નાશીકમાં ડુંગળીની આવકો વધતી ન હોવાથી લોકલ ડુંગળીના ભાવમાં સ્થિરતા

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઊંચી સપાટી પર ડુંગળીની બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. નાસીકમાં નવી ડુંગળીની આવકો જેટલી વધવી જોઈએ એટલી વધતી નથી. લોકલમાં પણ આવકો છેલ્લા બે-ચાર દિવસથી સરેરાશ સ્ટેબલ છે, જને પગલે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળી મળી રહ્યો છે.

મહુવામાં લાલ ડુંગળીની ૪પ હજાર થેલાની આવક સામે ભાવ રૂ.૧૫૦ થી ૫૩૮નાં ભાવ હતાં.

સફેદમાં ૩૩ હજાર થેલાની આવક સામે ભાવ રૂ.૧૧૨ થી ૩૮૬નાં જોવા મળ્યાં હતાં.

રાજકોટમાં ડુંગળીની ૪૧૦૦ ક્વિન્ટલની આવક હતી અને ભાવ રૂ.૮૦ થી ૪૧૫નાં જોવા મળ્યાં હતાં.

ગુજરાતમાં સારી ક્વોલિટીની ડુંગળીમાં મણનાં રૂ.૫૦૦ ઉપરનાં ભાવ…

ગોંડલમાં લાલ ડુંગળીની ૨૬૭૦૦ ભારીની આવક સામે ભાવ રૂ.૧૦૧ થી ૫૦૬નાં ભાવ હતાં. ફેક્ટરીબર માલમાં અત્યારે મહુવાની લેવાલી ઓછી હોવાથી તેનાં ભાવ રૂ.૧૦૦ થી ૨૦૦ વચ્ચે જ ક્વોટ થાય છે. મોટા ભાગની ફેક્ટરીઓમાં અત્યારે ડુંગળીમાથી કેબલ બનાવવાની કામગિરી બંધ જેવી જ પડી છે.

વેપારીઓ કહે છેકે નાશીકમાં ડુંગળીની આવકો ખાસ વધતી નથી. પીપંલગાવ મંડીમાં લાલ કાંદાની કુલ ૫૦૦ સાધનની આવક સામે ભાવ રૂ.૧૩૦૦ થી ૨૬૫૦નાં હતાં. જ્યારે મોડલ ભાવ રૂ.૨૧૫૦નાં હતાં. ગોલ્ટ ક્વોલિટીમાં રૂ.૪૦૦ થી ૧૫૦૦નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment