ગુજરાતમાં નવી ચણાની આવકોના ઈંતેજાર વચ્ચે ચણાના ભાવ ટકેલા

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

ચણાનું સૌથી વધુ ઉત્પાદન ભલે એમપી તેમજ મહારાષ્ટ્રમાં થઇ રહ્યું હોઇ પરંતુ આપણા સૌરાષ્ટ્ર – મધ્ય ગુજરાતના ચણા ક્વોલિટીની દ્રષ્ટિએ બેસ્ટ ગણાતા હોય છે. હાલમાં ચણાની માર્કેટમાં નવા ક્રોપની આવકોના ઇંતેજાર વચ્ચે સુસ્ત ઘરાકી વચ્ચે ભાવ મહદ્‌અંશે ટકેલા જોવા મળી રહ્યા છે.

અગ્રણી બ્રોકરોએ જણાવ્યું હતું કે, હાલ બજારમાં ખાસ હલચલ નથી. નોરતા-દિવાળી દરમિયાન કોલ્ડસ્ટોરેજ બેઈઝ કાંટાવાળા ચણાનો પ્રતિ ક્વિન્ટલનો ભાવ રૂ.૫૮૦૦ અને ગુજરાત ત્રણ ચણાનો ભાવ રૂ.૫૫૦૦ સુધી અથડાયો હતો.


હાલ ચણાના ભાવમાં વળતા પાણી થયા છે, અત્યારે કાંટાવાળા ચણાના રૂ.૫૦૦૦ અને ગુજરાત ત્રણ જાતના રૂ.૪૭૦૦ના ભાવ બોલાઈ રહ્યા છે. માર્કટમાં ઘરાકીનો અભાવ છે, સુસ્ત વાતાવારણ છે.


ગત વર્ષ કરતા સવાયુ વાવેતર આવવાની ધારણા મુકાઇ રહી છે. જાન્યુઆરી અંતથી નવી આવકોનો પ્રારંભ થયા બાદ ફ્રેબુઆરીથી આવકો વેગ પકડશે. નવી આવકોના ઇંતેજાર અને સારા પાકની આશા વચ્ચે વેચવાલી છે, પરંતુ લેનાર ન હોવાનો રંજ બ્રોકરો વ્યક્ત કરી રહ્યા છે.

આજે સપ્તાહના પ્રથમ દિવસે સૌરાષ્ટ્રમાં ચણાની ૭૦૦ ગુણીની આવકો નોંધાઇ હતી. આજે ચણાના વાયદામાં એક વર્ષ સુધી પ્રતિબંધ લદાયો પરંતુ ચણામાં પહેલેથી જ વાયદા બંધ હોવાથી બજારમાં ખાસ અસર જોવા મળી ન હતી.

Leave a Comment