મગફળીની બજારમાં વેચવાલી ઘટતા મગફળીના ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીની બજારમાં વેચવાલી ઘટી રહી છે પંરતુ સામે ઘરાકી ન હોવાથી ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળીની બજારમાં હાલ ઘરાકી નથી, પંરતુ સામે સીંગદાણામાં પણ લેવાલી નથી, જેને પગલે તેનાં ભાવમાં ટને રૂ.૫૦૦થી પણ વધુનો ઘટાડો થયો છે.

મગફળીનાં વેપારીઓ કહે છેકે ખેડૂતોનાં માલની આવકો હવે ઘટી રહી છે જો બજાર બહુ ઘટશે તો કેટલાક સ્ટોકિસ્ટો નબળો માલ બજારમાં ઠલવે તેવી પણ સંભાવનાં છે.

સીંગદાણાની બજારમાં ઘરાકી ઘટતી હોવાથી મગફળીના ભાવમાં ટને રૂ.૫૦૦થી વધુનો ઘટાડો આવ્યો…

સરકારી ગોડાઉનમાં ટેકાનાં ભાવની મગફળી અત્યાર સુધીમાં ૫૦થી પર હજાર ટન વચ્ચે ગઈ હોવાનો અંદાજ છે, જેમાં આ વર્ષે બહુ મોટો વધારો થાય તેવા કોઈ સંકેત દેખાતા નથી. ખરીદીનાં ત્રણ મહિનામાંથી પોણા બે મહિના જેવો સમય તો વીતિ ગયો છે.

ગોંડલમાં ર૪ હજાર ગુણીનાં વેપાર હતા. ભાવ જી-ર૦માં રૂ.૧૦૦૦ થી ૧૧૫૦નાં હતા. જ્યારે ૩૯ નંબરમાં રૂ.૯૫૦ થી ૧૦૫૦ના ભાવ હતાં. ૩૭ અને ૨૪ નંબરમાં રૂ.૧૦૦૦ થી ૧૧૦૦ સુધીનાં ભાવ બોલાયાં હતાં.


રાજકોટમાં વેપારો ૧૪ હજાર ગુણીનાં વેપાર હતા અને ભાવ રોહીણીનાં રૂ.૯૮૦ થી ૧૧૫૯, ર૪ નં. મઠડીમાં રૂ.૧૦૫૦ થી ૧૧૫૦નાં હતાં. ૩૭ નંબરમાં રૂ.૧૦૩૦ થી ૧૧૧૦, ૩૯ નંબરમાં રૂ૮૫૦ થી ૯૮૦, જી-ર૦માં રૂ.૯૫૦ થી ૧૧૩૦, બીટી-૩૨ રૂ.૯૪૦ થી ૧૦૫૦ અને સુપરમાં રૂ.૧૦૭૦ થી ૧૧૦૦નાં ભાવ હતાં.

હિંમતનગરમાં ચાર હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૮૦ થી ૧૫૦૫નાં હતાં. હિંમતનગરમાં સરેરાશ મણે રૂ.૨૦ થી રપનો ઘટાડો હતો. દાણામાં વેપારો ન હોવાથી મગફળી પણ હવે ટકવી મુશ્કેલ છે.

ડીસામાં માત્ર ૩૫૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૯૭૧ થી ૧રપપનાં હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment