ગુજરાતમાં જીનોની માંગમાં વધારો થતા, કપાસના ભાવમાં સતત બીજે દિવસે ફરી ઉછાળો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

કપાસમાં સતત બીજે દિવસે રૂ.૧૫ થી ૨૦ વધ્યા હતા, કેટલાંક સેન્ટરમાં કપાસમાં મણે રૂ.૩૦નો ઉછાળો જોવા મળ્યો હતો. કપાસના બ્રોકરોના જણાવ્યા અનુસાર જીનોને જોઈએ તેટલો કપાસ કયાંયથી મળતો નથી.

મહારાષ્ટ્ર, આંધ્ર અને કર્ણાટકના કપાસની આવક ગત્ત વર્ષે ડિસેમ્બરમાં આવતી હતી તેની ત્રીજા ભાગની આવક થઈ રહી છે, લોકલ સેન્ટરોમાં સારી કવોલીટીના કપાસ પર ખેડૂતોની પક્કડ છે જ્યારે કેટલાંક સેન્ટરોમાં ખેડૂતો ખાલી થઇ ચૂક્યા છે.


સૌરાષ્ટ્રમાં જીનપહોંચ કપાસના આજે ઊંચામાં રૂ.૧૭૭૦ થી ૧૭૭૫ બોલાતા હતા. કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે જીનો લેવાલી વધી છે પણ જીનર્સો સારા ભાવે કોઇને કપાસ ખરીદીના કારણે કપાસમાં સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

સૌરાષ્ટ્રના અમરેલી માર્કેટ યાર્ડમાં ગઈકાલે કપાસના ભાવ નીચાં રૂ.૯૧૦ અને ઊંચામાં રૂ.૧૮૧૭ ના ભાવ ની હરરાજી થઈ હતી.


ઉત્તર ગુજરાતના હિંમતનગરમાં નીચામાં રૂ.૧૫૬૦ અને ઊંચામાં રૂ.૧૭૩૯ ના કપાસના ભાવમાં હતા.

જ્યારે કડીમાં મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂ.૧૭૧૦ અને કાઠિયાવાડના કપાસના રૂ.૧૭૬૦ સુધી સોદા પડયા હતા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment