોવૃત્તિ હકારાત્મક થઈ ગઈ છે. જોકે, હવે મસાલાના ભાવ ઊંચકાવા મુશ્કેલ થઈ ગયા છે. ઊંઝા ગંજ બજારમાં વરસાદ પછી ઘરાકી માપની છે. રવી પાકોની વાવણીનો સમય નજીક આવી ગયો છે.

નવરાત્રિમાં વાવેતર થશે જીરું, વરિયાળી, ઈસબગુલ અને સુવામાં બમ્પર વાવેતરની શક્યતા છે. ઊંચા ભાવનો લાભ વાવેતરને મળશે. તળાવો, નદી અને કૂવા ભરેલા છે એટલે ખેડૂતોને રાહત છે.

ઊંઝા ગંજ બજારમાં જીરુંની આવક ૧૫૦૦-૨૦૦૦ ગૂણીની રહે છે. વેપારીઓના માલ આવે છે, ખેડૂત માલ પૂરા થયા છે. આશરે ૩-૪ હજાર ગૂણીના વેપાર થાય છે. નફારૂપી વેચવાલી છે, પણ દેશાવરની માગ ઊંચા ભાવને લીધે નથી. ભાદરવામાં સામાન્ય વર્ષોમાં માગ રહેતી હોય છે, પણ છેલ્લાં બે વર્ષથી માગ ઓછી છે.

હલકાં માલનો ભાવ રૂ. ૯૦૦૦-૯૧૦૦, હલકાં રૂ. ૯૫૦૦-૯૭૦૦ અને મધ્યમ સારાં માલના રૂ।. ૧૧,૦૦૦-૧૧,૫૦૦ હતા. કચ્છના બોલ્ડ જીરુંનો ભાવ રૂ. ૧૨,૦૦૦ આસપાસ છે. નિકાસની બિલકુલ માગ નથી.

અગાઉ ગયેલા જીરુંના કેટલાક ક્ન્ટેઈડનરો પરત આવ્યા છે, તે ઉપરાંત ચીનના માલની પણ આયાત થઈ છે. ચીનની ગુણવત્તા નબળી છે, પણ પછાત રાજ્યોમાં તે ચાલી જાય છે. જીરુંનું વાવેતર ગુજરાત અને રાજસ્થાનમાં બમ્પર થશે. અકલ્પનીય ભાવ થવાને લીધે આકર્ષણ ખૂબ છે. જીરું ઊંચકાયું એટલે વરિયાળી અને સુવા મિક્સિંગમાં જતા એ બન્નેના ભાવ પણ વધ્યા છે.

વરિયાળીમાં હળવદ ક્વોલિટી રૂ।. ૩૬૦૦-૪૧૦૦, સાબરકાંઠાના ક્લરવાળા રૂ.૪૦૦૦-૪૫૦૦, આબુ રોડના રૂ. ૪૮૦૦-૬૫૦૦ના ભાવ છે. અજમામાં વેપાર પરચૂરણ છે. હલકાં રા. ર૮૦૦-૨૯૦૦ અને સારા રૂ. ૩૦૦૦-૩૧૦૦, બોલ્ડ માલમાં રૂ.૩૩૦૦-૩૪૦૦ના ભાવ છે.

ઈસબગુલમાં વેપારી માલની આવક રાજસ્થાન તરફથી રોજ ૧૫૦૦-ર૦૦૦ ગૂણીની થાય છે. ભાવ ઊંચા છે એટલે સ્ટોકના માલ આવે છે. જનરલ ભાવ રૂ।. ૪૬૦૦-૫૧૦૦ ઊંચા માલમાં હતા.

ફોરેનની નવી પૂછપરછ નથી, જૂના સોદાના સપ્લાય ચાલુ છે. દૈનિક પાંચ હજાર ગૂણી આસપાસ વેપાર થાય છે. તલમાં ૫૦૦-૭૦૦ ગૂણીના વેપાર થાય છે. ધોવાબરના રૂ. ૩૦૦૦-૩૧૦૦ અને કરિયાણાબરના રૂ. ૩ર૦૦-૩૨ર૫૦ના ભાવ હતા. નવરાત્રિ આસપાસ નવી ચોમાસું તલની આવક શરૂ થશે, એટલે માગ પણ ઓછી છે.

Leave a Comment