જીરા વાયદા બજાર : જીરુમાં સ્ટોકિસ્ટો અને ખેડૂતના માલની જોર આવકથી જીરુંના ભાવમાં સ્થિરતા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હાલ વરસાદની પ્રતીક્ષામાં ગંજ બજારમાં સામાન્ય કામકાજ રહ્યા હતા. ઊંઝા ગંજબજાર ખાતે વિતેલા સપ્તાહે જીરુંની આવકોમાં વધારો થયો હતો.

જો કે, આ આવક ખેડૂતો અને સ્ટોક્સ્ટિ માલની જ હતી. રવિ સિઝનનો પ્રારંભ નવરાત્રિથી થશે ત્યારે જીરામાં બિયારણની ઘરાકી નીકળશે તેમ મનાય છે. સામાન્ય રીતે દિવાળી પૂર્વેની દેશાવરોની ઘરાકી આ સમય દરમિયાન નીકળે છે. જોકે, ગયા વર્ષે માગનો અભાવ જોવા મળ્યો હતો. આ વર્ષે પણ ઊંચા ભાવ હોવાથી ઘરાકી નીકળવાના ધારણા નથી.

જીરુંમાં બહારની આવકોમાં વધારો થયો છે. જોકે, વેપારીઓના અનુસાર ખેડૂત માલ અને સ્ટોકિસ્ટોનો માલ હવે ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. હાલમાં નિકાસ નથી. પરંતુ સ્થાનિક ઘરાકીને ટેકે બજાર જળવાયેલું છે. જીરાની આવક ર૫૦૦ બોરીની અને વેપાર ૪ હજાર બોરીના રહ્યા હતા.

માર્કેટયાર્ડમાં જીરુંના ઊંચા ભાવ : ગુજરાતમાં કચ્છના જીરુંના બોલ્ડ માલના સૌથી વધુ ભાવ માર્કેટયાર્ડમાં બોલાયા હતા…

તેમાં હલકા માલના રૂ. ૯૦૦૦ થી ૯૨૦૦, મીડિયમના રૂ. ૬૫૦૦ થી ૯૭૦૦ અને સારા માલના રા. ૧૧,૦૦૦ થી ૧૧,૫૦૦ રહ્યા હતા. વાયદો મજબૂત હોવાને કારણે હાજરમાં તેની અસર પડતી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. તો બીજી બાજુ ક્ચ્છના બોલ્ડ માલના રૂ. ૧૧,૮૦૦ થી ૧૨૦૦૦ સુઘીના બોલાયા હતા. હાલમાં પરદેશની કોઈ નવી માગ નથી.

વરિયાળીમાં ૧૫૦૦ બોરીના વેપાર રહ્યા હતા. તેમાં હળવદ ક્વોલિટીના રૂ. ૩૭૦૦ થી ૪૧૦૦, સાબરકાંઠાના કલર માલના રૂ. ૪૦૦૦ થી ૫૦૦૦, આબુ રોડના રૂ. ૫૦૦૦ થી ૬૫૦૦ સુધીના ભાવ રહ્યા હતા.

અજમામાં પણ વેપાર મંદ છે તેમાં બિલકુલ ઘરાકી નથી. અજમામા બજાર યથાવત છે. તેમાં હલકા માલના રૂ।. ર૮૦૦ થી ર૯૦૦, સારા માલના રૂ. ૩૧૦૦થી ૩૩૦૦ અને બોલ્ડ માલના રૂ૫. ૩૫૦૦ રહ્યા હતા. અજમામાં હજુ પણ રૂ. ૪૦૦નો ઘટાડા સાથે ઘટ્યા મથાળે બજાર પડેલી છે.

ઇસબગૂલમાં ૧૫૦૦થી ૧૭૦૦ બોરીની રાજસ્થાનની આવકો નોંધાઈ હતી. તેમાં પણ વેચવાલીનો માહોલ રહ્યો હતો. તેમાં વેપાર ૩ હજાર બોરીના નોંધાયા હતા. તેના જનરલ ભાવ રૂ૫ ૪૫૦૦ થી ૫૩૦૦ સુધીના રહેવાની સાથે બજાર મક્કમ રહ્યું હતું. તલમાં વેપાર ૫૦૦થી ૭૦૦ બોરીના નોંધાયા હતા. તેમા ધુંઆબરના રૂ૫ ૩૦૦૦ થી ૩૧૦૦, જ્યારે કરિયાણાબરના રૂ. ૩૨૦૦ થી ૩ર૫૦ સુધીના ભાવ રહ્યા હતા.

વેપારીઓના અનુસાર ચાલુ વર્ષે જીરું, વરિયાળી, સુવા, અજમો, ઇસબૂગલના ભાવ ઊંચા હોવાથી રવિ સિઝનમાં બમ્પર વાવેતર થવાનું અનુમાન છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment