ઘઉંમાં મોટી હલચલ: ખેડૂતોને ઘઉંના ભાવમાં હજી સુધારો થવાની ધારણાં

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઘઉંમાં છેલ્લા એક સપ્તાહથી મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ઘઉંમાં વૈશ્વિક બજાર ની અપડાઉન પાછળ લોકલ બજારો પણ વધી રહી છે. આગામી દિવસોમાં ઘઉંની બજારમાં આવી જ વધઘટ ચાલુ રહે તેવી ધારણાં છે.

ઘઉનાં ભાવ માં આજે સરેરાશ ઘટ્યાં ભાવથી ક્વિન્ટલે રૂ.૧૦થી ૨૦નો સુધારો હતો. પીઠાઓમાં બે-પાંચ રૂપિયા વધ્યાં હતાં. નવા ઘઉંની આવકો આજે પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં ૧૦૦૦થી ૧૨૦૦ ગુણીની થઈ હોવાનો અંદાજ છે.

રાજકોટમાં ઘઉંની ૧૫૦૦ બોરીની આવક હતી અને રાજકોટ ઘઉંનાં ભાવ મિલબરમાં રૂ.૩૪૫ થી ૩૪૭નાં ભાવ હતાં. જ્યારે એવરેજ ક્વોલિટીમાં રૂ.૩પપથી ૩૫૫ અને બેસ્ટમાં રૂ.૩૬૦થી ૩૮૦નાં ભાવ હતાં. સુપર બેસ્ટ ક્વોલિટીમાં રૂ.૪૦૦ સુધીનાં ભાવ હતાં.

ગોંડલમાં ઘઉની ૧૫૦૦ ગુણીની આવક હતી અને ગોંડલ ઘઉંનાં ભાવ માં રૂ.૩૦૪ થી ૩૭૦ અને ટૂકડામાં રૂ.૩૨૦ થી ૪૧૦નાં લોકવન ઘઉંનાં ભાવ હતાં.

વૈશ્વિક બજારો ઊંચકાતા લોકલ નિકાસકારોએ પણ ભાવ વધાર્યા…

હિંમતનગરમાં ૧૫૦૦ ગુણીની આવક હતી અને હિંમતનગર ઘઉંનાં ભાવ મિલબરનાં રૂ.૩૪૦થી ૩૪૫, મિડીયમમાં રૂ.૩૫૦થી ૩૬૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૩૮૦થી ૪૦૦નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

1 thought on “ઘઉંમાં મોટી હલચલ: ખેડૂતોને ઘઉંના ભાવમાં હજી સુધારો થવાની ધારણાં”

Leave a Comment