Weather Update : ગુજરાતમાં આજે છુટા છવાયા સ્થળે ઝાપટા તો ક્યાંક ક્યાંક હળવો મધ્યમ વરસાદ પડશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતમાં આજે છુટા છવાયા વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે, દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, તાપી અને નર્મદા જિલ્લાઓના વિસ્તારોમાં ઘણા સ્થળોએ હળવા ભારે ઝાપટા તથા અમુક સ્થળોએ હળવો મધ્યમ વરસાદ પડી શકે.

ગુજરાતમાં વરસાદ ના સમાચાર :

મધ્યપ્રદેશ સરહદ લાગુ રાજ્યના જિલ્લાઓ પંચમહાલ, છોટાઉદેપુર, મહેસાણા અને દાહોદ જિલ્લા તથા તેને લાગુ દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવા ભારે ઝાપટા તથા એકાદ બે સ્થળોએ હળવો મધ્યમ વરસાદ પડી શકે.

ગુજરાત વરસાદની આગાહી :

મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ ,આણંદ, ઉત્તર પૂર્વના અરવલ્લી, સાબરકાંઠા, ખેડા જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા પડવાની સંભાવના. બનાસકાંઠા, પાટણ અને આસપાસના વિસ્તારમાં છુટા છવાયા કેટલાક સ્થળે હળવા ભારે ઝાપટા પડવાની સંભાવના.


સૌરાષ્ટ્રમાં વરસાદ ના સમાચાર :

સૌરાષ્ટ્રમાં વરસાદ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બોટાદ જિલ્લાના છુટા છવાયા સ્થળોએ હળવા ભારે ઝાપટા પડી શકે તો આ સિવાય જૂનાગઢ, ગિરસોમનાથ, અમરેલી, ભાવનગર અને પોરબંદર જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવા ભારે ઝાપટા અને એકાદ બે સ્થળે હળવા મધ્યમ વરસાદની સંભાવના.

કચ્છમાં વરસાદ ના સમાચાર :

કચ્છમાં વરસાદ છુટા છવાયા એકાદ બે સ્થળે હળવા-ભારે ઝાપટા પડવાની સંભાવના.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment