Skymet weather forecast : ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં પડી શકે છે દુષ્કાળ !

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ભારતમાં ખાનગી હવામાન એજન્સીએ સામાન્ય ચોમાસાની પોતાની એપ્રિલની આગાહીમાં સુધારો કરીને હવે નબળા વર્ષની આગાહી કરી છે. દેશમાં ખેડૂતો અને ખેતીમાં મોટા પાયે નુકસાની થાય બાદ આજે પહેલીવાર ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પોતાની આગાહીમાં ફેરફાર કરીને ચોમાસું નબળું રહેવાની આગાહી કરી છે, જોકે હવે ચોમાસાનાં માંડ રપથી ૩૦ દિવસ બચ્યા છે. બીજી તરફ દેશમાં આજની સ્થિતિ વરસાદની કુલ નવ ટકાની ખાધ છે. બીજી તરફ ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં દુષ્કાળ પડવાની પણ સ્કાયમેટે આગાહી કરી છે.

સ્કાયમેટ હવામાન રિપોર્ટ :

સ્કાયમેટ દ્વારા ૧૩મી એપ્રિલે પહેલી આગાહી કરવામાં આવી ત્યારે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી હતી, જેમાં હવે ફેરફાર કરીને ચોમાસું સરેરાશ સામાન્ય વરસાદની તુલનાએ ૯૪ ટકા જ પડે તેવી સંભાવનાં છે અને ચોમાસું સામાન્યથી નબળું રહેવાની સંભાવનાં ૪૦ ટકા જેટલી રહેલી છે.


સ્કાયમેટ વરસાદની આગાહી :

દેશમાં જૂન મહિનામાં સામાન્યથી ૧૧૦ ટકા વરસાદ પડ્યો હતો, જ્યારે જુલાઈમાં ૯૩ ટકા વરરસાદ પડ્યો હતો. સ્કાયમેટે જૂન અને જુલાઈ મહિના માટે ૧૦૬ ટકા અને ૯૭ ટકા વરસાદની આગાહી કરી હતી. ચોમાસામાં જુલાઈમાં બ્રેક આવ્યાં બાદ ઓગસ્ટનાં પહેલા પખવાડિયા દરમિયાન પણ સારો વરસાદ પડ્યો નથી. પરિણામે દેશમાં હાલ સામાન્યની તુલનાએ નવ ટકા વરસાદની ખાધ છે.

દેશમાં સામાન્યની તુલનાએ હવે ૯૪ ટકા જ વરસાદ પડવાની નવી આગાહી, સ્કાયમેટ હવામાન એજન્સીએ ઓગસ્ટનાં વરસાદ બાદ ચોમાસાની આગાહી સુધારી…

દેશમાં ગુજરાત, રાજસ્થાન, ઓરિસ્સા, કેરળ અને પૂર્વોતર ભારતમાં વરસાદ સૌથી ઓછો પડ્યો છે. ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં તો દુષ્કાળની પણ સંભાવનાં છે. જ્યારે મહારાષ્ટ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પૂરતો વરસાદ પડશે તેમ એજન્સીએ જણાવ્યું હતું.

ગુજરાત વરસાદની આગાહી :

ગુજરાતમાં આજની તારીખે ભારતીય હવામાન ખાતાનાં આંકડાઓ પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ૪૯ ટકાની ખાધ છે, જ્યારે ગુજરાતમાં ૪૪ ટકાની ખાધ છે. આમ સમગ્ર દેશમાં સૌથી ખરાબ સ્થિતિ ગુજરાતની છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં વરસાદની ૨૦ ટકાની ખાધ છે. આમ બંને પ્રદેશમાં હવે દુષ્કાળની ભીતિ સ્કાયમેટ એજન્સીએ સેવી છે.

સ્કાયમેટ હવામાન આગાહી :

સ્કાયમેટ એજન્સીએ ઓગસ્ટના વરસાદની આગાહી કરતાં જણાવ્યું હતું કે દેશમાં ઓગસ્ટ મહિનામાં સામાન્યની તુલનાએ ૮૦ ટકા વરસાદની સંભાવનાં છે, જ્યારે સપ્ટેમ્બરમાં સામાન્યની તુલનાએ ૧૦૦ ટકા વરસાદની સંભાવના છે. જેનાં ચાન્સ પણ ૬૦ ટકા રહેલા છે. સામાન્યથી વધુ વરસાદ સપ્ટેમ્બરમાં થાય તેવી સંભાવનાં માત્ર ૨૦ ટકા જ રહેલી છે. આમ પણ સપ્ટેમ્બરમાં વરસાદ બહુ ઓછો આવતો હોય છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટે જુલાઈ-ઓગસ્ટ બે મહિના મુખ્ય વરસાદનાં મહિના હોય છે.


સ્કાયમેટનાં જતીન સિંહેએ જણાવ્યું હતું કે હિંદ મહાસાગરમાં આઈએઓડીમાં લાંબા પાંચ ચરણ હોય અને જુલાઈ-ઓગસ્ટમાં વિસ્તારિત વિરામની સ્થિતિ છે, જેને પગલે વરસાદ ઓછો પડ્યો છે. સપ્ટેમ્બરમાં હજી કોઈ સ્પષ્ટ સંકેત મળતા નથી.

દેશમાં ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત સારી થયા બાદ ચોમાસું સરેરાશ નબળું જ રહ્યું છે, જેને પગલે દેશમાં ઊભા ખરીફ પાકો ઉપર પણ ખતરો સેવાય રહ્યો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment