મગફળીમાં ઓછા વેચાણ, પરંતુ સીંગદાણા તુટતા ભાવમાં નરમાઈ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીમાં પાંખી વેચવાલી જોવા મળી રહી છે, પંરતુ સીંગદાણાનાં ભાવમાં ઘટાડો થવાને પગલે દાણાબર મગફળીનાં ભાવ મણે રૂ.૧૦થી ૧૫નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં સીંગદાણાની બજારમાં ભાવ હજી નીચા આવે તેવી પણ સંભાવનાં રહેલી છે.

દાણાબર મગફળીનાં ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો ઘટાડો જોવા મળ્યો…

બીજી તરફ પિલાણ મગફળીનાં સરેરાશ ટકેલા કે રૂ.૫ નરમ હતાં. સીંગતેલ લુઝમાં ઘટાડો દેખાતો ન હોવાથી મગફળીની બજારને પણ મોટો ટેકો મળે તેવી સંભાવના જાણકારો વ્યક્ત કરી રહ્યાં છે.

ગોંડલમાં મગફળીની રપ હજાર ગુણીની આવક હતી અને વેપાર ૨૩૦૦૦ ગુણીનાં થયા હતા. ગોંડલ મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૧૦૫૦થી ૧૧૫૦, રોહીણીમાં રૂ.૧૦૦૦ થી ૧૧૫૦, ૬૬ નંબરમાં રૂ.૬૦૦થી ૧૧૫૦નાં ભાવ હતાં. જી-૩૭માં રૂ.૧૦૦૦થી ૧૧૦૦નાં ભાવ હતાં.

રાજકોટમાં ૪૦ હજાર ગુણીની આવક હતી અને ૧૫ હજાર ગુણીનાં વેપાર થયા હતાં. હજી ૬૦ હજાર ગુણી પેન્ડિંગ પડી છે. રાજકોટ મગફળીનાં ભાવ ટીજે ૩૭માં રૂ.૬૮૫૦થી ૧૧૫૦, ર૪ નં. રોહિણીમાં રૂ.૮૫૦થી ૧૧૫૫, ૩૯ નં.બોલ્ડમાં રૂ.૮૮૦થી ૧૦૬૦, જી-ર૦માં રૂ.૧૦૦૦ થી ૧૧૬૦, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૧૫૦ અને ૯૯ નં.માં રૂ.૮૮૦થી ૧૦૫૦નાં ભાવ હતાં. ૯ નંબરમાં રૂ.૧૦૫૦થી ૧૧૬૦નાં ભાવ હતાં.

જામનગરમાં ૪૦૦૦ ગુણીનાં વેપાર થયા હતાં. જામનગર મગફળીનાં ભાવ જી-૨૦માં રૂ.૧૦૨૫ થી ૧૧૨૫, જી-૩૭નાં ભાવ રૂ.૧૦૦૦થી ૧૧૧૫, ૬૬ નંબરમાં રૂ.૮૫૦થી ૧૦૫૦ અને રોહીણીમાં રૂ.૮૫૦થી ૧૧૦૦નાં ભાવ હતાં.

મહુવામાં ૬૫૦૦ ગુણીની આવક હતી અને મહુવા મગફળીનાં ભાવ માં રૂ.૯૫૨ થી ૧૨૫૧ અને જી-ર૦માં રૂ.૯૭૧ થી ૧૨ર૮નાં ભાવ હતાં. જી-પમાં રૂ.૧૦૦૧ થી ૧૧૭૫નાં ભાવ હતાં.

હીંમતનગરમાં ૩૫૦૦ ગુણીની આવક હતી અને હીંમતનગર મગફળીનાં ભાવ રૂ.૧ર૨રપ થી ૧૪૯૦ સુધીનાં ભાવ બોલાયાં હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment