કપાસમાં તેજી અટકતાં જીનર્સોની ઓછી ખરીદીથી કપાસમાં ભાવ ઘટયા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

રૂના ભાવ વધતાં અટકી જતાં જીનર્સોની કપાસ ખરીદી ધીમી પડતાં તેમજ કવોલીટીના પ્રશ્નો વધી જતાં કપાસમાં મણે રૂ.૧૦ ઘટયા હતા.

દેશભરમાં કપાસની આવક મંગળવારની રજા છતાં બુધવારે વધુ ઘટીને ૩૪ થી ૩૫ લાખ મણ એટલે કે રૂની ૧.૪૦ થી ૧.૪૫ લાખ ગાંસડીની આવક રહી હતી. ઉત્તર ભારતમાં હવે કપાસની આવક લગભગ પૂરી થઇ ચૂકી હોઇ માંડ અઢી લાખ મણની આવક રોજિંદી થઇ રહી છે આવી જ સ્થિતિ દક્ષિણ ભારતની છે.

તેલંગાનામાં આવક ઘટીને પાંચ લાખ મણ અને અન્ય રાજ્યોમાં પાંચ લાખ મણ થઇને દક્ષિણ ભારતમાં ૧૦ લાખ મણ કપાસની આવક થઇ રહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ ત્રણ રાજ્યોમાં હાલ કપાસની આવક થઈ રહી છે જો કે પહેલા કરતાં આ ત્રણેય રાજ્યોમાં આવક ધીમે ધીમે ઘટી રહી છે.

આજે દેશાવરમાં કપાસના ભાવ મણે રૂ.પ થી ૧૦ નરમ હતા. ઉત્તર ભારતના રાજ્યોમાં કપાસના ભાવ રૂ.૧૧૮૦ થી ૧૨૦૦ અને દક્ષિણ ભારતના રાજ્યોમાં રૂ।.૧૧૦૦ થી ૧૨૨૦ સુધી બોલાયા હતા. કર્ણાટકમાં કપાસના ભાવ ઊંચામાં રૂ.૧૨૪૦ બોલાયા હતા.

ગુજરાતમાં કપાસની આવક માર્કટયાર્ડોમાં સવા ત્રણ લાખ મણ આસપાસ હતી અને ઓવરઓલ આવક આઠ થી દસ લાખ મણની જળવાયેલી હતી કારણ કે દેશાવરના કપાસની આવક બહાર ઊંચા ભાવ હોઇ દિવસેને દિવસે ઘટી રહી છે. કડીના અગ્રણી બ્રોકરના જણાવ્યા પ્રમાણે આજે મહારાષ્ટ્રની ૧૫૦, આંધ્ર-કર્ણાટકના ૫૦-૫૦ ગાડી અને કાઠિયાવાડની ૧૨૫ ગાડીની આવક હતી.

કડીમાં મહારાષ્ટ્રના કપાસના ભાવ રૂ.૧૧૨૦ થી ૧૧૬૫, આંધ્રના કપાસના ભાવ રૂ.૧૧૨૦ થી ૧૧૮૦, કર્ણાટકના કપાસના ભાવ રૂ।.૧૧૪૦ થી ૧૧૯૦ અને સૌરાષ્ટ્રના કપાસના ભાવ રૂ।.૧૧૪૦ થી ૧૧૯૦ના ભાવ બોલાતા હતા. કડીમાં આજે કપાસના ભાવ મણે રૂ.૧૦ થી ૧૫ ઘટયા હતા.

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં મંગળવારે આવક વધીને ૨.૨૫ લાખ મણની હતી અને સૌરાષ્ટ્ર કપાસના ભાવ નીચામાં રૂ।.૧૦રપ થી ૧૦૫૦ અને ઊંચામાં રૂ।.૧૧૭૫ થી ૧૨૦૫ બોલાયા હતા. સારી ક્વોલીટીની કપાસમાં ઊંચા મથાળેથી આજે રૂ।.૧૦ ઠંડા હતા.

માર્કેટયાર્ડામાં આવક વધી હોઇ આજે ભાવ થોડા દબાયા હતા. ખાસ કરીને ગામડે બેઠા ઊંચામાં રૂ.૧૧૮૫ થી ૧૨૦૦ સુધીના વેપાર થયા બાદ આજે ગામડે બેઠા રૂ.૧૧૭૫ થી ૧૧૮૦ ઊંચામાં ભાવ બોલાતા હતા.

જીનપહોંચ કપાસમાં પણ આજે રૂ.૧૦ ઘટયા હતા. જીનપહોંચ કપાસમાં એકસ્ટ્રા સુપર કવોલીટી એટલે કે ૩૫ ઉપરના ઉતારા અને ૧૦ ટકા નીચે હવા ધરાવતાં કપાસના રૂ.૧૧૮૫ થી ૧૨૦૫ બોલાતા હતા.

એવરેજ સુપર કવોલીટીના રૂ.૧૧૬૦ થી ૧૧૬૫, મિડિયમ ક્વોલીટીના રૂ.૧૧૫૦ થી ૧૧૬૦ અને એકદમ એવરેજ કવોલીટીના રૂ.૧૦૯૫ થી ૧૧૧૫ ભાવ બોલાયા હતા.

સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકર જણાવ્યું હતું કે આવકનો મૂડ જોતાં હજુ આખો કેબ્રુઆરી આવકનું પ્રેશર જળવાઇ રહે તેવું લાગે છે. તા.૧૫મી માર્ચ પછી કપાસની આવક સાવ ઓછી રહેશે તેવું હાલ દેખાઈ રહ્યું છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment