Gujarat Weather Ashok Patel : ગુજરાતમાં હવામાન પલટાશે, બુધ થી શનિ દરમિયાન માવઠાની શકયતા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ સપ્તાહમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં શિયાળાની એન્ટ્રી વચ્ચે આવતા બે દિવસમાં હવામાન પલ્ટો થવા સાથે માવઠાની શકયતા ઉભી થઈ છે. જેથી રાજયમાં વાતાવરણમાં પલટો જોવા મળશે.

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે આગામી તા.૧૭ થી ૨૦ નવેમ્બર સુધી કેટલાક ભાગોમાં ઝાપટાં, હળવો વરસાદ કે કયાંક મધ્યમ વરસાદની શકયતા હોવાની કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

હાલ બંગાળની ખાડી અને અરબી સમુદ્ધ બંને સક્રિય છે. આ દિવસો દરમિયાન ભેજનું પ્રમાણ વધશે.સવારે અને રાત્રીના સમયે અનુભવાતા ઠંડીના કૂણા ચમકારામાં ઘોડોક ઘટાડો આવશે. જયારે દિવસનું તાપમાન ઘટશે.

બુધવારથી છુટાછવાયા ઝાપટા, હળવો અને કયાંક કયાંક મધ્યમ વરસાદની પણ સંભાવના, ભેજ વધશે, દિવસનું તાપમાન ઘટશે : અશોકભાઈ પટેલ

આ સિસ્ટમ્સ મુખ્યત્વે પશિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. બે-ત્રણ દિવસમાં દક્ષિણ આંધ્રપ્રદેશ તધા ઉત્તરિય તામિલનાડુના સાગરકાંઠા પર પહોંચવાની શકયતા છે. બીજુ એક અપરએર સાયકલો સરકયુલેશન મધ્ય પૂર્વ અરબી સમુદ્ર લાગુ કણોટકના દરિયાકિનારા ઉપર છે. જે ૫.૮ કિ.મી. હી ફેલાયેલ છે. આવતીકાલ સુધીમાં મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં ગોવાથી પશ્ચિમે લો પ્રેશર થશે.

આ લો પ્રેશર તટીય કર્ણાટક તથા ગોવાની પશ્ચિમે છે. આવતા ચોવીસ કલાકમાં મજબૂત થઈને લો-પ્રેશર બનશે. બે-ત્રણ દિવસ તે મધ્ય-પૂર્વ અરબી સમુદ્રમાં રહેશે અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. હાલમાં અરબી બાજુનો અપરએર સાયક્લોનીક સરકયુલેશન છે.

અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડી અને આણ સમુદ્ર બંને સક્રિય થી લો પ્રેશરની અસરથી સૌરાષ્ટ્ર-કચ્છ – ગુજરાતમાં મદૂડાની શકયતા….

આ બન્ને અપરએર સાયકલોનીક સરકયુલેશન વચ્ચે એક બહોળુ સરકયુલેશન ફેલાયેલ છે. ઉપરાંત એક વેસ્ટર્ન ડિસ્ટબન્સ છે જે ૧૮મી નવેમ્બરે ઉત્તર પશ્ચિમી ભારતને અસર કરશે.

પ્રવર્તમાન વાતાવરણમાં સૌરાષ્ટ્ર કરતા પણ કચ્છમાં ઠંડીનો ચમકારો વધુ છે. ભેજનું પ્રમાણ દિવસના તા.૧૮-૧૯ ના ર્હેશે. પવનો મુખ્યત્વે ઉત્તર સના અને વના રહેશ. કંડલાનું તાપમાન ૧૭ ડિગ્રી નોંધાયુ હતું તે નોર્મલ કરતા ચાર ડિગ્રી વધુ છે. વાદળો અવાર-નવાર જોવા મળશે. દિવસના તાપમાનમાં ઘટાડા આવશે.

તાપમાનની વાતમાં જણાવ્યું કે અમરેલીનું ૧ ૬ જમ તાપમાન નોર્મલ કરતા એક ડિગ્રી નીચું હતું. સૌરાષ્ટ્રના સેન્ટરોમાં રાજકોટનું ન્યુનત્તમ તાપમાન ૧૫.૭ ડિગ્રી તથા પોરબંદર ૧૬.૩ ડિગ્રી હતું તે નોર્મલ કરતા ત્રણ ડિગ્રી નીચું છે.

ગુજરાત વેધર અશોકભાઈ પટેલે કહ્યું કે સૌરાષ્ટ્ર-કચ્છ -ગુજરાતમાં ૧૭થી ૨૦ નવેમ્બર દરમિયાન માવઠું થવાની શકયતા છે. આ દરમિયાન છૂટાછવાયા ઝાપટા, હળવો વરસાદ કે કયાંક મહત્તમ વરસાદની પણ શક્યતા છે.

આગાહી મુજબ અવારનવાર વાદળો દેખાશે એટલે ન્યુનત્તમ તાપમાન વધશે. ૧૮ અને ૧૯મીએ દિવસનો ભેજ પણ વધશે. આ સમયગાળામાં પવન ઉત્તર પૂર્વ-પૂર્વનો રહેવાની શકયતા છે. છતા મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment