મગફળીમાં ઓછી વેચવાલીથી બે તરફ અથડાતા ભાવઃ મગફળી અને દાણામાં ભાવ યથાવત

WhatsApp Group Join Now
Telegram Group Join Now

મગફળીમાં પાંખી વેચવાલી વચ્ચે ભાવ બે તરફી અથડાય રહ્યા છે. મગફળીમાં હાલ વેચવાલી એકદમ ઓછી છે અને આગામી દિવસોમાં હવે તબક્કાવાર ઘટાડો થાય તેવી ધારણાં છે. સરકારી ખરીદીમા પણ કંઈ દમ નથી અને કુલ ખરીદી હજી ૫૦ હજાર ટને પણ ન પહોંચી હોવાનાં આંકડાઓ બિનસત્તાવાર રીતે આવી રહ્યાં છે.

આગામી દિવસોમાં સીંગતેલ કે ખોળનાં ભાવ વધુ તુટશે તો પણ મગફળીમાં બહુ ઘટાડો થાય તેવી સંભાવનાં નથી. વેપારીઓ કહે છેકે આ વર્ષે ઉનાળુ વાવેતર પણ જબ્બર થાય તેવીસંભાવના છે. ખેડૂતોને મગફળી અને ગવારમાં સારા ભાવ મળ્યાં હોવાથી ઉનાળે તેનું વાવેતર વધી શકે છે.


આજે ગોંડલમાં મગફળીની આવકો ૧ થી ૧.૨૫ લાખ ગુણી આસપાસ થવાનો અંદાજ….

ગોંડલમાં મગફળીની આવકો આજે બુધવારે કેટલી ગુણીની થાય છે તેનાં ઉપર આધાર છે. જાણકારો કહે છેકે એકથી સવા લાખ ગુણી આસપાસ જ થાય તેવી સંભાવનાં દેખાય રહી છે. ગોંડલમાં ૧૩થી ૧૪ હજાર ગુણીનાં વેપાર હતા. ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦થી ૧૨૦૦નાં હતા. જ્યારે ૩૭ અને ૩૯ નંબરમાં રૂ.૯૫૦થી ૧૧૦૦ના ભાવ હતાં. ર૪ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૧૫૦ સુધીનાં ભાવ બોલાયાં હતાં.


રાજકોટમાં વેપારો ૯ હજાર ગુણીનાં વેપાર હતા અને ભાવ રોહીણીનાં રૂ.૧૦૨૦થી ૧૧૩૦, ૨૪ નં. મઠડીમાં રૂ.૧૦૫૦થી ૧૧૫૦નાં હતાં. ૩૭ નંબરમાં રૂ.૧૦૪૦થી ૧૧૪૦, ૩૯ નંબરમાં રૂ.૬૫૦થી ૧૦૭૦, જી-૨૦માં રૂ.૧૦૩૦ થી ૧૨૧૦, બીટી ૩૨ રૂ.૧૦૦૦ થી ૧૦૫૦ અને સુપરમાં રૂ.૧૦૫૦થી ૧૦૯૦નાં ભાવ હતાં.

હિંમતનગર ૧૨ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦રપ થી ૧૫રપનાં હતાં.

ડીસામાં ૯૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ રૂ.૧૦૦૦ થી ૧૨પરનાં હતાં.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment