ગામડે બેઠા સારા કપાસના વેપાર પર ખેડૂતોની મજબૂત પક્કડ કપાસના ભાવમાં ફરી ઉછાળો

સૌરાષ્ટ્રમાં કપાસમાં સપ્તાહની શરૂઆતે વધુ તેજી હતી જ્યારે કડીમાં તેજી ઓછી હતી. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે સારી કવોલીટીના કપાસમાં મણે રૂ.૨૫ થી ૩૦ સુધર્યા હતા.

જીનપહોંચ સારી કવોલીટીના કપાસના રૂ।.૨૦૬૦ થી ૨૦૭૫ના ભાવ બોલાતા હતા જ્યારે હલકી ક્વોલીટીના રૂ.૧૮૦૦ થી ૧૮૫૦ અને મિડિયમ કવોલીટીના રૂ.૧૯૦૦ થી ૨૦૦૦ બોલાતા હતા.

સારી કવોલીટીના કપાસની અછત દિવસેને દિવસે વધતી જાય છે અને હલકા અને મિડિયમ કપાસ જોઇએ તેટલા મળે છે પણ તેની લેવાલી ખપપૂરતી છે. મહારાષ્ટ્રના વેપારીઓને ત્યાં સારા ભાવ મળવા લાગતાં તેઓ અહીં કપાસ ઓછો લાવે છે.

સૌરાષ્ટ્રમાં ગામડે બેઠા કપાસના વેપાર ખૂબ જ ઊંચા ભાવે થતાં હોઈ કપાસમાં ખેડૂતોની પક્કડ મજબૂત દેખાય છે.

કડીમાં સવારે કપાસ વધુ ઘટયો હતો પણ બપોર બાદ થોડી લેવાલી ઘટતાં તેમજ કપાસિયાનો ટેકો મળ્યો ન હોઇ કપાસમાં મણે રૂ.૧૦ થી ૧૫ વધ્યા હતા વળી કડીમાં કપાસના ઊંચા ભાવે મહારાષ્ટ્રની આવક વધીને ૧૫૦ ગાડી થઇ હતી.

કડીમાં મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂ.૨૦૧૦ અને કાઠિયાવાડના કપાસના ઊંચામાં રૂ.૨૦૪૦-૨૦૫૦ બોલાતા હતા.

Leave a Comment