ગુજરાત સિવાયના રાજ્યોમાં કપાસનું વાવેતર ઘટતા, કપાસના ટેકાના ભાવ પર આધાર

WhatsApp Group Join Now

Telegram Group Join Now

કેટલાંક સૌરાષ્ટ્રમાં માર્કેટયાર્ડોમાં છૂટી છવાઈ નવા કપાસની આવક શરૂ થઇ ચૂકી છે. આગામી સાત થી આઠ દિવસમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગહી છે ત્યારે જો વરસાદ પડશે તો કપાસની મોટી આવકો થોડી મોડી દેખાશે પણ જો વરસાદ નહીં પડે તો આઠ-દસ દિવસમાં માર્કેટયાર્ડોમાં કપાસની આવકના ઢગલા થવા લાગશે. સરકારે આ વર્ષે કપાસનો ટેકાનો ભાવ વધારીને મણનો ૧૨૦૫ રૂપિયા કર્યો છે તે દરેક ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવું.

કપાસના બજાર ભાવ :

હાલ જુના કપાસના ભાવ ઊંચા હોઇ નવા કપાસના ભાવ પણ ઊંચા બોલાય છે પણ નવા કપાસની આવક જેવી શરૂ થશે ત્યારે કપાસના ભાવ સડસડાટ ઘટવા લાગશે તે સ્વભાવિક હોઇ ખેડૂતોએ ભાવ પર ખાસ નજર રાખવી. અત્યારે સારી જાતનો જૂનો કપાસ બજારમાં મણનો ૧૭૦૦ થી ૧૭૫૦ રૂપિયામાં વેચાય છે જ્યારે નવો-જુનો મિક્સ કપાસના ભાવ મણના ૧૫૫૦ થી ૧૬૦૦ રૂપિયા બોલાય છે. નવો કપાસ ખેડૂતો હવાવાળો લાવશે તો ભાવ સ્વભાવિક રીતે નીચા બોલાવાના છે. સુકો કપાસ ખેડૂતો લાવશે તેને એક મહિનો થવાનો છે.


ભારતમાં કપાસનું વાવેતર :

સમગ્ર દેશમાં કપાસનું વાવેતર ગુજરાત સિવાયના તમામ રાજ્યોમાં છેલ્લા આંકડા મુજબ ધટયું છે. ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં સરકારી આંકડા પ્રમાણે કપાસનું વાવેતર ગયા વર્ષ કરતાં ઓછું થયું છે તે જ રીતે મહારાષ્ટ્ર, તેલંગાના, આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં પણ કપાસનું વાવેતર ગયા વર્ષ કરતાં ઓછું થયું છે.

કપાસ વાવેતરની તુલના :

ગુજરાત, ઓરિસ્સા અને મધ્યપ્રદેશમાં કપાસનું વાવેતર ગયા વર્ષ કરતાં થોડું વધ્યું છે. આમ, સમગ્ર દેશમાં કપાસનું કુલ વાવેતર ગયા વર્ષ કરતાં ઘટયું છે પણ ચાલુ વર્ષે વરસાદ માફકસર પડ્યો હોઇ જ્યાં પણ કપાસ ઉભો છે ત્યાં રોગનું પ્રમાણ સાવ નથી અને ઇયળની પણ સમસ્યા કયાંય દેખાતી નથી આથી ગયા વર્ષ કરતાં કપાસનું વાવેતર ઘટયું હોવા છતાં ગુજરાત સિવાયના રાજ્યોમાં કપાસનું ઉત્પાદન ગયા વર્ષ કરતાં વધી પણ જશે.


ગુજરાતમા કપાસ નું ઉત્પાદન :

કપાસનું ઉત્પાદન વધવાની વાતો જેવી બજારમાં આવશે કે તુરંત જ કપાસના ભાવ સડસડાટ ઘટવા લાગશે. ખેડૂતોએ સીઝનની શરૂઆતે કપાસના ઊંચા ભાવનો જેટલો ફાયદો મળે તેટલો લઈ લેવો પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે ખેડૂતો એક સાથે કપાસ વેચવા આવશે તો ભાવ ઝડપથી ઘટશે અને જે ખેડૂતો કપાસ વેચી નહીં શક્યા હોઇ તેઓને પાણીના ભાવે કપાસ વેચવાનો વખત આવશે.

કપાસ ટેકાના ભાવ :

કપાસના ભાવ બહુ ઘટી જાય તો ટેકાનો ભાવ હંમેશા નજર રાખવો. ટેકાના ભાવથી કપાસના ભાવ ઘટશે તો સીસીઆઇ કપાસની ખરીદી માટે બજારમાં મોડી મોડી પણ આવશે ખરી. મોટેભાગે એકાદ મહિનો કપાસના ભાવ બહુ ઘટી જાય તેવું લાગતું નથી પણ ખેડૂતો ઉતાવળમાં ઊંચા ભાવ લેવા ભીનો કપાસ લઇને યાર્ડોમાં આવશે તો ભાવ બહુ જ નીચા મળશે. કપાસ સુકો થાય પણ માર્કેટયાર્ડમાં વેચવો આવવો જેથી નીચા ભાવે વેચી જ નાખવો પડે તેવી સ્થિતિ આવીને ઊભી ન રહે.

વિદેશી કપાસ બજાર :

વિદેશી બજારમાં અમેરિકા અને ચીનમાં કપાસનું વાવેતર આ વર્ષે ઘટયું છે તેમજ વાતાવરણ બહુ જ સારૂ નથી. ચીનમાં ભારે વરસાદને કારણે કપાસને નુકશાન થયું છે. અમેરિકામાં બે થો ત્રણ વાવાઝોડા આવી ચૂકયા છે હજુ ત્રણ થી ચાર વાવાઝોડા આવવાના છે.

અમેરિકાના કપાસની સ્થિતિ :

અમેરિકામાં કપાસના ઊભા પાકની સ્થિતિ અત્યારે સારી દેખાય છે પણ આગળ જતાં કપાસના ઊભા પાકની સ્થિતિ બગડવાની આગાહી કરવામાં આવી છે. પાકિસ્તાનમાં કપાસનું વાવેતર અને ઉત્પાદન વધશે પણ પાકિસ્તાનની જરૂરિયાત કરતાં તે ઘણું જ ઓછું હશે.


દેશમાં કપાસની માંગ :

ભારતની રૂની આયાત કરનારા દેશો બાંગ્લાદેશ, વિયેટનામ, ચીન, મલેશિયા-ઇન્ડોનેશિયામાં હજુ કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે પણ આ દેશોમાં યાર્ન અને કપડાની ફેકટરીઓ રાબેતા મુજબ ચાલુ હોઇ તેઓ કપાસની આયાત પહેલા જેવી જ કરશે તેવી ધારણા હોઇ કપાસમાં બહુ ભાવ ઘટે તેવી શક્યતા નથી.

કેવા રહેશે કપાસ ના ભાવ :

કપાસના ખેડૂતો માટે નવી સીઝન અનેક પ્રકારની વિવિધતાં લઇને આવી રહી હોઇ રોજેરોજ ભાવ પર નજર ખાસ રાખવી, કપાસ વેચવામાં ખોટી ઉતાવળ ન કરવી અને સાથે સાથે કપાસના સારા ભાવ મળતાં હોય ત્યારે બેસી રહેવું પણ આ વર્ષે ખેડૂતોને માટે નુકશાનકારક બની શકે છે.

WhatsApp Group Join Now

Telegram Group Join Now

Leave a Comment