ડુંગળીમાં આવકો અને લેવાલી સારી નીકળતા ડુંગળીના ભાવમાં મજબૂતાઈ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ડુંગળીની આવકો હવે વધી રહી છે. લેઈટ ખરીફ લાલ ડુંગળીની આવકો હવે વધી ગઈ છે. ગુજરાતની સાથે નાશીકની મંડીઓમાં પણ આવકો સારી છે, પંરતુ સામે લેવાલી પણ સારી હોવાથી સરેરાશ બજારને ટેકો મળી રહ્યો છે. આગામી દિવસોમાં બજારમાં બિયારણની ઘરાકી ઉપર પણ બજારનો આધાર રહેલો છે.

નાશીકની લાસણગાંવ મંડીમાં લાલ ડુંગળીની ૧૮ હજાર ક્વિન્ટલની આવક હતી અને ભાવ ક્વિન્ટલનાં રૂ.૧૦૦૦ થી ૨૪૧૧નાં હતા જ્યારે મોડલ ભાવ સરેરાશ રૂ.૧૭૦૦નાં હતાં.


લસણગાવમા લાલ ડુંગળીની આવકો વધીને ૧૮ હજાર ક્વિન્ટલે પહોંયી…

પિંપલગાવ બસવંત મંડીમાં ૯૮૦ સાધનની આવક હતી અને ભાવ લાલમાં રૂ.૧૦૦૦ થી ૨૬૮૦૦નાં હતાં. જ્યારે ઉન્હડાલ કાંદામાં રૂ.૧૫૦૦ થી ૩૦૦૦નાં ભાવ હતા અને મોડલ ભાવ રૂ.૨૩૫૧નાં હતાં.


ગોંડલમાં લાલ ડુંગળીની ૧૬૬૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૦૧ થી ૪ર૬નાં હતાં. જ્યારે રાજકોટમાં ૭૫૦૦ ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૧૦૦ થી ૪૭૦નાં ભાવ હતાં.

મહુવામાં લાલ ડુંગળીની આવક ૨૫૮૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૫૦ થી ૫૦રનાં ભાવ હતાં. જ્યારે સફેદમાં ૮૪૦૦ ગુણીની આવક સામે ભાવ રૂ.૧૩૩ થી ૫૦૦નાં ભાવ હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment