પિલાણ મિલોની લેવાલી સારી હોવાથી મગફળીના ભાવમાં આવ્યો ઉછાળો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીમાં વેચવાલીનાં અભાવમાં ભાવમાં સતત બીજા દિવસે પણ રૂ.૧૫ થી ર૦નો સુધારો થયો હતો. મગફળીનાં ટ્રેડરો કહે છે પિલાણ મિલોની લેવાલી સારી છે અને બીજી તરફ ખુલ્લા બજારમાં વેચવાલી ખાસ નથી.

નાફેડે ઓક્શન ચાલુ કર્યું છે, પરંતુ ખાસ વેચાણ થતું થઈ અને તેનાં ભાવ પણ ઊંચા હોવાથી મગફળીની બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે. જોકે હવે લુઝનાં ભાવ વધતા અટક્યાં હોવાથી મગફળીનો વધારો પણ અટકે તેવી સંભાવનાં છે.

નાફેડ દ્વારા જ્યાં સુધી મોટા પાયે વેચવાલી નહીં આવે ત્યાં સુધી મગફળીનાં ભાવમાં બહુ ઘટાડો થાય તેવા સંજોગો દેખાતા નથી. સીગદાણાની બજારમાં હાલ લેવાલી ખાસ નથી.

ઉનાળુ બિયારણની ઘરાકી હવે પૂરી થઈ ગઈ છે, પરિણામે હવે તેજી-મંદી માટે એક માત્ર આધાર પિલાણ મિલોની લેવાલી ઉપર જ છે. સીંગતેલ અથવા તો ખોળ વધે તો જ મગફળીની બજારને ટેકો મળશે. સીંગખોળનાં ભાવ વધીને રૂ.૪૦,૦૦૦ની સપાટી પર પહોંચ્યાં છે, જેનો પણ ટેકો છે.

ગોંડલમાં ૨૦ હજાર ગુણીની આવક હતી અને ૨૩ હજાર ગુણીનાં વેપાર હતા. જ્યારે ૧૦ હજાર ગુણી પેન્ડિંગ પડી છે. ભાવ જી-૨ર૦માં રૂ.૧૦૦૦ થી ૧૨૧૧ હતાં. જ્યારે ૩૯ નંબરમાં રૂ.૬૦૦ થી ૧૧૦૦ના ભાવ હતાં. ૩૭ નંબરમાં રૂ.૧૦૦૦ થી ૧૧૦૦ અને ૨૪ નંબરમાં આવક નહોંતી.

રાજકોટમાં મગફળીની આઠ હજાર ગુણીની આવક હતી અને વેપાર પણ એટલા જ હતાં. ભાવ ૨૪ નં. રોહીણીમાં રૂ.૬૫૦ થી ૧૦૫૦, ૩૯ નં.માં રૂ.૬૫૦ થી ૧૦૭૦, જી-૨ર૦માં રૂ.૧૦૨૦ થી ૧૧૪૫, બીટી ૩રમાં રૂ.૧૦૦૦ થી ૧૧૦૦નાં ભાવ હતાં. ૯૯ નંબરમાં કોઈ વેપાર નહોંતાં.

ઉત્તર ગુજરાતના ડીસામાં માત્ર ૨૦ ગુણીની આવક સામે ભાવ રૂ.૧૦૭ર૨નાં હતાં. હિંમતનગરમાં મગફળીની ૧૫૦૦ થી ૨૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૪૦ થી ૧૩૯૦નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment