Gujarat Rain forecast: અશોકભાઈ પટેલની આગાહી રાજયભરમાં મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરુ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરુ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાત ઉપર અનેકવિધ પરીબળોની અસરરૂપે તા. ૧૮ થી ૨૫ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર – કચ્છના ૫૦ ટકા વિસ્તારોમાં બે ઈંચ સુધી તો બાકીના ૫૦ ટકા વિસ્તારોમાં બે થી ચાર ઈંચ તો ભારે વરસાદવાળા સેન્ટરોમાં આ આંકડો ૮ ઈંચને પણ વટાવી જાય.

જયારે ગુજરાત રીજનમાં ૫૦ ટકા વિસ્તારોમાં ૨૫મી સુધી અઢી ઈંચ સુધી તો બાકીના ૫૦ ટકા વિસ્તારોમાં અઢીથી સાડા ચાર ઈંચ તો અતિ ભારે વરસાદવાળા સેન્ટરોમાં ૮ ઈંચથી પણ વધુ વરસાદ પડવાની શકયતા વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે દર્શાવી છે.

તા. ૧૮ થી ૨૫ જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર – કચ્છ રીજનમાં ૫૦% વિસ્તારોમાં બે ઈંચ સુધી અને બાકીના ૫૦% વિસ્તારોમાં બે થી ચાર ઈંચ તો કોઈ- કોઈ જગ્યાએ ૮ ઈંચને પણ વટાવી જવાની સંભાવના…

ગુજરાત રાજયમાં આજે સવાર સુધીમાં ૬૭ તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં ૨૯ તાલુકાઓમાં ૧૦ મી.મી. કે તેથી વધુ વરસાદ પડ્યો હતો. તા. ૧૭ જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ રીજનમાં નોર્મલથી ૧૪૭ ટકા વધુ વરસાદ થયો છે. ફકત કચ્છને ગણીએ તો તે વધારો ૩૧૯ ટકા છે. જયારે ગુજરાત રીજનમાં આ વધારો ૩૬ ટકા છે. સમગ્ર ગુજરાતમાં ૮૪ ટકા નોર્મલથી વધુ વરસાદ થયો છે.

તેમ છતા દેશ લેવલે ઘણા રાજયોમાં વરસાદની ખાધ છે. જેમ કે કેરાલા, કર્ણાટક, તેલંગણા, ઓડીસ્સા, ઝારખંડ અને બિહાર. તેવી જ રીતે પૂર્વોત્તર રાજયોમાં મણીપુર, મિઝોરમ, ત્રિપુરા અને અરૂણાચલ પ્રદેશમાં પણ વરસાદની ખાધ છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં નોર્મલથી ૮૪% વધુ વરસાદ પડી ગયો: જયારે દેશના ઘણા રાજયોમાં હજુ વરસાદની ખાધ…

હાલમાં મોનસુન ટ્રફ દરિયા લેવલે ગંગાનગર, અલ્વર, ગ્વાલીયર, અંબિકાપૂર અને ચાંદબલી અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળની ખાડી ૧.૫ કિ.મી.ના લેવલે લંબાય છે.

એક સાયકલોનીક સરકયુલેશન છત્તીસગઢ આસપાસ ૫.૮ કિ.મી.ના લેવલ સુધી છે. એક બહોળુ સરકયુલેશન સૌરાષ્ટ્રથી દક્ષિણે દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર એમ.પી. બોર્ડર ઉપરથી પસાર થાય છે.

ગુજરાત રીજનના ૫૦% વિસ્તારોમાં અઢી ઈંચ સુધી તો બાકીના ૫૦% વિસ્તારોમાં અઢી થી ૪ાા ઈંચ તો અતિ ભારે વરસાદવાળા સેન્ટરોમાં ૮ ઈંચથી પણ વધુ વરસાદ ખાબકશે…

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૧૮ થી ૨૫ જુલાઈ સુધીની આગાહી કરતાં જણાવેલ કે સૌરાષ્ટ્ર – કચ્છ રીજનના સમયમાં વિવિધ પરીબળો અસરકર્તા રહેશે. ગુજરાત અને લાગુ અરબી સમુદ્ર ઉપર અપરએર સાયકલોનીક સરકયુલેશન છે.

ચોમાસુ ધરી આગાહી સમયમાં વધુ દિવસ નોર્મલ આસપાસ અને અમુક દિવસ ગુજરાત રાજય નજીક આવવાની શકયતા છે. (૧.૫ કિ.મી.ના લેવલ ઉપર) વિવિધ લેવલમાં બહોળુ સરકયુલેશન છવાશે. ૧.૫ કિ.મી., ૩.૧ કિ.મી. અને ૫.૮ કિ.મી.ના લેવલમાં વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝૂકાવ રહેશે.

બંગાળની ખાડી બાજુ એક અથવા વધુ અપરએર સાયકલોનીક સરકયુલેશન થવાના હોય મોનસુનટ્રફ પણ દ. ગુજરાતથી કેરાલા સુધી સક્રિય રહેશે.

અમુક દિવસે વરસાદની શકયતા જેમાં કુલ વરસાદ ૫૦ મી.મી. સુધી. બાકીના ૫૦ ટકા વિસ્તારમાં ઘણા દિવસ વરસાદની શકયતા જેમાં કુલ વરસાદ ૫૦ થી ૧૦૦ મી.મી. તેમજ અતિ ભારે વરસાદની શકયતામાં ૨૦૦ મી.મી.ને પણ વટાવી જવાની સંભાવના છે.

ગુજરાત રીજનમાં ૫૦ ટકા વિસ્તારમાં આગાહી સમયમાં અમુક દિવસે વરસાદની શકયતા તેમાં કુલ વરસાદ ૬૦ મી.મી. સુધી. બાકીના ૫૦ ટકા વિસ્તારમાં આગાહીના ઘણા દિવસ વરસાદની શકયતા. જેમાં કુલ વરસાદ ૬૦ થી ૧૨૦ મી.મી. તેમજ અતિ ભારે વરસાદવાળા સેન્ટરોમાં આગાહી સમયમાં ૨૦૦ મી.મી.ને પણ વટી જાય.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment