ગુજરાતમાં મિલોની માંગની લેવાલી સારી હોવાથી મગફળીના ભાવમાં ઉછાળો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળીની વેચવાલી ઓછી છે અને પિલાણ મિલોની ખોળની તેજી પાછળ લેવાલી સારી હોવાથી મણે રૂ.૧૦ થી રપ સુધીનો સુધારો જોવા મળ્યો હતો. ઉત્તર ગુજરાતનાં અમુક સેન્ટરમાં મગફળીનાં ભાવમાં ઊંચા ભાવથી રૂ.૨૦થી રપ નરમ હતાં. સીંગદાણાનાં ભાવ બે તરફી વધઘટે અથડાય રહ્યાં હતાં.

ગોંડલમાં ૩૨ હજાર ગુણીનાં વેપારો થયા હતા. ભાવ જી-ર૦માં રૂ.૯૫૦ થી ૧૨૦૦, ૩૭ નંબરમાં રૂ.૧૦૦૦ થી ૧૧૫૦ અને ૩૯ નંબરમાં રૂ.૮૫૦ થી ૧૧૦૦નાં ભાવ હતાં.

રાજકોટમાં ૧૭ હજાર ગુણીનાં વેપાર હતાં. ભાવ રોહીણીમાં રૂ.૧૦૦૦ થી ૧૧૫૦, ર૪ નંબરમાં રૂ.૧૦૫૦ થી ૧૧૮૦, ૩૭ નંબરમાં રૂ.૧૦૦૦ થી ૧૧૨રપ, ૩૯ નંબરમાં રૂ.૯૪૦ થી ૧૦૮૦, જી-૨૦માં રૂ.૧૦૩૦ થી ૧૧૭૦ અને બીટી ૩ર ન.માં રૂ.૯૭૦ થી ૧૧૨૦ હતાં.

હળવદમાં ર રથી ૨૩ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૬૯૭૫ થી ૧૦૫૦ અને સારા માલમાં રૂ.૧૧૦૦થી ૧૧૫૦ સુધીનાં ભાવ હતાં.

સીંગખોળનાં ભાવ વધ્યાં હોવાથી ગુજરાત રાજ્યમાં મગફળીની બજારમાં પણ લેવાલી સારી…

હિંમતનગરમાં રપ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૩૦ થી ૧૪૮૮ હતા. ડીસામાં ૪૫ હજાર ગુણીની આવક સામે ભાવ રૂ.૧૦૮૦ થી ૧૩૯રનાં ભાવ હતાં.

મગફળીની પાલનપુરમાં ૩૨ હજાર ગુણી, પાથાવાડામાં પપ હજાર ગુણી અને ઈડરમાં ૧૦ હજાર ગુણીની આવક થઈ હતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment